જૂનાગઢ: પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે.ત્યારે ભગવાન ભોળાનાથને ભાવિક ભક્તો દ્વારા આ પવિત્ર મહિનામાં ભગવાન શિવને અનોખી રીતે ભગવાનને શોભે એવા શણગાર કરીને ભક્તો દર્શન કરીને ધન્યતાની લાગણી અનુભવે છે. ત્યારે શ્રાવણ શુક્લા બારસના દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર શણગારથી શોભાયમાન કરવામાં આવ્યા હતા.
સોમેશ્વર મહાદેવને પવિત્ર શણગાર
રંગબેરંગી પવિત્રતાઓથી દિવ્યમાન બનેલા સોમેશ્વર મહાદેવના દર્શન કરીને શિવ ભક્તોએ પણ ભારે ધન્યતા અનુભવી હતી. શ્રાવણ શુક્લા બારસના પવિત્ર દિવસે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને પવિત્ર શણગારથી સજાવવામાં કરવામાં આવ્યા હતા. વૈષ્ણવ સંપ્રદાય દ્વારા શ્રાવણ શુકલ બારસને પવિત્રા બારસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
શિવભક્તો સાથે વૈષ્ણવોએ ધન્યતા અનુભવી
આજે વિષ્ણુ અને શીવના સંયોગ એવા પવિત્રા બારશના પ્રસંગે સોમનાથ મહાદેવને રંગબેરંગી પવિત્રાનો શણગાર કરીને શોભાયમાન કરવામાં આવ્યા હતા. જેના દર્શન કરીને શિવ ભક્તોએ ભારે ધન્યતા અનુભવી હતી. સનાતન ધર્મના શાસ્ત્રો મુજબ શિવ અને વિષ્ણુ એક જ સ્વરૂપ છે. શિવના હૃદયમાં વિષ્ણુ અને વિષ્ણુના હૃદયમાં શિવ સદાય બિરાજમાન થયેલા હોય છે. જેથી પવિત્રા શણગારના દર્શન કરીને વૈષ્ણવોની સાથે શિવ ભક્તોએ પણ ભારે ધન્યતા અનુભવી હતી.