ETV Bharat / state

જામનગરમાં ધોધમાર વરસાદે તારાજી સર્જી, જુઓ પાણી ઓસર્યા બાદના ગંભીર દ્રશ્યો... - jamnagar rainfall update - JAMNAGAR RAINFALL UPDATE

સતત પડી રહેલા વરસાદથી જામનગરમાં તારાજી સર્જી છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. Heavy rains in Jamnagar

જામનગરમાં ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ
જામનગરમાં ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2024, 2:16 PM IST

જામનગરમાં ધોધમાર વરસાદથી વિકરાળ સ્થિતિ (Etv Bharat Gujarat)

જામનગર: છેલ્લા ત્રણ દિવસથી જામનગર શહેરમાં અનરાધાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે શહેરમાં જળબંબાળ જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે, ઘરોમાં પાણી ઘૂસી ગયા છે અને લોકોના જીવન અને મિલકતને ભારે નુકસાન થયું છે. જામનગરના રામેશ્વર નગરમાં આવેલા નવજીવન સોસાયટીમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર : શહેરના રણજીતસાગર રોડ, સરદાર પાર્ક, વ્રજ, આશીર્વાદ, મંગલદીપ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઘરોમાં પાણી ઘૂસી જવાથી ઘરવખરી, અનાજ, કઠોળ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો સહિતની વસ્તુઓ બગડી ગઈ છે. ઘરોમાં કાદવ કિચડ ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રંગમતી નદી બે કાંઠે વહી રહી છે. જામનગર જિલ્લાના તમામ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દ્વારા રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રોજિંદા જીવન પર અસર: NDRFની ટીમને રાહત અને બચાવ કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પાણી ભરાયેલા વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ભારે વરસાદને કારણે જામનગર શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. લોકોને રોજિંદા જીવન જીવવામાં ભારે મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના વેપાર-ધંધા પણ પ્રભાવિત થયા છે.

લોકોને સૂચન કરાયા: જામનગર નગરપાલિકા દ્વારા પાણી નિકાલની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. પરંતુ ભારે વરસાદને કારણે પાણી નિકાલની કામગીરીમાં મુશ્કેલીઓ પડી રહી છે. શહેરના લોકોને આપત્કાલિન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. લોકોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પાણી ભરાયેલા વિસ્તારોમાંથી દૂર રહે અને જરૂરી સાવચેતી રાખે.

  1. ETV Bharat ગ્રાઉન્ડ રિપોર્ટ: કચ્છનું માંડવી જળબંબાકાર!, કલેક્ટરે ભયજનક સ્થળોએ પ્રતિબંધાત્મક હુકમ ફરમાવ્યો - kutch rainfall update
  2. પોરબંદરમાં ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન, લગભગ 74 લોકોને બચાવાયા - porbandar rainfall update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.