ETV Bharat / state

GPSCએ મોકૂફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર, આ તારીખે નીકળશે નવા કોલ લેટર - gpsc announce exam date

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે.gpsc announce exam date

4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે

author img

By ETV Bharat Gujarati Team

Published : May 1, 2024, 4:32 PM IST

GPSCએ મોકૂફ રાખેલી પરીક્ષાઓની નવી તારીખો જાહેર

ગાંધીનગર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર કરાઈ છે. આગામી 11, 13, 14, 16, 17 અને 20 મેના રોજ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. 4 શિફ્ટમાં પરીક્ષા યોજવાનું આયોજન કરાયું છે. લોકસભા ચૂંટણીને કારણે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર ડાઉનલોડ કરી શકશે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 212-202324 ગુજરાત ગૌણ સેવા વર્ગ ૩ ની 5554 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા પ્રિલીમરી CBRT પરીક્ષા પદ્ધતિથી તા.1 એપ્રિલ 2024થી શરૂ કરવામાં આવી છે.

8 મેથી નીકળશે નવા કોલ લેટર: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલે જણાવ્યું કે, લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત આદર્શ આચાર સંહિતાના પાલન અર્થે તારીખ 20 એપ્રિલના રોજ આ પરીક્ષાઓમાં મોકૂફ રાખવાની જાહેરાત કરાઈ હતી. મોકૂફ રાખેલી તમામ પરીક્ષા 7 મેના રોજ મતદાન પૂર્ણ થયા બાદ પરીક્ષાઓનું પુન આયોજન કરવામાં આવ્યું છે. 8 અને 9 મેની પરીક્ષાઓ યથાવત છે. મોકૂફ રાખવામાં આવેલી છ દિવસની પરીક્ષાઓ મેં માસની 11, 13, 14, 16, 17 અને 20 તારીખના રોજ આયોજન કરવામાં આવ્યું છે.

12 મેના રોજ ગુજરાત હાઇકોર્ટની ભરતી પરીક્ષા હોવાથી આ તારીખે મંડળ દ્વારા પરીક્ષા રાખવામાં આવી નથી. તેમણે વધુમાં જણાવ્યું કે, ઉમેદવારોની માંગણી હતી કે, તેમને હાલના સરનામાં મુજબ કોલ લેટર અને પરીક્ષા કેન્દ્ર આપવામાં આવે. જેથી તેમને નજીકના પરીક્ષા કેન્દ્ર મળે. ઉમેદવારોની માંગણી અનુસાર તેમના હાલના કોલલેટરના સરનામા અનુસાર નજીકના પરીક્ષા કેન્દ્રો ફાળવવામાં આવશે. તારીખ 8 અને 9 મેના રોજ આયોજિત પરીક્ષાઓના કોલલેટર નવા કાઢવાના નથી. કારણ કે, તે બંને દિવસ રાબેતા મુજબ જ જૂની તારીખ અનુસાર પરીક્ષાઓ લેવાશે. 5,17,418 પૈકીના 2,88,813 ઉમેદવારોની પરીક્ષા પૂર્ણ થઇ છે. બાકી રહેલા 2,31,007 ઉમેદવારોની પરીક્ષા નવા પરીક્ષા કાર્યક્રમ અનુસાર લેવામાં આવશે. તારીખ 8 મેથી ઉમેદવારોએ પોતાના નવા કોલ લેટર કાઢવાના રહેશે.

પરીક્ષા કેન્દ્રએ જતાં પહેલા શું ધ્યાન રાખવું? ઉમેદવારે પરીક્ષા કેન્દ્ર પર જાય ત્યારે પોતાનું ઓળખ પત્ર સાથે રાખવું. આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ અને ચૂંટણી કાર્ડ પૈકીનું એક ઓળખ પત્ર સાથે રાખવું. સમયસર પરીક્ષા કેન્દ્રએ પહોંચી જવું. ભૂતકાળમાં કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્રએ સમયસર ન પહોંચ્યા હોવાથી તેઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. પરીક્ષા શરૂ થવાના એક કલાક પહેલા ઉમેદવારે પરીક્ષા કેન્દ્રએ પહોંચી જવું. સમયસર કોમ્પ્યુટર લેબમાં પોતાનું સ્થાન ગ્રહણ કરી લેવું. કોઈ પણ ઉમેદવારને અન્યાય ન થાય તે માટે મંડળ અને સરકાર કટિબદ્ધ છે. મંડળ દ્વારા પરીક્ષાની નવી તારીખો જાહેર થતાં પરીક્ષાની તૈયારી કરીએ રહેલા લાખો વિદ્યાર્થીઓએ રાહતનો શ્વાસ લીધો છે.

  1. વૈશ્વિક વિકાસલક્ષી વિલંબ જાગૃતિ દિવસ - અદ્રશ્ય વિકલાંગતાને પ્રસિદ્ધિમાં લાવવું - CENTRAL NERVOUS SYSTEM
  2. દિલ્હી હાઈકોર્ટે પોલીસ વિભાગને નિર્દેશ આપ્યો, ચૂંટણીમાં નોમિનેશન દાખલ કરતા ટ્રાન્સજેન્ડર ઉમેદવારને સુરક્ષા આપો - Transgender Security

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.