ETV Bharat / state

વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ, બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા - ICONIC PLACES IN BANASKANTHA

બનાસકાંઠા જિલ્લાના અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા પ્રતિષ્ઠિત સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા છે. જે હાલમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા
બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 11:04 AM IST

બનાસકાંઠા: જિલ્લાના અંબાજી, નડાબેટ, સ્મૃતિવન-ભુજ જેવા પ્રતિષ્ઠિત સ્થળોને ભવ્ય રોશનીથી શણગારાયા છે. જે હાલમાં પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળી 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રા શરૂ કરી હતી.

વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ: આ અવસરને વધાવવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉમંગભેર ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે.

બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા
બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા (ETV BHARAT GUJARAT)
બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા
બનાસકાંઠામાં પ્રતિષ્ઠિત સ્થળો રોશનીથી ઝગમગી ઉઠ્યા (ETV BHARAT GUJARAT)

મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભિત કરાયા: જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભન કરવામાં આવ્યા છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં આવેલ પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે સમગ્ર મંદિર પરિસર આકર્ષક રોશનીથી શણગારવામાં આવ્યું છે. નવરાત્રિના પાવન પર્વે અંબાજી મંદિરે દર્શને આવતા શ્રદ્ધાળુઓમાં મંદિર ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી દિવ્યતાનો અહેસાસ થઈ રહ્યો છે.

વિવિધ ઇમારતોને શણગારવામાં આવી: ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલ નડાબેટ ખાતે તથા વર્ષ 2001 માં કચ્છમાં આવેલા ધરતીકંપના પીડિતોને સમર્પિત એવા ભુજના સ્મૃતિવન સ્મારક અને મ્યુઝિયમની ઇમારતને પણ રોશનીથી શણગારવામાં આવી છે. અહી કરવામાં આવેલી સુંદર અને અદભૂત રોશની, મુલાકાતે આવતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બની રહી છે.

આ પણ વાંચો:

  1. કચ્છના રાજવી પરિવાર વચ્ચેનો વિવાદ સમેટાયો, પત્રીવિધિ લઈને હાઇકોર્ટે આપ્યો ચુકાદો
  2. આદિવાસી પરંપરાનું ઘેરૈયા નૃત્ય: શિવ-શક્તિનું અર્ધનારેશ્વર સ્વરૂપ લઈને પુરુષો રમે છે ગરબા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.