ETV Bharat / state

Seizure of Drugs in Gujarat : ગુજરાતમાં બે વર્ષમાં 5000 કરોડનું 32590 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત, ઉમેશ મકવાણાની ચિંતા - ઉમેશ મકવાણા

આમ આદમી પાર્ટી ગુજરાતના બોટાદથી ધારાસભ્ય ઉમેશ મકવાણાએ આજે માધ્યમો સમક્ષ ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવાના મામલાઓને લઇને ભારે ચિંતા જતાવી હતી. તેમણે છેલ્લાં બે વર્ષમાં 32,590 કિલો ડ્રગ્સ પકડાયું હોવાનું જણાવી વ્યસન મુક્ત યુવાનો માટે મહત્ત્વની જાહેરાત કરી હતી.

Seizure of Drugs in Gujarat : ગુજરાતમાં બે વર્ષમાં 5000 કરોડનું 32590 કિલો પ્રતિબંધિત ડ્રગ્સ જપ્ત, ઉમેશ મકવાણાની ચિંતા

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 9, 2024, 6:28 PM IST

ઉમેશ મકવાણાની ચિંતા

ગાંધીનગર : આમ આદમી પાર્ટીના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ વિધાનસભા ખાતે ગુજરાતમાં ડ્રગ્સ મોટાપાયા પર ઝડપાવાના મુદ્દા પર મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે, સરકારી આંકડા પ્રમાણે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 32,590 કિલોનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે. જેની બજાર કિંમત અંદાજિત 5000 કરોડથી પણ વધુ છે. પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને તેના માલિકની પણ ધરપકડ કરવામાં આવી હતી. ગુજરાત પોલીસ દ્વારા પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલા સો જેટલા લોકોની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેમાંથી આજે 70 થી 80 ટકા લોકો બહાર ખુલ્લા ફરી રહ્યા છે. બે ત્રણ વર્ષ પહેલા અદાણી પોર્ટ પરથી 20,000 કરોડનું ડ્રગ્સ પકડાયું હતું.

ગુજરાતમાં 5000 કરોડથી વધુનું ડ્રગ્ઝ પકડાયું : ઉમેશ મકવાણાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 32,590 કિલોનું 5000 કરોડથી પણ વધુ કિંમતનું પ્રતિબંધિત ડ્રગ્સ પકડાયું છે.પહેલા પાકિસ્તાન દ્વારા ગુજરાતમાં ડ્રગ્સ આવતું હતું, પરંતુ હવે ગુજરાતની ધરતી પર જ પ્રતિબંધિત ડ્રગ્સની ફેક્ટરીઓ શરૂ થઈ ગઈ છે. પંજાબ પોલીસે ગુજરાતમાં આવીને એક ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી હતી અને તેના માલિકની પણ ધરપકડ કરી હતી. 70 કેટલા લોકોના જીવ ગયા હતા એ બોટાદ લઠ્ઠાકાંડનો આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. પ્રતિબંધિત ડ્રગ્સ સાથે જોડાયેલ અનેક મોટા માથાઓ ખુલ્લા ફરી રહ્યા છે અને ફક્ત નાની માછલીઓને પકડવામાં આવે છે. અમદાવાદ, સુરત જેવા મહાનગરોમાં નાઈટ પાર્ટીઓ યોજીને ગુજરાતના યુવાધનને બરબાદ કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે. શા માટે સામાજિક સંગઠનો સાથે મળીને સરકાર દ્વારા વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી? જે ગામના 100 યુવાનો ગુટકા, દારૂ, પાન, મસાલા ખાવાનું છોડી દેશે, તે ગામને હું પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરીશ.

નાઈટ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવા માગણી : તેમણે વધુમાં કહ્યું કે હું સરકાર સમક્ષ માંગણી કરું છું કે ગુજરાતમાં યુવાનોને બરબાદ કરવા માટે ચાલતી નાઈટ પાર્ટીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે. ગુજરાતમાં એવો એક પણ દિવસ નહીં હોય જ્યાં ડુપ્લીકેટ સીરપ, દારૂ કે ડ્રગ્સ ન પકડાયું હોય. અમારો સવાલ છે કે એ કયા વાઈટ કોલરના લોકો છે જેઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને કેમ તેમના પર ગુજકોક જેવી કલમ દાખલ કરવામાં નથી આવતી. 70 કેટલા લોકોના જીવ ગયા હતા એ બોટાદ લઠ્ઠાકાંડનો આરોપી આજે પણ ખુલ્લેઆમ ફરી રહ્યો છે. આવા અનેક મોટા માથાઓ ખુલ્લા ફરી રહ્યા છે અને ફક્ત નાની માછલીઓને પકડવામાં આવે છે.

વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજનો કરો : ઉમેશ મકવાણાએ જણાવ્યું કે સામાજિક સંગઠનો સાથે મળીને ગુજરાત સરકાર દ્વારા કોઈપણ પ્રકારના વ્યસન મુક્તિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું નથી. જો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્થાઓને સાથે જોડવામાં આવે તો ગુજરાતનું યુવાધન વ્યસનમુક્ત થઈ શકે છે. હું જનતાને કહેવા માંગીશ કે આપણા બાળકોને વ્યસન મુક્ત કરવા માટે આપણે સૌએ પણ પ્રયાસ કરવી પડશે. સરકારની સાથે સાથે તમામ ધારાસભ્ય સાથીઓએ પણ પ્રયાસ કરવો પડશે.

વ્યસન મુક્તને ઇનામ : ઉમેશ મકવાણાએ કહ્યું કે વ્યસન મુક્તિ માટે તેમણે એક નાનો પ્રયાસ કર્યો છે. જે અનુસાર જે ગામના 100 યુવાનો ગુટકા, દારૂ, પાન, મસાલા ખાવાનું છોડી દેશે, તે ગામને તેઓ પાંચ લાખની ગ્રાન્ટ જાહેર કરશે. આવા પ્રયાસો થકી તેમનું માનવું છે કે દરેક સાંસદ સભ્ય, ધારાસભ્ય અને સરકાર દ્વારા આ પ્રકારના અભિયાન ચલાવવામાં આવે તો ચોક્કસપણે ગુજરાત વ્યસનમુક્ત થઈ શકે છે.

  1. AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાની આવકમાં થયો ઘટાડો, એફિડેવિટ કરીને પોતાની આવક અને સંપત્તિની જાહેરાત કરી
  2. પંજાબ પોલીસ દ્વારા યુપી અને ગુજરાતમાંથી ગેરકાયદે ચાલતી આંતરરાજ્ય ફાર્મા ડ્રગ કાર્ટેલનો પર્દાફાશ; 15.8 લીટર ફાર્મા ઓપિયોઇડ્સ પકડાઇ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.