હૈદરાબાદ: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. જેમાં સપ્ટેમ્બર મહિનાની 25, 26, 27ના રોજ વરસાદની સંભાવના છે. તમને જણાવી દઈએ કે, ગુજરાતમાં ચોમાસાનું આગમન આ વર્ષે 15-20 જૂનના આસપાસ શરૂ થયું હતું. જ્યારે 25-26 જૂનના આસપાસ સમગ્ર રાજ્યમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદનું આગમન થઈ ગયું હતું. આમ રાજ્યમાં ચોમાસાની ઋતુને શરૂ થઈને લગભગ ત્રણ મહિના થઈ ચૂક્યા છે. આ દરમિયાન ચાર મહિનાની આ ઋતુ ક્યારે સમાપ્ત થશે તે માટે હવામાન વિભાગે આગાહી કરી છે.
25 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 25 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે.
26 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 26 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે.
27 સપ્ટેમ્બર 2024ની હવામાન આગાહી
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 27 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. જ્યારે રાજ્યના અન્ય જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહિવત છે.
રાજ્યમાં ચોમાસાની સમાપ્તિ: ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સામાન્ય રીતે કચ્છ વિસ્તારમાં 20 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બરમાં ચોમાસુ પૂર્ણ થશે જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં લગભગ 30 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબરમાં ચોમાસું પૂર્ણ થશે. આમ વાસ્તવમાં સંપૂર્ણ ગુજરાતમાં સોમસની ઋતુની સમાપ્તિ 3 થી 5 ઓક્ટોબરની વચ્ચે થશે અને ત્યારબાદ શિયાળાની ઋતુનું આગમન થશે.
આ પણ વાંચો: