ETV Bharat / state

ગુજરાતઃ શિક્ષણ સહાયકની 3500થી વધુ જગ્યાઓ પર ભરતી જાહેર, જાણો શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા સહિતની વિગતો

Shikshan sahayak recruitment: રાજ્યની માધ્યમિક શાળાઓમાં કુલ 3500થી વધુ જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે.

author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 11, 2024, 4:02 PM IST

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર (Etv Bharat Gujarat)

ગાંધીનગર: શિક્ષકની નોકરીનું સપનું જોનારા યુવાઓ માટે શિક્ષણ વિભાગ દ્વારા ભરતીની મોટી જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યની માધ્યમિક શાળાઓમાં કુલ 3500થી વધુ જગ્યાઓ પર શિક્ષણ સહાયકની ભરતી કરવામાં આવશે. ભરતી માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધીમાં ફોર્મ ભરી શકશે. ત્યારે જાણો શિક્ષણ સહાયકની ભરતી માટે કુલ ખાલી જગ્યાઓ તથા ઉંમર મર્યાદા સહિતની વિગતો.

ગુજરાતની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ તથા હિન્દી માધ્યમમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવા અંગે શિક્ષણ વિભાગ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. આ માટે કુલ 3517 શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવશે. જેમાં સરકારી શાળાના 1200 તથા ગ્રાન્ટેડ શાળામાં 2317 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે.

અરજી કરવા માટે શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા

શિક્ષણ સહાયકની ખાલી પડેલી જગ્યા માટે દ્વીસ્તરીય TAT(S)- 2023 પરીક્ષામાં 60% કે તેથી વધુ માર્ક્સ મેળવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ સ્વીકારવામાં આવશે. અરજી કરનાર ઉમેદવારની ઉંમર અરજી કરવાની છેલ્લી તારીખે 39 વર્ષ કરતા વધુ હોવી જોઈએ નહીં. જોકે અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં નિયમ મુજબ છૂટછાટ મળશે.

ક્યાંથી ભરી શકાશે ફોર્મ?

શિક્ષણ સહાયકની ભરતી માટે ફોર્મ ભરવા ઈચ્છતા ઉમેદવારોએ 24/10/2024થી 15/11/2024 ના રોજ 23.59 કલાક સુધીમાં https://www.gserc.in/ સાઈટ પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ બાદ વેબસાઈટ પર જ ઓનલાઈન માધ્યમથી ભરી શકશે. જો અરજીમાં કોઈ સુધારા વધારા હોય તો ઉમેદવારે પહેલા કરેલી અરજીને Withdraw કરીને નવી અરજી કરવાની રહેશે અને ફરીથી ફી ભરીને અરજી કન્ફર્મ કરવાની રહેશે.

ગ્રાન્ટેડ શાળામાં કેટલી જગ્યાઓ પર ભરતી?

માધ્યમસંખ્યા
ગુજરાતી માધ્યમ2258
અંગ્રેજી માધ્યમ56
હિન્દી માધ્યમ3
કુલ જગ્યાઓ2317

સરકારી શાળાઓમાં કેટલી જગ્યાઓ પર ભરતી?

માધ્યમસંખ્યા
ગુજરાતી માધ્યમ1196
અંગ્રેજી માધ્યમ4
કુલ જગ્યાઓ1200

આ પણ વાંચો:

નવરાત્રીમાં દશાંગ યજ્ઞનું મહત્વ, જાણો નવરાત્રીના નવ દિવસની સાધના અને આરાધના

રડતા-રડતા ખેડૂતે કહ્યું, "સંઘવી સાહેબના પગ પકડવા તૈયાર છીએ", જાણો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.