ETV Bharat / state

આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી : પૂરથી અસરગ્રસ્ત જિલ્લાની મદદે 35 મેડિકલ ટીમ રવાના - Gujarat rainfall update - GUJARAT RAINFALL UPDATE

છેલ્લા ચાર દિવસથી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં ભારે વરસાદ છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાથી વરસાદથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગે અગમચેતીના પગલા લઈ સ્વાસ્થ્ય ચકાસણી હાથ ધરી છે. પ્રારંભિક તબક્કે કુલ 35 મેડિકલ ટીમ પ્રજાજનોની સેવામાં મોકલવામાં આવી છે.

આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી
આરોગ્ય વિભાગની યુદ્ધના ધોરણે કામગીરી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 1:56 PM IST

ગાંધીનગર : છેલ્લા ચાર દિવસથી રાજ્યના વિવિધ જિલ્લામાં અતિભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની સૂચનાને પગલે ભારે વરસાદથી પ્રભાવિત વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં કુલ 35 મેડિકલ ટીમ પાંચ દિવસ માટે મોકલવામાં આવી છે.

અસરગ્રસ્ત જિલ્લામાં આરોગ્ય સેવા : રાજ્યમાં સુરત, ભાવનગર, ગાંધીનગર, અમદાવાદ અને રાજકોટથી તબીબોની મેડિકલ ટીમ ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં જરૂરી દવાઓના જથ્થા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે મોકલવામાં આવી છે. આ ટીમ સ્થાનિક લોકોના સ્વાસ્થ્ય ચકાસણી સહિત પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેના સઘન પ્રયાસો હાથ ધરશે. ભારે વરસાદથી પ્રભાવિત જિલ્લામાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર આરોગ્યની ટીમ મોકલાશે.

સ્પેશિયલ મેડિકલ ટીમ
સ્પેશિયલ મેડિકલ ટીમ (ETV Bharat Gujarat)

કુલ 35 આરોગ્ય ટીમ તૈનાત : વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે 20, વડોદરા જિલ્લામાં 10, 2 ટીમ મોરબી અને 3 ટીમ પોરબંદર જિલ્લામાં મૂકવામાં આવી છે. આગામી સમયમાં જરૂર જણાશે તે પ્રમાણે તબક્કાવાર વરસાદથી પ્રભાવિત જિલ્લામાં ટીમ મોકલાશે. આ ટીમમાં સુરતથી 5, ભાવનગરથી 5, ગાંધીનગર અને અમદાવાદથી 10-10 અને રાજકોટથી 5 એમ કુલ 35 ટીમને જરૂરી દવા, સંસાધનો અને એમ્બ્યુલન્સ સાથે વડોદરા, મોરબી અને પોરબંદર જિલ્લામાં પાંચ દિવસ માટે પ્રારંભિક મોકલવામાં આવી છે.

કેવી છે સ્પેશિયલ મેડિકલ ટીમ ? દરેક ટીમમાં એક મેડિકલ ઓફિસર, 2 પેરામેડિકલ સ્ટાફ, ડ્રાઇવર અને અન્ય જરૂરી સંસાધનો સાથે પ્રજાજનોની સ્વાસ્થ્ય દરકાર માટે ફરજરત બન્યા છે. તમામ ટીમ દ્વારા ત્રણે જિલ્લામાં યુધ્ધના ધોરણે આજ સવારથી જ મેડિકલ ચેકઅપ કેમ્પ આરંભી દેવામાં આવ્યા છે. આ ટીમ વરસાદથી પ્રભાવિત વિવિધ વિસ્તારોમાં જઈને સ્થાનિક લોકોના સ્વાસ્થ્યને લગતી જરૂરી ચકાસણી કરી રહી છે.

સ્થાનિક આરોગ્ય તંત્રનો સહયોગ
સ્થાનિક આરોગ્ય તંત્રનો સહયોગ (ETV Bharat Gujarat)

સ્થાનિક આરોગ્ય તંત્રનો સહયોગ : આ ટીમ વિવિધ અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી નાગરિકોની પ્રાથમિક આરોગ્ય ચકાસણી કરશે. પાણીમાં કલોરીનેશન પણ ચકાસવામાં આવશે. તદ્ઉપરાંત સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા પાણીજન્ય અને મચ્છરજન્ય રોગનો ઉપદ્રવ અટકાવવા માટે દવા છંટકાવની કામગીરી આરંભી દેવામાં આવી છે. વધુમાં અન્ય પ્રાથમિક સારવાર પૂરી પાડવા સ્થાનિક જિલ્લા ક્ષેત્રે હોસ્પિટલમાં તમામ પૂર્વ તૈયારીઓ કરી દેવામાં આવી છે. રાજ્યમાં CHC and PHC ખાતે 1262 એમ્બ્યુલન્સ અને અન્ય 802 જેટલી 108 ની એમ્બ્યુલન્સને ઇમરજન્સી સેવાઓ માટે તૈનાત રાખવામાં આવી છે.

  1. પૂરની સ્થિતિ વચ્ચે વડોદરાની મુલાકાતે ઋષિકેશ પટેલ
  2. રાજ્યમાં વરસાદની સ્થિતિ અંગે CM પટેલે સમીક્ષા કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.