રાધનપુર: પાટણ જિલ્લામાં ભારે ઉકળાટ અને 2 દિવસ થી પડી રહેલ ભારે ગરમી અને બફારા બાદ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો હતો.ત્યારે જિલ્લાના રાધનપુર શહેર સહિત તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો હતો.એકાએક વાતાવરણ માં પલટો આવતા વરસાદી ઝાપટાને લઇ વાતાવરણ માં ઠંડક પ્રસરી જતા લોકોને ગરમી થી રાહત મળતા હાશકારો અનુભવ્યો હતો.વિસ્તારમાં વીજળીના કડાકા અને પવન સાથે વરસાદી માહોલ જામ્યો હતો.રાધનપુર શહેરમાં બજારમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયાં હતાં.
રાધનપુર શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાનું ફરી વિરામ બાદ આગમન થયું છે.ત્યારે રાધનપુરના કલ્યાણપુરા, મોટી પીપળી, સાતુન,કમાલપુર શબ્દલપુરા, નજુપુરા, સિનાડ નાનાપુરા , કામલકપુર સહીતનાં અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નું આગમન થતાં ખેડૂત વર્ગ માટે ખુશીના સમાચાર અને ખેડૂત વર્ગમાં ખુશીનો માહોલ છવાયો છે.
પાટણ જિલ્લાના સિધ્ધપુર,રાધનપુર,સાંતલપુર, સમી તાલુકામાં વરસાદ વરસ્યો હતો.અને વરસાદ નું આગમન થતાં ખેડૂતોમાં ખુશી નું વાતાવરણ છવાયું છે.જિલ્લામાં વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો.અને મોટા ભાગના તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો.જેના જિલ્લાના રાધનપુર તાલુકામાં આશા સાથે અને આતુરતાથી વરસાદ ની રાહ જોતા ખેડૂતો ની આશા બંધાણી છે તો પંથકમાં લોકોએ વરસાદી માહોલ માણ્યો હતો.રાધનપુર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે તો ભારે ઉકળાટ અને સતત 2 દીવસ થી પડી રહેલ ભારે ગરમીને લઇને વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.