ETV Bharat / state

10-15 વર્ષમાં આવાસ જર્જરિત થઈ જાય તો તપાસ થવી જોઈએઃ ગુજરાત હાઈકોર્ટ - GUJARAT HC FOR DILAPIDATED HOUSING

આવાસ યોજનાના મકાનો જર્જરિત થવા મામલે હાઈકોર્ટે અમદાવાદ કોર્પોરેશનને કેટલાક તિખા સવાલોથી ઘેરી લીધું હતું.

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 24, 2024, 10:11 PM IST

અમદાવાદઃ ગુજરાત મોડલને વિશ્વસ્તરે બતાવવા માટે અમદાવાદની સાબરમતી નદીના કિનારે રિવરફ્રન્ટ ડેવલપમેન્ટનું કાર્ય કરવામાં આવ્યું. તે માટે સાબરમતી નદીના પટમાં રહેતા લોકોને 2010 થી 2014 ની વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદના બહેરામપુરા વિસ્તાર ખાતે મકાનો ફાળવવામાં આવ્યા હતા. આ મકાનો માત્ર 10 થી 15 વર્ષમાં ખૂબ જ જર્જરિત અને ભયજનક સ્થિતિ થઈ ગયા છે. આ મામલે ગુજરાત હાઇકોર્ટ સુનાવણી હાથ ધરવામાં આવી.

શું ટકોર કરી કોર્પોરેશનને હાઈકોર્ટેઃ આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ખંડપીઠે એએમસી ઉપર નારાજગી વ્યક્ત કરી અને પ્રશ્ન પૂછ્યું હતું કે, આ બાંધકામની ક્વોલિટી એવી તો કેવી હતી કે માત્ર 10 થી 15 વર્ષના શોર્ટ ટાઈમમાં જ મકાન જર્જિત અને ભયજનક થઈ ગયા? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પોતે જ મકાનના કબજેદારકોને આપેલી નોટિસમાં ઇમારતો ભયજનક અને જર્જિત હોવાનું લખ્યું છે તો આનો અર્થ શું થાય છે? બેંચે એવી ટકોર કરી હતી કે માત્ર ૧૦ થી ૧૫ વર્ષના સમયગાળામાં જો સરકારી યોજનાના હેઠળના મકાનો જર્જરિત અને ભયજનક બની જાય તો શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીએ ખરેખર તો આ મામલે ઇન્કવાયરી કરાવવી જોઈએ.

ત્યાર પછી ગુજરાત હાઇકોર્ટે જણાવ્યું કે, કોર્પોરેશનની દલીલ છે કે આ વિસ્તાર રેસીડેન્સીયલ ટાઉનશીપ હેઠળ આવે છે અને એ સંદર્ભના રેગ્યુલેશન અરજદારોની તકરારોને હલ કરવા સમર્થન છે. આથી આ વિસ્તારના રેસિડેન્સીયલ ટાઉનશીપ જાહેર કરવા અંગેનું નોટિફિકેશન બે સપ્તાહમાં કોર્પોરેશન કોર્ટ સમક્ષ રજૂ કરે અને આ મામલે સંબંધિત અધિકારી નોટિફિકેશન અને તમામ દસ્તાવેજો સહિત સોગંદનામુ કોર્ટમાં રજૂ કરે એવો આદેશ કરવામાં આવ્યું.

'તો કોર્પોરેશનની કોઈ જવાબદારી નહીં રહે' ઉલ્લેખનીય છે કે સાબરમતી નદી પટમાં રહેતા વિસ્થાપિતોને અમદાવાદના સિકંદર ભખતનગર બહેરામપુરામાં વર્ષ 2010 થી 2014 ની વચ્ચે આવાસ યોજના હેઠળ મકાનો ફાળવવામાં આવ્યા હતા. તે હવે મકાનો જર્જરિત હાલતમાં છે. તેથી લોકોને ઘણી મુશ્કિલો અને મકાનો પડી જાય અને કોઈ જાનહાનિ જેવી ઘટનાઓ બની જાય તો શું થશે? એવો ડર સતાવી રહ્યો છે. આ મામલે સિકંદર બહેમપુરાના અરજદારો તરફથી એડવોકેટ આફતાબ હુસેન અન્સારીએ સિંગલ જજના ચુકાદા સામે અપીલ કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે, અમદાવાદના રિવરફ્રન્ટના વિસ્થાપિતોને રહેણાંક માટે અન્ય વૈકલ્પિક વ્યવસ્થા આપવા ભાગરૂપે 2010 થી 2014 ના સમય દરમિયાન વિસ્થાપિતોને મકાનોની ફાળવણી કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની યોજના જવાહરલાલ નહેરુ અર્બન રિન્યુઅલ મિશન યોજના હેઠળ સમગ્ર કામગીરી કરવામાં આવી હતી. આ મકાનો રાજય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા બાંધવામાં આવ્યા હતા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એની ફાળવણી વિસ્થાપિતો માટે કરવામાં આવી હતી. બીપીએમસી એક્ટ હેઠળ આ મકાનોમાં રહેતી ખાનગી વ્યક્તિઓને વર્ષ 2023 માં કોર્પોરેશન દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. તે નોટિસમાં જણાવવામાં આવ્યું હતું કે, આ મકાનો જર્જરિત અવસ્થામાં છે અને ભયજનક સ્થિતિ હોવાના કારણે તે ત્યાંના લોકો માટે રહેવા લાયક નથી. તેથી જો ઈમારત પડી જશે તો કોર્પોરેશનની કોઈ પણ જવાબદારી રહેશે નહીં.

ઉલ્લેખનીય છે કે ત્યાં રહીશો તરફથી એવી રજૂઆત કરવામાં આવી હતી કે, અહીંયા 992 ફ્લેટમાં આશરે 5000 જેટલા લોકો રહે છે અને આશ્ચર્યની વાત એવી છે કે, માત્ર 10-15 વર્ષના ટૂંકા ગાળામાં જ આ આવાસ યોજના આ અવસ્થામાં આવી ગયા છે. આ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી 3-7 -2014 ના રોજ રહેણા લોકોને નોટિસ પાઠવવામાં આવી હતી.

ત્યાર પછી આ મામલે ગુજરાત હાઇકોર્ટના સિંગલ જજ સમક્ષ એક અરજી દાખલ કરવામાં આવી હતી. એમાં જણાવવામાં આવ્યું હતું કે, 10 થી 15 વર્ષના નજીવા સમયગાળામાં ઇમારતો જર્જરિત થઈ ગઈ અને ભજન આવી ગઈ એવા સવાલ ઉઠાવતા મામલે તપાસની માંગણીમાં કરવામાં આવી હતી.

  1. Ahmedabad: કાલુપુર અને સાંરગપુરના ટ્રાફિકનો આવશે અંત, 439 કરોડના ખર્ચે થશે બ્રિજનું નવીનીકરણ
  2. અમદાવાદના આ વિસ્તારમાં 1 વર્ષથી લોકોને પીવાના પાણી માટે વલખાં, AMC કચેરીમાં લાગ્યા 'હાય... હાય...'ના નારા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.