ETV Bharat / state

અંકલેશ્વરની GIDCમાં ધમધમતી નશાની ફેક્ટરી ઝડપાઈ, 14 લાખથી વધુનું MD ડ્રગ્સ જપ્ત

અંકલેશ્વર GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝીસ નામની કંપનીમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું. 141 ગ્રામનું રૂપિયા 14.10 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું છે.

141 ગ્રામનું રૂપિયા 14.10 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું
141 ગ્રામનું રૂપિયા 14.10 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 21, 2024, 7:08 PM IST

અંકલેશ્વર: એશિયાની નંબર વન ઔધોગિક વસાહત ગણાતું ભરૂચનું અંકલેશ્વર જાણે હવે ગુજરાતનું ડ્રગ્સ હબ બની રહ્યું છે તેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. અહીં એક બાદ એક નશીલા પદાર્થનું ઉત્પાદન કરતી ફેકટરીઓ ઝડપાઇ રહ્યાના સમાચારો અવારનવાર સામે આવી રહ્યા છે.

અંકલેશ્વરની આવકાર ડ્રગ્સ કંપનીમાંથી દિલ્હી પોલીસના વિશેષ સેલે 7 દિવસ પેહલા જ રૂપિયા 5180 કરોડનું કોકેઇન ઝડપી પાડ્યાની શાહી હજી સુકાઈ નથી ત્યાં તો હવે MD ડ્રગ્સ બનાવતી કંપની પકડાઈ છે. અંકલેશ્વરની આવકાર કંપની 518 કિલો કોકેઇન બનાવતા ઝડપાયા બાદ હવે અવસર એન્ટરપ્રાઇઝ મેથામ્ફેટામાઇન MD ડ્રગ્સ બનાવતા પોલીસના હાથે પકડાઈ છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝીસ નામની કંપનીમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું (Etv Bharat Gujarat)

ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપ, SOG અને સુરત પોલીસે અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી અવસર એન્ટરપ્રાઈઝ કંપનીમાં રવિવારના રોજ દરોડા પાડયા હતા. મોડી રાત સુધી ચાલેલી તપાસમાં કંપનિમાંથી MD ડ્રગ્સનો 141 ગ્રામ, રૂપિયા 14,00,000 નો જથ્થો મળી આવ્યો હતો. સાથે જ પ્રોસેસ કરાયેલ અન્ય સંદિગ્ધ 427 કિલો જેટલારૉ ડ્રગ્સનો અન્ય જથ્થો મળી આવતા તેની તપાસ અર્થે FSL માં મોકલવામાં આવ્યો છે.

141 ગ્રામનું રૂપિયા 14.10 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું
141 ગ્રામનું રૂપિયા 14.10 લાખનું MD ડ્રગ્સ મળી આવ્યું (Etv Bharat Gujarat)

આ મામલે અવસર કંપનીમાંથી એક સંચાલક વિશાલ પટેલ સહિત 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઉપરાંત ભરૂચ અને સુરત SOG દ્વારા આ ડ્રગ્સ અંગે વધુ પૂછપરછ અને તપાસ શરૂ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, કંપનીનો માલિક વિદેશ રહેતો હોવાની પણ વિગતો બહાર આવી છે.

અંકલેશ્વર GIDCમાં આવેલી અવસર એન્ટરપ્રાઇઝીસ નામની કંપનીમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

તમને જણાવી દઈએ કે, ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં કોકેઇન, MD ડ્રગ્સ સહિતનો રૂપિયા 10 હજાર કરોડથી વધુનો જથ્થો પકડાયો છે. પાનોલો, સાયખા, વિલાયય, દહેજ અને અંકલેશ્વરની કંપનીઓમાંથી હજારો કિલોનું ડ્રગ્સ પકડાયું છે. ત્યારે ભરૂચ જિલ્લો જાણે ડ્રગ્સનું હબ રહ્યો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યાં છે.

આ પણ વાંચો:

  1. 'પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે', ભાવનગરની આ સોસાયટીમાં રહીશો દોઢ વર્ષથી ત્રાહીમામ
  2. નવસારીમાં ડ્રગ વિભાગના દરોડા : દવાનો જથ્થો સીઝ, ઘરમાં મળ્યા 400 શ્વાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.