અમદાવાદઃ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત દરમ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ ભવ્ય યાત્રામાં 50,000થી વધુ લોકોના જોડાવાની શક્યતા છે, જે દેશભક્તિના ઉન્માદને બુલંદ કરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાશે. અમિત શાહ સાથે CM ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત નેતાઓ હાજરી આપશે. તેમજ BSF, ઘોડા પોલીસ, પોલીસ સહિત અનેક એજન્સીઓ તિરંગા યાત્રામાં જોડાશે.
10 ટેબ્લો મુકાશે સાથે અમદાવાદમાં થશે વિશાળ તિરંગા યાત્રા
આ તિરંગા યાત્રા શહેરના વિરાટનગરના કેસરીનંદન ચોકથી શરૂ થશે અને નિકોલ સુધીના માર્ગ પર પસાર થશે. યાત્રાના માર્ગ પર 10 ટેબ્લો મુકાશે, જે ભારતની આઝાદીના 78મા વર્ષના ગૌરવને ઉજાગર કરશે. આ ટેબ્લોઝમાં સ્વતંત્રતા સંગ્રામ, દેશના સ્વતંત્રતા સેનાનીઓ, અને આજના ભારતના વિકાસની ઝલક જોવા મળશે. શહેરીજનોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના જાગૃત થાય તેવા હેતુથી આ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
![અમદાવાદમાં તિરંગા યાત્રા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13-08-2024/gj-gnr-03-tirnga-yatra-video-7212235_13082024152654_1308f_1723543014_610.jpg)
બીજી તરફ ગઈકાલે વડોદરામાં યોજાયેલી તિરંગાયાત્રામાં ગૃહ સંઘવી હર્ષ સંઘવીએ સંબોધનમાં અમદાવાદ તિરંગાયાત્રાનો ઉલ્લેખ કરતા કહ્યું હતુ કે અમદાવાદની તિરંગા યાત્રા એટલી વિશાળ હશે તે યાત્રાના તમામ રેકોર્ડ તુટી જશે.