ETV Bharat / state

સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના PIને એક લાત 3 લાખમાં પડી, જાણો શું છે સમગ્ર ઘટના... - surat PI FINED RS 3 LAKH - SURAT PI FINED RS 3 LAKH

સુરતના એક પીઆઈની દાદાગીરીનો એક કિસ્સો સામે આવ્યો છે. સુરતના ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.સોલંકીએ એડવોકેટ હિરેન નાઈને કંઈ પણ પૂછ્યા વગર સીધા લાત મારી હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં ગુજરાત હાઈકોર્ટે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. જાણો...,

ગુજરાત હાઈકોર્ટ
ગુજરાત હાઈકોર્ટ (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 12:38 PM IST

Updated : Sep 18, 2024, 1:07 PM IST

સુરત: સુરતના ડીંડોલીમાં એડવોકેટ હિરેન નાઈ અને તેમના મિત્રો કારમાં બેઠા હતા. ત્યારે ડિંડોલી પોલીસ સ્ટેશનના પીઆઈ એચ.જે.સોલંકીએ કંઈ પણ પૂછ્યા વગર સીધા લાત મારવા લાગ્યા હતા અને એટ્રોસિટી થાય એવા અપશબ્દો બોલ્યા હતા.

પીઆઈને 3 લાખનો દંડ: આ ઘટના અંગે હિરેન નાઈ દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. આ મામલે ગુજરાત હાઇકોર્ટે હિયરિંગ દરમિયાન કહ્યું કે કોઈ પણ ગુના વગર નિર્દોષ વ્યક્તિને લાત મારનારા પીઆઈને 3 લાખનો દંડ ફટકારવામાં આવે છે. અને સાથે કોર્ટે એવી પર ટકોર કરી હતી કે કોઈપણ ગુના વગર ખોટી રીતે લોકોને એક લાત મારવી કેટલી મોંઘી છે તે પીઆઈને આજીવન યાદ રહેવું જોઈએ.

હાઇકોર્ટે આગળ કહ્યું કે ભવિષ્યમાં પણ તેને કોઈ માણસ પર હાથ કે પગ ઉપાડતા લાત મારવાનો દંડ યાદ રહેશે. પોલીસ ભલે દબાણમાં કામ કરે છે પરંતુ તેનો મતલબ સત્તાનો દુરૂપયોગ કરવાની છૂટ કોઈને નથી.

ગુજરાત હાઇકોર્ટે ટકોર કરી હતી, કે પીઆઈએ ન્યાયતંત્ર વિશે જાહેરમાં અપ શબ્દો કહ્યા હોવાની રજૂઆત થઈ છે. આવા પીઆઇ સામે સરકાર કોઈ પગલાં કેમ લેતી નથી? આ અંગે જસ્ટિસ નિરઝર દેસાઈએ સુનાવણી દરમિયાન અધિકારી પાસે પીઆઇ સામે શું પગલાં લેશે તે અંગે સૂચના પણ મંગાવી હતી.

પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો: આ મામલે ફરિયાદી એડવોકેટે હાઇકોર્ટમાં આ ઘટનાની રાત્રે ઘટના સ્થળના ફોટા જ બતાવ્યા હતા. જેને જોઈને ગુજરાત હાઇકોર્ટે પીઆઇને જોરદાર ફટકાવ્યું. હાઇકોર્ટે ટકોર કરતા કહ્યું કે તમે હીરો બનીને ફરો છો એટલે શું ગમે તે વ્યક્તિને કોઈ પણ ગુના વગર મારશો? કોઈ ને પણ પૂછ્યા વગર કોઈને લાત મારવી કેવી રીતે યોગ્ય છે? જો પોલીસના આવા દમનને અત્યારે રોકવામાં નહીં આવે તો આવનારા દિવસે પોલીસ મને પણ કારણ વગર લાત મારી શકે છે. સાચા આરોપીને પણ પૂછ્યા વગર લાત મારી શકાય નહીં. આ અંગે હાઇકોર્ટ એવી ટકોર પણ કરી હતી કે સીસીટીવી ફૂટેજમાં સાફ દેખાતો પુરાવો છે કે પીઆઇ પોતાને ફિલ્મના હીરોની જેમ જીપમાંથી કૂદીને સીધા નિર્દોષ વ્યક્તિને લાત મારે છે. પોતાને હીરો સમજતા પીઆઇને કોઈપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં. આ પીઆઈએ સત્તાનો દુરુપયોગ કર્યો છે.

નોંધનિય છે કે આ કેસમાં પીઆઇએ વકીલને નાર્કોટિક્સના ખોટા કેસમાં ફસાવી દેવાની પણ ધમકી આપી હતી.

આ પણ વાંચો:

  1. જુનાગઢ ભાજપમાં ભૂકંપ, જવાહર ચાવડાએ વડાપ્રધાન મોદીને લખ્યો ખુલ્લો પત્ર, જિલ્લા પ્રમુખ વર્ષોથી અનેક હોદ્દા ઉપર ચીટક્યા - JAWAHAR CHAVDA WRITES TO PM MODI
  2. બનાસકાંઠાના લાખણી APMCની ચૂંટણી થઈ સંપન્ન, ભાજપ વિરુધ્ધ ભાજપ વચ્ચે જ ટક્કર - APMC ELECTION

Last Updated : Sep 18, 2024, 1:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.