વડોદરાઃ ગુજરાતમાં હાલના દિવસોમાં વરસાદે ભારે તબાહી મચાવી છે. સતત વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે અને સામાન્ય લોકોથી લઈને ખાસ લોકો સુધી દરેકને કુદરતના મારનો સામનો કરવો પડી રહ્યો છે. વડોદરામાં પણ છેલ્લા કેટલાક કલાકો તો જાણે લોકો માટે શ્વાસ અધ્ધર થઈ જાય તેવા રહ્યા છે. એક તરફ પૂરના પાણીની ચિંતા તો બીજી તરફ પાણીમાં મગરની ચિંતા. જ્યાં કપરી સ્થિતિમાં ઘણા લોકો માનવતા પણ મહેકાવી રહ્યા છે.
વડોદરાની એક રેસ્ટોરન્ટે આપત્તિગ્રસ્તો માટે ખોલ્યા રસોડાના દ્વાર. હોપ્સ ફેમેલી નામક રેસ્ટોરન્ટે વ્યવસાય કરતા સેવાને મહત્વ આપી ૧૨૦૦ વ્યક્તિને પીરસ્યુ ગરમાગરમ ભોજન અને દૂધનું વિતરણ. #helpinghands #StrongGujarat_SafeGujarat #vadodara @CMOGuj @InfoGujarat @CollectorVad pic.twitter.com/VS81FYKMA0
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
કપરી સ્થિતિમાં એક બીજાનો ટેકો બન્યા
જ્યાં એક તરફ કહેવાય છે કે માણસ માણસનો થયો નહીં ત્યાં ઘણી ઘટનાઓ એવી પણ સામે આવે છે કે કુદરતે જેને ઘણું આપ્યું છે તે જરૂર પડ્યે અન્યોની મદદે પહોંચી જાય છે. આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. અહીં એક ખાનગી રેસ્ટોરાંના માલિકે પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને માણસાઈનું ઉદાહરણ પુરુ પાડ્યું છે. અહીં આ વીડિયોમાં આપ જોઈ શકો છો કો આ વ્યક્તિ જ્યાં દૂધ, પાણી સહિતની અન્ય સામગ્રીઓ ઉપરાંત ગરમાગરમ ભોજન સાથે લોકોની વચ્ચે પહોંચી આ બધી વસ્તુઓની વહેંચણી કરી રહ્યો છે. તેમણે અહીં 1200 જેટલા ફૂડ પેકેટ અને પીવાના પાણીની બોટલનું વિતરણ પણ કર્યું છે. વડોદરાની હોપ્સ ફેમેલી નામની એક રેસ્ટોરાંના વ્યવસાય સાથે જોડાયેલા વ્યક્તિએ 1200 લોકોને ગરમાગરમ ભોજન અને દૂધ પહોંચે તેની વ્યવસ્થા કરી હતી.
વડોદરા પોલીસની અનન્ય સેવા !
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
વડોદરા વિભિષિકામાં આપદાગ્રસ્ત પરિવારોમાં પોલીસકર્મીઓ દ્વારા પાણી પહોંચાડાયું !#SafeGujarat@Vadcitypolice@CollectorVad@ddo_vadodara @CMOGuj @InfoGujarat pic.twitter.com/50oWmz3RLS
ફતેહગંજ વિસ્તારમાં પોલીસકર્મીઓ દ્વારા આપત્તિગ્રસ્ત પરિવારોમાં પાણીનું વિતરણ કરાયું. #SafeGujarat #vadodara #alert @CollectorVad @ddo_vadodara @CMOGuj @InfoGujarat pic.twitter.com/URHsVIuW4C
— Info Vadodara GoG (@Info_Vadodara) August 29, 2024
વડોદરા પોલીસે પણ કર્યો સેવાયજ્ઞ
આ ઉપરાંત વડોદરા પોલીસ પણ ક્યાં પાછી પડે, વડોદરા વિભિષિકામાં આપદાગ્રસ્ત પરિવારો સુધી વડોદરા પોલીસના કર્મચારીઓ દ્વારા પીવાનું પાણી પુરુ પડાયું હતું. પોલીસ કમર સમા પાણીમાં ઉતરીને લોકોની મદદે હસ્તા મોંઢે પહોંચી હતી. ફતેગંજ વિસ્તારમાં પણ ખાખી આપત્તિગ્રસ્ત પરિવારો માટે પાણી લઈને પહોંચી હતી. પોતાના ઘર સુધી પાણી પહોંચતા લોકોના ચહેરા પર કેટલો આનંદ હતો એ પણ એક અલગ જ અનુભૂતિ આપનારો હતો. જ્યાં ત્યાં લક્ઝૂરિ પાછળની દોટ વચ્ચે એક બોટલ પાણી કેટલો સંતોષ આપી જાય છે તે અહીં જોવા મળ્યું હતું.