અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ પઢવાના વિવાદથી ચકચાર મચી જવા પામી છે. આ વિવાદમાં ABVP દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદન પણ આપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર બાદ આ વિવાદ સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે.
વાઈસ ચાન્સેલરે આપ્યું નિવેદનઃ ગુજરાત યુનિવર્સિટીમાં નમાજ પઢવાના વિવાદમાં વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, આ ઘટનાના લીધે જ્યાં પણ અમને ખોટ દેખાઈ છે ત્યાં પગલાં લેવામાં આવ્યા છે. સ્ટાફની બદલી કરવામાં આવી છે. સિક્યુરિટીમાં ઓછી જણાતા અમે તેમાં વધારો કર્યો છે. આ ઉપરાંત ધાર્મિક ઉપાસના ગ્રુપમાં કરવી હોય તો ઉપાસના સ્થળે જવું નહિતર પોતપોતાના રૂમમાં ઉપાસના કરે તેવી સૂચના અપાઈ ગઈ છે.
NRI હોસ્ટેલમાં જગ્યા અપાશેઃ વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાએ જણાવ્યું કે, NRI હોસ્ટેલ બે વર્ષથી બનીને તૈયાર છે. ફાયર સેફટીના અભાવે તેમાં વિદ્યાર્થીઓને જગ્યા ફાળવાઈ ન હતી. 2 દિવસ પહેલા જ અમને ફાયર NOC મળી છે. હવે વિદ્યાર્થીઓને ત્યાં જગ્યા આપવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓની સીક્યુરિટી માટે એક્સ આર્મીમેનને મુકવામાં આવે છે. નવી હોસ્ટેલને એલોટમેન્ટ કરતા પહેલા વિઝિટર્સની 'નો એન્ટ્રી' માટેની ચર્ચા પણ કરવામાં આવી છે. અમે એક કમિટી બનાવી છે જે વીડિઓઝ વાયરલ થયા છે તેની તપાસ કરવામાં આવશે. આ રીપોર્ટમાં હુમલાખોરો યુનિવર્સિટીના છે કે બહારના તેની માહિતી મળશે. આ વિવાદમાં ABVP દ્વારા વાઈસ ચાન્સેલરને આવેદન પણ આપવામાં આવ્યું છે. આ આવેદન પત્ર બાદ આ વિવાદ સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર નીરજા ગુપ્તાનું નિવેદન પણ સામે આવ્યું છે.