પાટણ: આજે ગુજરાત સહિત દેશભરમાં દિવાળીનો પાવન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે આ દિવસે લોકો દેવી-દેવતાને પ્રસન્ન કરવા આશીર્વાદ લેવા દેવસ્થાને હોમ,હવન યજ્ઞ કરી આશીર્વાદ મેળવતા હોય છે. ત્યારે પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા હાઇવે પર આવેલ રાપરિયા હનુમાનજી મહારાજના મંદિરે કાળી ચૌદશના દિવસે દર્શન કરવાનો અનેરો મહિમા આ વર્ષે પણ જોવા મળ્યો હતો અને મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યાં હતાં.
દિવાળી પર્વ નિમિત્તે આવતા તહેવારોને લઈને લોકો કાળીચૌદશનાં દિવસે પોતાના આસ્થાના પ્રતિક એવા હનુમાનજી દાદાનો યજ્ઞ કરતા હોય છે. હિન્દુ ધર્મની માન્યતા પ્રમાણે લોકો હનુમાનજી મંદિરે દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડતાં હોય છે અને દાદાને હોમ, હવન, યજ્ઞ કરી રીઝવતા હોય છે.
રાધનપુરમાં મહેસાણા હાઇવે પર આવેલા શ્રી રાપરિયા હનુમાન મંદિર ખાતે સાધુ સમાજના અગ્રણીઓ સહિત તમામ ભક્તોએ હનુમાનજીના યજ્ઞમાં આવ્યા હતાં અને ધન્યતા અનુભવી હતી. આ યજ્ઞ દરમિયાન 108 હનુમાન ચાલીસા અને એક હજાર આઠ હોમાત્મા હોમ મંત્ર સાથે યજ્ઞ કરવામાં આવ્યો હતો
2003થી જ્યારે રાપર હનુમાન મંદિર બનાવવામાં આવ્યું ત્યારથી જ અહીંયા દાદાના સાનિધ્યમાં આયોજન કરવામાં આવે છે અને કાળી ચૌદશે અમે હનુમાનજીની સાધના નહીં પરંતુ ભક્તિ કરીએ છીએ: નરસિંહભાઈ સાધુ, યજ્ઞ આચાર્ય