રાજકોટઃ રાજકોટ SOG ટીમે માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ના જથ્થાસાથે એક શખ્સને રાજકોટ શહેર એસ.ઓ.જી ટીમે જામનગર રોડ પરથી ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો એની સાથે બીજું કોઈ સંડોવાયેલું છે કે, નહીં તેની પણ પોલીસ તપાસ ચલાવી રહી છે.
બનાવની મળતી વિગત મુજબ રાજકોટ શહેરના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશ્નર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશ્નર ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહીલ, મદદનીશ પોલીસ કમિશ્નર ક્રાઇમ ભરત બી. બસીયા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં યુવાધન નશાના રવાડે ના ચડે તથા નાર્કોટીકસ પદાર્થોનું વેચાણ અટકાવવા "SAY NO TO DRUGS" મિશન અંતર્ગત નાર્કોટીકસ પદાર્થોનું ખરીદ- વેચાણ કે સેવન કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના આપી હતી. જેથી એસ.ઓ.જી. પી.આઈ. એસ.એમ.જાડેજાની માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. ટીમના પો.હેડ કોન્સ ફીરોજભાઈ હનીફભાઈ રાઠોડ, ઈન્દ્રસિંહ ગુલાબસિંહ જાડેજાને સંયુકત માહિતી મળી હતી.
પોલીસને મળેલી માહિતી પ્રમાણે રાજકોટ શહેર જામનગર રોડ નવી કોર્ટ બિલ્ડીંગની સામે કાચા રસ્તા ઉપર મેલડી માના મંદિરની સામેથી મેફેડ્રોનના જથ્થા સાથે જલાલમીયા તાલબમીયા કાદરી ઉ.વ. 51 ધંધો-ફુટ રાજકોટને ઝડપી પાડી તેની પાસેથી મેકડ્રોન ડ્રગ્સ 19.52 ગ્રામ જેની કિંમત રૂપિયા 1.95 લાખ, મોપેડ અને મોબાઈલ સહિત 2.50 લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો. ધોરણસર કાર્યવાહી કરી ગાંધીગ્રામ-૨ (યુનિવર્સીટી) પોલીસ મથકેથી ગુનો નોંધવામાં આવ્યો છે. તો વધુમાં યુનિવર્સીટી પોલીસ મથકના પી.આઈ.જણાવ્યું છે કે, આ શખ્સ ડ્રગ્સનો જથ્થો ક્યાંથી આવ્યો અને કેટલા સમયથી આવતો અને જથ્થો ક્યાં જતો હતો. આની સાથે બીજું કોઈ સંડોવાયેલું છે કે નહીં તેની તપાસ હાલ ચલાવમાં આવી રહી છે.
આ કામગીરીમાં પી.આઈ. એસ.એમ.જાડેજા, પી.એસ.આઇ એમ.બી.માજીરાણા, એ.એસ.આઇ. ધર્મેશભાઈ ખેર વિરેન્દ્રસિંહ ઝાલા , HC ઈન્દ્રસિંહ જાડેજા, દિગ્વીજયસિંહ ગોહીલ, ફિરોજભાઈ રાઠોડ, અરૂણભાઇ બાંભણીયા, મૌલિકભાઇ સાવલીયા, PCB હાર્દીકસિંહ જગતસિંહ પરમાર તથા મહિલા PC નાઝનીનબેન સોલંકી અને ડ્રાંઈવર એ.એસ.આઇ. કૃષ્ણસિંહ જાડેજા ટિમ જોડાયેલી હતી.