ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માંધ્યમિક સિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ 10 પૂરક પરીક્ષા-2024 માટેની વિગત યાદી જાહેર કરવામાં આવી છે. જે અનુસાર માર્ચ 2024માં જે વિધ્યાર્થીઓએ પરીક્ષામાં એક, બે કે ત્રણ વિષયમાં ગેરહાજર રહેલા હોય કે પછી અનુતીર્ણ (નાપાસ) થયા હોય તેવા વિધ્યાર્થીઓને તેમના ગુણપત્રકમાં સુધારણાનો અવકાશ આપવા માટે ફરી પરીક્ષા ગોઠવવાની જાહેરાત કરવામાં આવી છે. તેથી જે વિધ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક હોય તે આ વર્ષ 2024ની પરીક્ષામાં બેસી શકે છે.
રજીસ્ટ્રેશન પ્રક્રિયા: આ પૂરક પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન શાળાઓ બોર્ડની વેબસાઇટ www.gseb.org અથવા hscgenpurakreg gseb.org પરથી ઓનલાઇન કરી શકે છે. આ દરમિયાન રજીસ્ટ્રેશન તેમજ ફી ભરવાની પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન મધ્યમ દ્વારા કરવાની રહેશે. આ પ્રક્રિયામાં રૂબરૂ કે ટપાલ માટેની સુવિધા ઉપલબ્ધ નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
પરીક્ષા માટેની ઓનલાઈન અરજી કરવાની તથા ફી ભરવા માટેની અંતિમ તારીખ 22/05/2024 હતી, જે વધુ એક દિવસ લંબાવીને તારીખ 23/05/2024 સુધી કરવામાં આવી છે.
અન્ય માહિતી એ પ્રમાણે છે કે, જે વિધ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતમાં નાપાસ થયા હોય તે વિધ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ બદલી શકે છે. જેઓ બેઝિક ગણિતમાં પાસ થયા છે અને ધોરણ 11માં A અથવા AB જૂથમાં પ્રવેશ મેળવવા માંગે છે તેઓએ જે શાળામાંથી ધોરણ 10 માટેનું આવેદન ભરેલ હોય તે જ શાળામાંથી સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે પૃથક ઉમેદવાર તરીકે અરજી ભરી શકે છે.
કન્યા તેમજ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવી નહીં: સંસ્કૃત વિષયમાં નાપાસ કે ગેટહજાર હોય તે વિધ્યાર્થીઓએ પૂરક પરીક્ષા માટેનું રજીસ્ટ્રેશન ઓફલાઇન કરવાનું રહેશે. અને તે માટેની વિધ્યાર્થીઓની સહી કરેલ યાદી તેમજ ફીની રકમ ડી.ડી. બોર્ડની ગાંધીનગર કચેરીમાં મોકલવાની રહેશે. આ ઉપરાંત, કન્યા તેમજ દિવ્યાંગ વિધ્યાર્થીઓએ પરીક્ષા ફી ભરવાની રહેતી નથી. પરંતુ પૂરક પરીક્ષા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે.