દાહોદ: આંબેડકર જયંતિ એ ૧૪ એપ્રિલે ભારતીય નાગરિક અધિકાર કાર્યકર્તા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સ્મૃતિમા 133મી જન્મ જયંતિ નિમિત્તે દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે. જે અન્વયે દાહોદમાં રાજકિય પક્ષો યુવાઓ અને નેતાઓ વિવિધ સમાજ આગેવાનો તેમજ વિવિધ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, દાહોદ નગરપાલિકાનાં પ્રમુખો કાઉન્સિલરો,દાહોદ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબહેન તાવિયાડ , દાહોદ ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી દ્વારા દાહોદ તાલુકા પંચાયત ચોક ખાતે આવેલ બંધારણના ઘડવૈયા ડો. ભીમરાવ આંબેડકરની પ્રતિમાનને સુતર આટીની પુષ્પગુચ્છ માલ્યાર્પણ કરવામાં આવી હતી.
દાહોદ લોકસભા ના કોંગ્રેસના ઉમેદવાર ડો. પ્રભાબેન કિશોરસિંહ તાવિયાડ ને જણાવ્યું હતું કે, અમારી ઝુંબેશ આજે જે પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે બંધારણ પર ખતરો છે ભાજપની સરકાર બંધારણ બદલવા જઈ રહી છે જેથી અમારી ઝુંબેશ બાબાસાહેબે હકુ આપેલા છે એ હકો થકી લડીને બંધારણ બચાવીશું.
જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હર્ષદભાઈ નીનામાએ જણાવ્યું હતું કે ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે અમારા જિલ્લા કોંગ્રેસ સમિતિના અને દાહોદ ના લોકસભાના ઉમેદવાર ડો પ્રભાબેન તાવિયાડ સો સાથે મળીને પુષ્પાંજલિ નો કાર્યક્રમ રાખેલ હતો ડૉ બાબ સાહેબે ભારત દેશને જે બંધારણ આપ્યું છે ભારત દેશના તમામ દેશવાસીઓ ને તેમનાં રક્ષણ માટે જીવન જીવવાના હકો આપ્યા છે તેમના બંધારણ માટે સદાયે તત્પર રહીશું અને આ બંધારણને સાચવવા માટે અમે તમામ પ્રયત્નો કરીશું
દાહોદ યુવા ભીમ સેના દ્વારા બાબા સાહેબની જન્મ જયંતિ નિમિતે ગઈકાલે મશાલ રેલી નીકળી હતી. બાદ માં આજે જિલ્લામાં અને દાહોદ નગર માં વિવિધ મુખ્યમાર્ગો ઉપર ફરી શોભાયાત્રા ભવ્ય રેલી નીકળી હતી અને ત્યાં લોકો બાબા સાહેબની પ્રતિમાને ફુલહાર ચડાવી બાબા સાહેબના નારા લગાવ્યા હતા અને બાબા સાહેબની જન્મ જયંતિની ઉજવણી કરી હતી. ભારત રત્ન એવા ડો બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે દાહોદ જિલ્લાના વિવિધ માર્ગો પર વિવિધ સમાજ દ્વારા બાઇક રેલી બંધારણની પત્રિકાઓ અને સૂત્રોચારો કરતા દાહોદ નગર માં નગર ભ્રમણ કરી હતી.