ETV Bharat / state

મેઘરાજાએ બોલાવી ઘડબડાટી, ગુજરાતના આ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી... - GUJARAT RAIN UPDATE - GUJARAT RAIN UPDATE

ગુજરાતમાં હાલ વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસમાં ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર માહિતી વાંચો...,GUJARAT RAIN UPDATE

મેઘરાજાએ બોલાવી ઘડબડાટી
મેઘરાજાએ બોલાવી ઘડબડાટી (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 24, 2024, 1:24 PM IST

અમદાવાદ: હવામાન વિભાગની આગાહી અનુસાર ફરી એક વાર સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. આજ વહેલી સવારથી જ ગુજરાતમાં મેઘરાજા એ ફરી દસ્તક દીધા છે. ગુજરાત પર બંગાળની ખાડીની સિસ્ટમ 25 ઑગસ્ટની આસપાસ પહોંચશે પરંતુ તેની અસર આજથી જ દેખાઈ રહી છે. આ બાદ 26થી 28 ઑગસ્ટ એમ ત્રણ દિવસ સુધી તેની સૌથી વધારે અસર જોવા મળશે એટલે કે આખા રાજ્ય પર તેની અસર દેખાશે અને આ દરમિયાન ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

વરસાદની ચેતવણી
વરસાદની ચેતવણી (ગુજરાત હવામાન વિભાગ)

હવામાન વિભાગની આગાહી મૂજબ આજે નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, અમરેલી, ભાવનગર, અમદાવાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારબાદ વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલમાં ભારે વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, વડોદરા, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આજે સવારના 6 થી 10 એટલે કે ચાર કલાક સુધીમાં સૌથી વધુ વરસાદ મહેસાણાના વિજાપુરમાં 8 ઇંચ, ખેડાના કપડવંજમાં 4 ઇંચ, ગાંધીનગરના માણસામાં 4 ઇંચ, છોટાઉદેપુરમાં 3 ઇંચ અને ગાંધીનગર દેહગામમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો છે.

વરસાદની ચેતવણી
વરસાદની ચેતવણી (ગુજરાત હવામાન વિભાગ)

26 ઑગસ્ટના સોમવારે જનમાષ્ટમીનો તહેવાર છે. આ દિવસે પણ વડોદરા અને ભરૂચ માટે અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ આપવામાં આવી છે. ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત ગુજરાતનાં બાકી તમામ જિલ્લાઓમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી છે.

મંગળવારે રાજકોટમાં ઓરેન્જ એલર્ટ અને અતિભારે વરસાદની આગાહી આપી છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા માટે ભારે વરસાદની આગાહી છે. આ ઉપરાંત અમદાવાદ, આણંદ, પંચમહાલ માટે અતિ ભારે વરસાદની આગાહી આપી છે. તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં અતિભારે વરસાદનું પૂર્વાનુમાન આપવામાં આવ્યું છે.

  1. શક્તિપીઠ અંબાજી ખાતે ધોધમાર વરસાદ, વડગામમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો - Rain in Ambaji

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.