જુનાગઢ: પ્રથમ વરસાદમાં જુનાગઢની ભૂગર્ભ ગટર યોજના અનેક સમસ્યાઓ સામે નિષ્ફળ બનતી જોવા મળી છે. વોર્ડ નંબર ચારના કેટલાક વિસ્તારોમાં વરસાદ દરમિયાન ગટર જામ થઈ જતા લોકોને દુર્ગંધ અને ગટરના પાણીની સમસ્યામાંથી પસાર થવાનો મુશ્કેલી ભર્યો સમય પણ જોવા પડ્યો છે, ત્યારે જુનાગઢ મનપા તંત્ર તાકિદે ભૂગર્ભ ગટર યોજનાને લઈને ખૂબ જ ગંભીરતાથી કામ કરે તેવી સ્થાનિકો માંગ કરી રહ્યા છે.
![જુનાગઢની ભૂગર્ભ ગટર યોજના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/22357185_a.jpg)
પ્રથમ વરસાદમાં જ ભૂગર્ભ ગટરની સમસ્યા
જુનાગઢ શહેરમાં પ્રથમ વરસાદે ભૂગર્ભ ગટર યોજનાથી સમસ્યાઓ સામે આવી રહી છે. વોર્ડ નંબર ચારના મુરલીધર બાપુનગર ઠાકરશીનગર વડલી ચોક અને હનુમાન પરા વિસ્તારોમાં ગટરનું પાણી અંદર બીછાવેલા પાઇપમાંથી જવાને બદલે રોડ પરથી પસાર થઈ રહ્યું હતું. જેને કારણે અતિ દુર્ગંધની સાથે ગટરના ગંદા પાણીની સમસ્યા વોર્ડ નંબર ચારના ચારથી પાંચ વિસ્તારના લોકોને ભારે સમસ્યામાંથી બહાર નીકળવાનો સમય પણ જોવો પડ્યો હતો. આ વિસ્તારના લોકો તાકિદે જુનાગઢ મ્યુનિસિપલ તંત્ર ભુગર્ભ ગટરને લઈને કોઈ નક્કર કાર્યવાહી કરે તેવી માંગ પણ કરી રહ્યા છે.
![જુનાગઢની ભૂગર્ભ ગટર યોજના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-jnd-05-gatar-vis-01-byte-01-pkg-7200745_02092024144216_0209f_1725268336_517.jpg)
ભૂગર ગટરમાં વરસાદી પાણીથી સમસ્યા
આ વિસ્તારના સ્થાનિક લલિત પરસાણા જણાવે છે કે, ભુગર્ભ ગટરમાં વરસાદી પાણી ઘુસી જવાને કારણે આ સમસ્યાનું સર્જન થયું છે. રહેણાંક વિસ્તારોમાં અંડર બ્રિજ બનવાને કારણે વરસાદી પાણીના નિકાલ માટેની ગટરો સંપૂર્ણ પણે બંધ થઈ ગઈ છે. પાછલા દિવસો દરમિયાન જુનાગઢ શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો હતો જેને કારણે ભૂગર્ભ ગટરમાં વરસાદી પાણી ઘૂસી જતા તે બંધ થઈ ગઈ છે ત્યારે ચોમાસા દરમિયાન એકઠું થયેલું વરસાદનું પાણી ભુગર્ભ ગટર યોજનાના પાઇપમાંથી પસાર કરવાાનો પ્રયત્ન કર્યો હતો. હાલ સમગ્ર જુનાગઢ શહેરમાં આઠ ઇંચના પ્લાસ્ટિકના પાઇપો ભૂગર્ભ ગટર માટે વાપરવામાં આવી રહ્યા છે. જેને કારણે આ વિસ્તારમાં ગટર જામ થવાની સમસ્યા સામે આવી હતી ફરિયાદ કરતા જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જેટિંગ મશીન દ્વારા ગટરના બ્લોકેજને ખોલવાનો પ્રયાસ કર્યો હતો. કેટલીક જગ્યા પર સફળતા મળી પરંતુ જ્યાં જેટિંગ મશીન કામ કરતું બંધ થયું ત્યાં રોડને તોડવા સુધીની નોબત આવી હતી.
![જુનાગઢની ભૂગર્ભ ગટર યોજના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/02-09-2024/gj-jnd-05-gatar-vis-01-byte-01-pkg-7200745_02092024144216_0209f_1725268336_262.jpg)
ભૂગર્ભ ગટર નિષ્ફળ જવાની ચિંતા
જુનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ત્રણ તબક્કામાં ભૂગર્ભ ગટરનું કામ પ્રગતિમાં છે પહેલા તબક્કાનું કામ સંપૂર્ણ પણે પૂરું થયું છે. બીજા તબક્કાનું કામ પ્રગતિ હેઠળ છે ત્યારે આ વખતે પડેલા અતિભારે વરસાદને કારણે પહેલા તબક્કામાં બનાવવામાં આવેલી ભુગર્ભ ગટરમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની અને ગટરનું પાણી રોડ પર બહાર નીકળવાની સમસ્યા સામે આવી રહી છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી જુનાગઢ ભુગર્ભ ગટર યોજના નિષ્ફળ તો નહીં જાય ને તેની ચિંતા પણ હવે સ્થાનિક જૂનાગઢ વાસીઓને સતાવી રહી છે.
આ પણ વાંચો: