અમદાવાદ: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર સ્થિત અંબુજા કંપની વિરુદ્ધ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરવામાં આવી છે. આ અંગે વડનગર ગામના સ્થાનિક નાથાભાઈ જેસાભાઈ સોલંકી દ્વારા હાઇકોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવી.
આ અંગે એડવોકેટ પ્રશાંત ચાવડા એ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના વડનગર વિસ્તારમાં જે અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ આવેલો છે, આ પ્લાન્ટ માંથી વગર કોઈ ટ્રીટમેન્ટ પ્રદૂષિત પાણી બહાર ઠેલાવવા આવે છે, જેની અસર ત્યાંના રહેવાસીઓ અને ત્યાંના ખેતીલાયક જમીનો ઉપર પડી રહી છે. ખેતરની જમીનોના પાક નિષ્ફળ થઈ રહ્યા છે અને ત્યાંના રહીશોના આરોગ્ય ઉપર પણ માઠી અસર પડી રહી છે. આ બાબતની રજૂઆત લોકલ ઓથોરિટીને વારંવાર કરવા છતાં કન્સલ્ટેડ ઓફિસરો દ્વારા કોઈ પ્રકારના એક્શન નહીં લેવાતા અંતે અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં અંબુજા સિમેન્ટ સામે યોગ્ય કાર્યવાહી કરવા માટેની પિટિશન દાખલ કરવામાં આવી છે.
આની સાથે જ અસરગ્રસ્ત ખેડૂતોને વળતર આપવાની દાદ હાઇકોર્ટમાં માંગવામાં આવી છે, વડનગર ગામના ખેડૂતો અને ગ્રામજનો તરફથી કરાયેલી આ રીટ પિટિશનમાં રજૂઆત કરવામાં આવી છે, કે અંબુજા કંપનીના એક જ કેમ્પસમાં ત્રણ સિમેન્ટ પ્લાન્ટ, ડીજી પાવર પ્લાન્ટ અને કોલસાનો પાવર પ્લાન્ટ આવેલા છે. આ પ્લાન્ટમાં મોટા પાયે કેમિકલ, બળતર ,ઓઇલ સહિતની ચીજ વસ્તુઓનો જોખમી સંગ્રહ કરી રખાયો છે આને કોઈપણ પ્રકારના ટ્રીટમેન્ટ કે યોગ્ય પ્રક્રિયા અનુસર્યા વિના જ અંબુજા સિમેન્ટ લિમિટેડ દ્વારા આ પ્લાન્ટનું કેમિકલ પાણી અને પ્રદુષિત પાણી મને કાલ કરાય છે, જેના કારણે સ્થાનિક લોકો ઉપર માંડી અસર પડી રહી છે , ખેતીની જમીનો પણ બગડી રહી છે અને પાકોને પણ નુકસાન થઈ રહ્યું છે.