ETV Bharat / state

પૌરાણિક મૂર્તિઓને ખંડિત થવાને કારણે થયેલ જૈન સમાજનો વિરોધ થયો સમાપ્ત, રેલી કાઢી કચેરીએ પહોંચાડ્યો અભિવાદનપત્ર - Greeting letter given by Jain Samaj - GREETING LETTER GIVEN BY JAIN SAMAJ

પાવાગઢ ખાતે અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. જેને પગલે ગુજરાત સહિત દેશના અલગ-અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોને લાગણી દુભાતા તેમણે ઉગ્ર વિરોધનો રસ્તો અપનાવ્યો હતો. પરંતુ સરકારની સમાધાનકારી વલણને પરિણામે આ વિરોધ સમાપ્ત થયો છે. Greeting letter given by Jain Samaj

અધિક કલેકટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી
અધિક કલેકટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી (Etv Bharat Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 10:14 AM IST

જૈન સમાજના લોકોને લાગણી દુભાતા તેમણે ઉગ્ર વિરોધનો રસ્તો અપનાવ્યો હતો (Etv Bharat Bharat)

સાબરકાંઠા: તીર્થધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ ખંડિત થવાને પગલે અલગ અલગ જગ્યાએ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. સાથે જ ઉગ્ર રજૂઆતો પણ કરવામાં આવી રહી છે. ત્યારે આજે હિંમતનગર ખાતે ટાવર ચોકથી બહુમાળી ભવન સુધી રેલી કાઢવામાં આવી હતી. અને ત્યારબાદ કલેકટર કચેરીએ પહોંચીને ત્યાં અધિક કલેકટરને અભિવાદન પત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.

પૌરાણિક મૂર્તિઓને ખંડિત થવાને કારણે થયેલ જૈન સમાજનો વિરોધ થયો સમાપ્ત
પૌરાણિક મૂર્તિઓને ખંડિત થવાને કારણે થયેલ જૈન સમાજનો વિરોધ થયો સમાપ્ત (Etv Bharat Bharat)

વિરોધનું કારણ: વાસ્તવ ઘટના એમ બની હતી કે, યાત્રાધામ પાવાગઢ ખાતે જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓ સ્થાપિત હતી. અહીં અસામાજિક તત્વો દ્વારા જૈન સમાજના તીર્થંકરોની પૌરાણિક મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી. જેને પગલે ગુજરાત સહિત દેશના અલગ અલગ પ્રદેશોમાં વસતા જૈન સમાજના લોકોની લાગણી દુભાઇ હતી. આને પરિણામે જૈન સમાજ દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રેલી કાઢી આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી.

રેલી કાઢી કચેરીએ પહોંચાડ્યો અભિવાદનપત્ર
રેલી કાઢી કચેરીએ પહોંચાડ્યો અભિવાદનપત્ર (Etv Bharat Bharat)

સરકાર દ્વારા સમાધાનકારી વલણ: જૈન સમાજની રજૂઆતના પગલે ગુજરાત સરકાર દ્વારા સમાધાનકારી વલણ અપનાવતા મૂર્તિઓ નવીસરથી પ્રસ્થાપિત કરવાનું કહેવામાં આવ્યું છે. આમ સરકારના આ નિર્ણયને કારણે જૈન સમાજ દ્વારા આંદોલનની સમેટી લેવામાં આવ્યું છે. જેને પરિણામે આજે હિંમતનગર ખાતે જૈન સમાજના લોકો દ્વારા હિંમતનગરના ટાવર ચોક ખાતે એકઠા થયા હતા અને રેલી સ્વરૂપે જિલ્લા બહુમાળી કચેરી પહોંચી ત્યાં નિવાસી અધિક કલેકટરને અભિવાદન પત્ર આપ્યું હતું.

સરકારની સમાધાનકારી વલણને પરિણામે આ વિરોધ સમાપ્ત થયો
સરકારની સમાધાનકારી વલણને પરિણામે આ વિરોધ સમાપ્ત થયો (Etv Bharat Bharat)

અભિવાદન પત્ર: આ અભિવાદન પત્રમાં જૈન સમાજની અલગ અલગ માગણીઓ જણાવવામાં આવી હતી જેની તેઓને રજૂઆત કરી હતી. જેમાં પાવાગઢ ખાતે રાજ્ય સરકાર દ્વારા નવીન જગ્યા ફાળવણી કરવામાં આવે અને ત્યાં જૈન સમાજના તીર્થંકરોની મૂર્તિઓ પ્રસ્થાપિત કરવામાં આવે ઉપરાંત ત્યાં જિનાલયના જૈન સમાજના જ લોકો દ્વારા વહીવટ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી હતી. આટલું જ નહીં પરંતુ, જૈન સમાજના સાધુ સાધ્વીઓ પગપારા રોડ પર વહન કરતા હોય ત્યારે અવારનવાર અકસ્માતો થતા હોય છે જે અકસ્માતોના નિવારણ માટે રક્ષણ પૂરું પાડવા માટેની પણ આજે જૈન સમાજ દ્વારા માગણી કરવામાં આવી હતી.

  1. પાવાગઢ પ્રતિમા ખંડિત કરવા મામલે રાજકોટ જૈન સમાજે આવેદન પાઠવ્યું - Pavagadh Jain Pratima Issue
  2. પાવાગઢ જૈન પ્રતિમા તોડફોડની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા, વલસાડ જૈન સમાજે જિલ્લા કલેકટરને આવેદન પાઠવ્યું - Pavagadh Jain statue vandalized

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.