ETV Bharat / state

ભગવાન જગન્નાથની અનોખી સેવા કરતા ભાવનગર હરિભક્તો : વરિષ્ઠ નાગરિકો માટે બન્યા પ્રેરણારુપ - Jagannath Rath Yatra 2024 - JAGANNATH RATH YATRA 2024

ભાવનગર શહેરમાં ભગવાન જગન્નાથની 39 મી રથયાત્રા નીકળશે. છેલ્લા 30 વર્ષથી હરજીવનભાઈ અને 25 વર્ષથી પ્રફુલ્લાબેન સેવાયજ્ઞમાં યોગદાન આપી રહ્યા છે. તેમના જીવનમાં અનેક ઘડીઓ કઠીન આવવા છતાં સેવાભાવ છોડ્યો નથી. હરજીવનભાઈએ જીવન અર્પણ કર્યું તો પ્રફુલ્લાબેને પુરીમાં દર્શન કર્યા બાદ સેવાભાવ જાગ્યો, જે અવીરત ચાલી રહ્યો છે. જાણો ભાવનગરના હરિભક્તોની પ્રેરણાદાયી વાત...

ભાવનગરના હરિભક્તો
ભાવનગરના હરિભક્તો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 1, 2024, 5:44 PM IST

ભાવનગર : ભગવાન જગન્નાથ દરવર્ષે નગરચર્યાએ નીકળે ત્યારે ટીપટોપ લુક હોવો જોઈએ ને ? મિત્રો, આપણે પણ ઠાઠમાઠથી તૈયાર થઈને ફરવા જઈએ છે. ભગવાનને તૈયાર કરવા માટે તેમના વાઘા અને સાફો હંમેશા આકર્ષણનું કેન્દ્ર હોય છે. ભાવનગર શહેરની એક મહિલાના સાફા અને એક પુરુષના બનાવેલા વાઘા પહેરીને છેલ્લા 30 વર્ષથી ભગવાન નગરચર્યાએ નીકળે છે. ભાવનગરના આ હરિભક્તોએ પોતાનું જીવન ભગવાનની સેવામાં અર્પણ કર્યું છે.

ભગવાન જગન્નાથની અનોખી સેવા કરતા ભાવનગર હરિભક્તો (ETV Bharat Reporter)
  • સુંદર વાઘા બનાવતા હરિભક્ત હરજીવનદાસ

ભાવનગરની રથયાત્રામાં ભગવાન જગન્નાથને પહેરાવાના વાઘા બનાવવાનું કામ હરજીવનભાઈ દાણીધરીયા છેલ્લા 35 વર્ષથી કરી રહ્યા છે. BSNL માં ફરજ નિભાવી નિવૃત બનેલા હરજીવનભાઈ આ કામ સેવાના ભાવે કરે છે. નવીન વાત એ છે કે તેઓ દરજી સમાજ નહીં પણ સાધુ સમાજમાંથી આવે છે. તેમના પિતા પણ નોકરીયાત હતા. હરજીવનદાસે જણાવ્યું કે, લગભગ 30-35 વર્ષથી વાઘા તૈયાર કરું છું. જેનું મટીરીયલ લોકો આપે છે, હું કોઈ લેબર છે મજૂરી ચાર્જ લેતા નથી. આ કામ સેવાના ભાવથી કરીએ છીએ. આ સિવાય ભાવનગર, નારી, સોનગઢ અને પાંચવડાના ઘણા મંદિરમાં સેવા આપુ છું.

સુંદર વાઘા બનાવતા હરિભક્ત હરજીવનદાસ
સુંદર વાઘા બનાવતા હરિભક્ત હરજીવનદાસ (ETV Bharat Reporter)

હરજીવનદાસે વધુમાં કહ્યું કે, હરિદ્વાર કે વૃંદાવન ગયા હોય તો એ લોકો ત્યાંથી લાવી દે તો તેના પણ વાઘા સેવા માટે તૈયાર કરું છું. પહેલા હું ધંધાકીય સીવણ કરતો, પણ મારી પાસે સરકારની નોકરી છે, એટલે આ ભગવાનના વાઘાનું સેવાનું કામ શરૂ કર્યું . મારા બા સંચાનું કામ અને સિલાઈ કામ કરતા. તેમણે મને સીધું સીધું જેટલું કામ હોય એવું મને શીખવા આપ્યું અને હું ધીરે ધીરે શીખી ગયો. મેં કોઈ ક્લાસ કર્યા નથી. પોતાની સૂઝબૂઝથી જ સીવણ શીખ્યો છું.

  • ભગવાનનો તાજ તૈયાર કરતા પ્રફુલ્લાબેન

25 વર્ષથી ભગવાન જગન્નાથજીના સાફા બનાવતા પ્રફુલાબેન રાઠોડે ETV BHARAT સાથે વાતચીત કરતા જણાવ્યું કે, અમે બંને માણસ પુરી ગયા હતા. જગન્નાથજીની યાત્રા કરી અને પુરીથી પાછા આવ્યા બાદ સાફા બનાવવાની શરૂઆત કરી હતી. 25 વર્ષથી ભગવાનના સાફા બનાવું છું. રામમમંત્ર મંદિર, હનુમાનજી મંદિર, સુરાપુરા દાદા અને વચ્છરાજ દાદાના પણ સાફા બનાવું છું.

ભગવાનનો તાજ તૈયાર કરતા પ્રફુલ્લાબેન
ભગવાનનો તાજ તૈયાર કરતા પ્રફુલ્લાબેન (ETV Bharat Reporter)

પ્રફુલ્લાબેન રામમંત્ર મંદિર સ્કૂલમાં આચાર્ય હતા અને વર્ષ 2000 પહેલા સાફા બનાવવાની શરૂઆત કરી હતી. પ્રફુલ્લાબેનને 2020માં બે વખત બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો, જેમાં તેમનું જમણા ભાગનું શરીર પેરેલિસિસના ઝપટમાં આવી ગયું હતું. પરંતુ તેઓ લડ્યા અને આજે પણ ભગવાનના સાફા બનાવે છે.

ભાવનગર હરિભક્તો : ભાવનગરમાં છેલ્લા 30 વર્ષથી હરજીવનભાઈ અને પ્રફુલાબેન ભગવાન જગન્નાથની રથયાત્રામાં પોતાનું યોગદાન આપી રહ્યા છે. સેવાના ભાવે હરજીવનભાઈ વાઘા બનાવી આપે છે, તો પ્રફુલાબેન સાફા બનાવી આપે છે. બંનેની જીવન સફર વિશે આપણે જાણ્યું કે, બંનેને ક્યાંકને ક્યાંક ઈશ્વરનો સંકેત મળ્યા બાદ સેવાનો ભાવ પ્રગટ થયો અને વર્ષોથી આ સેવાને તક સ્વરૂપે ઝડપીને આજે પણ નિભાવી રહ્યા છે.

  1. રથયાત્રા પહેલા કઈ રીતે તૈયાર થાય છે કેસરીયો માહોલ, જાણો ભાવનગર રથયાત્રાની તૈયારી
  2. ભાવનગરમાં જગન્નાથજી ભગવાનને નદીઓના નીરથી કરાયો જળાભિષેક Lord Jagannath

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.