ETV Bharat / state

Holi 2024 : સાડા પાંચ હજાર ફૂટ ઊંચાઈ પર હોલિકા દહન, ગિરનારના અંબાજી મંદિરમાં શ્રીફળ હોળી - Holi 2024

આગામી રવિવારે હોળીનો પવિત્ર તહેવાર છે. ઠેર ઠેર હોલિકા દહન કરી શ્રીફળ અર્પણ કરવાની પરંપરા છે. પરંતુ ગિરનાર પર્વત પર અંબાજી મંદિરમાં અનોખી ઉજવણી થાય છે. અહીં જમીનથી સાડા પાંચ હજાર ફૂટ ઊંચાઈએ શ્રીફળની હોળી પ્રગટાવવામાં આવે છે. જાણો આ હોલિકાનું ધાર્મિક મહત્વ...

અંબાજી મંદિરમાં શ્રીફળ હોળી
અંબાજી મંદિરમાં શ્રીફળ હોળી
author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 21, 2024, 10:50 AM IST

સાડા પાંચ હજાર ફૂટ ઊંચાઈ પર હોલિકા દહન

જૂનાગઢ : આગામી રવિવારે હોળી-ધૂળેટીનો તહેવાર છે. સનાતન સંસ્કૃતિમાં હોલિકાના પ્રાગટ્યનુ ખૂબ જ મહત્વ જોવા મળે છે. જૂનાગઢના ગિરનાર પર્વત પર અંબાજી મંદિર નજીક શ્રીફળની હોલિકા પ્રગટાવી પરંપરાગત રીતે હોલિકાનો તહેવાર મનાવવામાં આવે છે. જાણો શું છે હોલિકા દહનનું ધાર્મિક મહત્વ

ગિરનાર પર્વત પર હોલિકા દહન : ગિરનાર પર્વત પર સનાતન ધર્મની પરંપરા અનુસાર અનેક વર્ષો પહેલા હોળીના દિવસે શ્રીફળની હોળી પ્રગટાવવાની શરૂઆત થઈ હતી. આજે સદીઓ બાદ પણ આ પરંપરા જળવાયેલી છે અવિરત પણે જોવા મળે છે. સમગ્ર વર્ષ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં માઁ ભક્તો ગિરનાર પર્વત પર માઁ અંબાના દર્શન કરવા માટે શ્રદ્ધા સાથે આવતા હોય છે. આ પ્રત્યેક ભક્ત માતાને શ્રીફળ અર્પણ કરીને તેમની મનોકામના પૂર્ણ કરવા માટે પ્રાર્થના કરતા હોય છે. આવા વર્ષ દરમિયાન એકઠા થયેલા અનેક શ્રીફળ માતાજીની સમીપ સંગ્રહ કરવામાં આવે છે.

અંબાજી મંદિરમાં શ્રીફળની હોળી : હોલિકાના દિવસે ગિરનાર પર્વત પર આવેલા અંબાજી મંદિરમાં વહેલી સવારથી જ સેવકો દ્વારા માતાજીના દરબારમાં અર્પણ કરેલ શ્રીફળને હોલિકાના સ્વરૂપે ગોઠવવામાં આવે છે. દિવસ દરમિયાન શ્રીફળને ગોઠવવાની આ કામગીરી સતત ચાલે છે. હોલિકામાં શ્રીફળ અર્પણ કરવાની પરંપરા છે, પરંતુ શ્રીફળની હોલિકાનું સર્જન કરવાની એક માત્ર પરંપરા ગિરનાર પર્વત પર બિરાજી રહેલા માઁ અંબાના દરબારમાં છે. સાંજે શુભ ચોઘડીયે શ્રીફળની હોલિકાને પ્રગટાવ્યા બાદ સમગ્ર પંથકમાં હોલિકાને પ્રગટાવવાની એક પરંપરા છે. શ્રીફળની હોલિકાના દર્શન કરવા માટે લોકો પગપાળા ગિરનાર પર્વત પર પહોંચી આતુરતાથી રાહ જોતા હોય છે.

5,550 ફૂટ ઊંચાઈએ હોલિકા દહન : ગિરનાર પર્વત ઉપર જે જગ્યાએ માઁ અંબાનું મંદિર છે, તેની ઊંચાઈ જમીનથી 5,550 ફૂટ જેટલી માનવામાં આવે છે. આટલી ઊંચાઈ પર હોલિકા પ્રગટાવવામાં આવતી હોય તેવો પણ કદાચ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રથમ બનાવ હશે. પાછલા અનેક વર્ષોથી ગિરનાર પર્વત પર માઁ અંબાજી શક્તિપીઠ તરીકે બિરાજે છે. ત્યારથી અહીં હોલિકાને પ્રગટાવવાનો પરંપરા શરૂ થઈ છે, જે આજે અનેક સદીઓ બાદ પણ સતત અને અવિરત જોવા મળે છે.

  1. ભવનાથમાં પ્લાસ્ટિક પર પ્રતિબંધના કારણે પાણીને લઈને ભારે મુશ્કેલી, તંત્ર દ્રારા અન્ય વિકલ્પ ઉભો ન કરાતાં સાધુ સંતોએ વ્યક્ત કર્યો આક્રોશ
  2. Mahashivratri 2024: 'બમ બમ ભોલે'ના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરમાં શિવ ભક્તો ઉમટ્યાં

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.