ETV Bharat / state

ભાવનગરમાં આટલા ટન નીકળે છે કચરો, જાણો મહાનગરપાલિકા કેટલો કરે છે ખર્ચ - Waste disposal in Bhavnagar

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 14, 2024, 6:03 PM IST

Updated : Sep 14, 2024, 10:35 PM IST

ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ઘરેથી કચરો લેવાની ટેમ્પલ બેલની વ્યવસ્થા કરાયેલી છે, ત્યારે શહેરમાંથી રોજનો નીકળતો ટનોમાં કચરો કુંભારવાડાની ડમ્પીંગ સાઈટમાં ઠાલવવામાં આવે છે. જો કે કચરાના નિકાલ માટે ખાનગી એજન્સીને પણ ટેન્ડરિંગ કરીને કામગીરી સોપાયેલી છે. મહાનગરપાલિકા ટન દીઠ એજન્સીને પૈસાની ચૂકવણી પણ કરે છે. જાણો સંપૂર્ણ વિગત સાથે. Waste disposal in Bhavnagar

ભાવનગર મનપા દ્વારા કચરાના નિકાલમાં કરોડ રુપિયા ખર્ચો કરે છે
ભાવનગર મનપા દ્વારા કચરાના નિકાલમાં કરોડ રુપિયા ખર્ચો કરે છે (Etv Bharat Gujarat)

ભાવનગર: જિલ્લા મહાનગરપાલિકા દ્વારા શહેરમાંથી નીકળતા કચરાના નિકાલ માટે વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે. શહેરમાંથી અધધ નીકળતો ટનોમાં કચરાના નિકાલ કરવામાં મહાનગરપાલિકા લોકોના પૈસા વેડફી રહી છે. આમ છતાં પણ શહેરની બહાર ડમ્પિંગ સાઇટ ઉપર હજારો ટન કચરો હજુ પણ ખડકાયેલો છે. જો કે ભાવનગરમાં કેટલા ટન કચરો રોજનો નીકળે છે અને હજુ કેટલા ટન છે. ચાલો જાણીએ.

શહેરમાં રોજ કેટલા ટન નીકળે છે કચરો: સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, મહાનગરપાલિકા વિસ્તારમાં મહાનગરપાલિકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા દૈનિક ધોરણે ડોર ટુ ડોર કલેક્શનની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત શહેરના સ્થળો પર કચરો ભરવાની કામગીરી વાહનો મારફતે કરવામાં આવતી હોય છે. આ તમામ કામગીરીના અંતે લગભગ દૈનિક ધોરણે 270 થી 275 ટન જેટલો કચરો એકત્રિત કરવામાં આવે છે, જેને મહાનગરપાલિકા દ્વારા પ્રાઇમરી ટ્રાન્સપોર્ટેશન અને સેકન્ડરી ટ્રાન્સપોર્ટેશન આરટીએસ મારફત તેને મહાનગરપાલિકાની નારી રોડ ઉપર ત્યાં ટ્રાન્સફર કરવામાં આવે છે. જ્યાં તેનો પ્રોસેસિંગ કરી અને આ કચરામાંથી સેકરીગેશન કરી અને તેમાંથી જે કમ્પોસ્ટ છે. તેને રિયુઝ કરવામાં આવે છે.

કેટલા ટન કચરાનો નિકાલ કરાયો: સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, આ તમામ કામગીરી મહાનગરપાલિકા દ્વારા ડમ્પિગ સાઇટ ઉપર કરવામાં આવે છે, તેમાં મહાનગરપાલિકા દ્વારા હાલમાં 1 લાખ ટન જેટલો વેસ્ટ તાજેતરમાં જે જમા થયેલો હતો. તેનું પ્રોસેસિંગ કરવામાં આવેલું છે. આ કામગીરી માટે એજન્સીને લગભગ 157 રૂપિયા ટન ચુકવણી કરવામાં આવે છે.

30 ટકા કમ્પોઝ અને મનપાએ કરી ચુકવણી: સોલીડ વેસ્ટ વિભાગના અધિકારી ફાલ્ગુન શાહે જણાવ્યું હતું કે, આ કામગીરી વાર્ષિક ધોરણે હોતી નથી. પરંતુ હાલ જે 1 લાખ વેસ્ટ જમા થયેલો હતો. તેના નિકાલ માટેની તેના પ્રોસેસિંગ માટેની એક વખત કરવાની કામગીરી હતી. જેના માટે આપણે પ્રતિક ટન 157 રૂપિયા લેખે લગભગ 1.50 કરોડની ચુકવણી કરવાની રહેશે અને લગભગ આમાં જે પ્રોસેસિંગ કરવામાં આવે છે. તેમાં લગભગ 30 ટકા જેટલું ખાતર નીકળે છે. જેને ખાતર તરીકે યુઝ કરવામાં આવે છે. હાલમાં ડમ્પિગ સાઇટ પર વરસાદના સમયમાં કામગીરી થઈ શકતી ન હોવાથી લગભગ 35000 ટન જેટલો કચરો પડતર હશે.

આ પણ વાંચો:

  1. મોરબી સિરામિક ઉધોગ પર મંદીનું ગ્રહણ : એક મહિનામાં 200 યુનિટ બંધ થયા, શું છે કારણ ? - Morbi ceramic industry
  2. PM ની સભા માટે થઈ આવી કામગીરીઓ, GMDC ગ્રાઉન્ડ ખાતે 4 જર્મન ડોમ તૈયાર, તંત્ર તાત્કાલીક કામે વળગ્યું - PM MODI GUJARAT VISIT

Last Updated : Sep 14, 2024, 10:35 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.