ગાંધીનગર: રાજ્યમાં સર્વત્ર ચોમાસુ જામ્યું છે. સાથે મંગળવારે સવારના 10 વાગ્યા સુધીમાં એકંદરે 23.7 ઇંચ (602.12mm) વરસાદ પડ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં સરેરાશ 68.19 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા ત્રણ વર્ષની સરકહમની હાલ આ વર્ષે કેટલો વરસાદ થઈ રહ્યો છે જાણો.
જોકે હાલ આ વર્ષે રાજ્યમાં 39 જિલ્લાઓમાં 3.9 ઇંચ (100mm)થી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે 65 જિલ્લામાં 501 થી 1000mm, 108 જિલ્લામાં 251 થી 500mm, 39 જિલ્લામાં 126 થી 250mm સુધી વરસાદ પડ્યો છે.
- રાજ્યમાં કચ્છમાં અત્યાર સુધી સીઝનનો સૌથી વધુ 86.68% વરસાદ પડ્યો છે.
- ઉત્તર ગુજરાતમાં 50.98% વરસાદ પડ્યો છે.
- મધ્ય ગુજરાતમાં 48.57% વરસાદ પડ્યો છે.
- સૌરાષ્ટ્રમાં 78.9% વરસાદ પડ્યો છે.
- દક્ષિણ ગુજરાતમાં 82.24% વરસાદ પડ્યો છે.
24 કલાકમાં 32 જિલ્લાના 168 તાલુકામાં વરસાદ: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 જિલ્લાના 168 તાલુકામાં વરસાદ પડ્યો છે. 24 કલાકમાં રાજ્યનો સરેરાશ વરસાદ 4.29mm રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં આણંદ, વલસાડ, વડોદરા અને ડાંગ જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદ નોંધાયો છે.
ગુજરાતની જીવા દોરી સમાન સરદાર સરોવર ડેમ 62.98% ભરાયો છે. જ્યારે રાજ્યના અન્ય 206 માં 59.57 ટકા પાણી ભરાયું છે. 47 ડેમ સો ટકા ભરાઈ જતા સ્થાનિક ગ્રામ વાસીઓને અને ખેડૂતોને રાહત થઈ છે. જ્યારે,
- 39 ડેમ 70 થી 100 ટકા
- 20 ડેમ 50 થી 70 ટકા
- 43 ડેમ 25 થી 50 ટકા
- 57 ડેમ 25% થી ઓછા ભરાયા છે.