વડોદરા: 18 જાન્યુઆરીના રોજ વડોદરા શહેરમાં હરણી બોટકાંડની દુર્ઘટના બની હતી, જેમાં માસુમ બાળકો સહિત શિક્ષકોએ જીવ ગુમાવ્યો હતો. આજે આ ઘટનાનો એક મહિનો પૂર્ણ થયો છતાં પણ મૃતકોના પરિવારજનો ન્યાય માટે તડફી રહ્યા છે. કોર્પોરેશન દ્વારા 28 દિવસબાદ 6 અધિકારીઓની નોટિસ આપીને એકઅધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે, પરંતુ સ્કૂલ સંચાલકો સામે કોઈપણ જાતની કાર્યવાહી DEO દ્વારા કરવામાં આવી નથી, માત્ર નોટિસ પાઠવી સંતોષ માનવામાં આવ્યો છે. ત્યારે એક સામાજિક કાર્યકરે હરણી લેક ઝોનના મુખ્ય ગેટથી અર્ધનગ્રથઈ છાતી પર 'ન્યાય આપો' સ્લોગન લખાવીને દુર્ઘટના સ્થળ સુધી પહોંચી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ વહીવટ કર્તાઓની આંખો ઉઘાડી હતી.
પરિવારજનોને ન્યાય મળે તે માટે અનોખી રીતે શ્રદ્ધાંજલિ: અતુલ ગામેચીએ હરણી લેક ઝોનના મુખ્યગેટથી શર્ટ કાઢીને ફૂટપાથ ઉપર ગુલાટી મારતા મારતા દુર્ઘટના સ્થળ સુધી પહોંચી 13 માસુમ બાળકો અને 2 શિક્ષકોના ફોટોગ્રાફ્સ ઉપર કુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમજ આ પરિવારજનોને ન્યાય મળે તે માટે સરકાર દ્વારા રિપોર્ટ રજૂ કરવામાં આવે અને સાથે જ કોર્પોરેશનની મોટી માછલીઓ અને શાળા સંચાલકોને બચાવવામાં આવી રહ્યા છે. ત્યારે ગૃહ રાજ્યમંત્રીએ આપેલા નિવેદનમાં કોઈ પણ ચરમબંધીને છોડવામાં નહીં આવે. છતાં પણ હજુ મોટી માછલીઓ અને સ્કૂલ સંચાલક સામે કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નથી.
સમગ્ર ઘટના અંગે એક સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ જણાવ્યું હતું કે, હરણી બોટ દુર્ઘટનાને એક માસ આજે થવા આવ્યો છે. કલેક્ટરે સરકારને રિપોર્ટ સોંપ્યો છે છતાં સરકાર દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. ઘટના સમયે ગૃહ રાજ્યમંત્રીના નિવેદનનું શું થયું ? સરકારને રિપોર્ટ રજૂ કરવાની માંગ સામાજીક કાર્યકરે જણાવ્યું હતું કે અમારી નજર શાળા સંચાલકો અને મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ ઉપર છે. આ સરકાર સત્વરે રિપોર્ટ રજૂ કરે તેવી અમારી માંગ છે.
માત્ર 1 અધિકારીને સસ્પેન્ડ: સમગ્ર દુર્ધટનામાં પોલીસે ફરિયાદ નોંધી લેક ઝોનનું સંચાલન કરનાર સામે કાર્યાવહીના ભાગરૂપે 20 જેટલા આરોપી ઝડપી લીધા છે. પરંતુ કોર્પોરેશન દ્વારા 28 દિવસ બાદ 6 અધિકારીઓને નોટિસ આપવામાં આવે છે અને એમાંથી એકઅધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. ત્યારે હજુ સ્કૂલ સંચાલકો સામે કોઈ પણ જાતની કાર્યવાહી કે DEO દ્વારા કોઈ એક્શન લેવામાં આવ્યા નથી,માત્ર નોટિસ પાઠવવામાં આવી છે. એક સામાજિક આગેવાન અને કાર્યકર એવા અતુલગામેચી દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવવા પીડિત પરિવારોને ન્યાય મળે તે માટે વિરોધ દર્શાવ્યો હતો.