અમદાવાદ: ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. એક સમયે ઉનાળા દરમિયાન કાળઝાળ ગરમીથી ત્રાસી ગયેલા લોકો હાલ વરસાદના કારણે હેરાન પરેશાન થઈ ગયા છે. ગુજરાતમાં છેલ્લા કેટલાસ સમયથી ભારે તેમજ અતિ ભારે વરસાદ થઈ રહ્યો છે. જેના પરિણામે જનજીવન ખોરવાઇ ગયું છે.
Rainfall Warning : Gujarat Region 04th-05th August 2024
— India Meteorological Department (@Indiametdept) August 4, 2024
वर्षा की चेतावनी : 04th- 05th अगस्त 2024 को गुजरात क्षेत्र :
#weatherupdate #rainfallwarning #IMDWeatherUpdate #Gujarat @moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/UeZFRwWoJX
Rainfall Warning : Gujarat Region 04th August 2024
— India Meteorological Department (@Indiametdept) August 4, 2024
वर्षा की चेतावनी : 04th अगस्त 2024 को गुजरात क्षेत्र :#weatherupdate #rainfallwarning #IMDWeatherUpdate #Gujarat@moesgoi @ndmaindia @DDNational @airnewsalerts pic.twitter.com/MujsIhpeWe
ગઈ કાલે થયો હતો ભારે વરસાદ: ગઈ કાલે એટલે કે 4 ઓગસ્ટના રોજ ગુજરાતનાં ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ હતું. આ ચાર જિલ્લા બનાસકાંઠા, સમબરકાંઠા, નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યના પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. આ જિલ્લાઓ પાટણ, મહેસાણા, સુરત, વાપી અને ડાંગ છે. ગઈ કાલે આ તમામ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસ્યો હતો.
આજે શું છે વરસાદી વાદળાઓની સ્થિતિ: આ સાથે ભારતીય હવામાન વિભાગની માહિતી પ્રમાણે 5 ઓગસ્ટ એટલે કે આજ રોજ રાજ્યના બે જિલ્લાઓ નવસારી અને વલસાડ તેમજ દાદરા નગર હવેલીના ઓરેંગ એલર્ટ છે. એટલે અહીંયા વિસ્તારોમાં ભારે વરસાદ થવી સંભાવના છે. જ્યારે દક્ષિણ ગુજરાતનાં પાંચ જિલ્લા સુરત, ભરૂચ, નર્મદા, તાપી, અને ડાંગમાં તકેદારી રાખવાની સૂચના હવામાન વિભાગે આપી છે.
શું કહે છે હવામાન વિભાગની આગાહી: જ્યારે આવતી કાલે એટલે કે 6 ઓગસ્ટના રોજ રાજુયાના માત્ર બે વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ નવસારી, વલસાડ તેમજ દાદરા નગર હવેલી છે. જય માત્ર તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી છે.
એક વિશ્લેષણ: અહીં નોંધનીય બાબત છે કે, ગુજરાતમાં થઈ રહેલા ભારે વરસાદ મોત ભાગે દક્ષિણ ગુજરાતમાં વધુ જોવા મળે છે. જ્યારે હવે વરસાદ વાદળો ઉપરના તરફ સરકતા ઉત્તર ગુજરાત તરફ સરકતા ત્યાંનાં રાજ્યોમાં પણ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે. અહી અન્ય બાબત એ છે કે ભારે વરસાદ થાય છે પરંતુ ઘણા રાજ્યોમાં જ્યાં ડેમ આવેલા છે ત્યાં ગયા વર્ષની સરખામણીએ ઓછો વરસાદ થયાની મહિતી મળી રહી છે.