ETV Bharat / state

રાજ્યના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ, સરદાર સરોવર ડેમમાં ૫૩%થી વધુ જળ સંગ્રહ - Gujarat monsoon

author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 29, 2024, 1:06 PM IST

રાજ્યમાં વરસી રહેલા ભારે વરસાદના પરિણામે ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત સાત જળાશયોમાં ૯૦ ટકાથી ૧૦૦ ભરાતા હાઈ એલર્ટ જાહેર કરાયા છે. Gujarat weather updates

રાજ્યના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાયા
રાજ્યના ૪૫ જળાશયો સંપૂર્ણ છલકાયા (File Photo)

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદના પગલે અનેક નદીઓ, જળાશયો અને ડેમો અને નાના મોટા ચેકડેમોને છલકાવી નાખ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪૫ જળાશયો સંપૂર્ણપણે છલકાઈ જતાં હાઈ એલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૭૮,૨૮૬ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૩.૩૭ ટકા જળસંગ્રહ નોંધાયો છે. આ સિવાય રાજ્યના અન્ય ૨૦૬ જળાશયોમાં ૨,૬૪, ૩૬૨ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૭.૧૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે તેમ, જળ સંપત્તિ વિભાગના અહેવાલમાં જણાવાયું છે.

રાજ્યના જળાશયોમાં નવા નીર: રાજ્યમાં ભારે વરસાદના પરિણામે સરદાર સરોવર યોજનામાં ૨૩,૪૮૬ ક્યુસેક, ઉકાઈમાં ૩૬,૩૦૭ ક્યુસેક, દમણગંગામાં ૭,૦૧૮ ક્યુસેક, કડાણામાં ૬,૬૭૪ ક્યુસેક, પાનમમાં ૬,૬૪૮ ક્યુસેક અને હડફમાં ૫૫૦૦ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. આ સિવાય રાજ્યના ૩૦ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ અપાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૮ ડેમ ૫૦ થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે જ્યારે ૩૬ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે.

આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૫૩.૨૯ ટકા, સૌરાષ્ટ્રના ૧૪૧માં ૫૦.૮૮ ટકા, કચ્છના ૨૦માં ૪૯.૯૨ ટકા, મધ્ય ગુજરાતના ૧૭માં ૩૭.૨૯ ટકા, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૪૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે.

  1. અમદાવાદમાં વહેલી સવારથી મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, જાણો રાજ્યની સ્થિતિ... - Gujarat weather update

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.