મહેસાણા: આજથી શરૂ થયેલ ગણેશોત્સવ નિમિત્તે મહેસાણામાં ગાયકવાડી ગણપતિ મંદિરે ગણપતિ દાદાને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. મહેસાણાના મુખ્ય બજારમાં આવેલું સિદ્ધિ વિનાયક ગાયકવાડી ગણપતિ મંદિર લગભગ 111 વર્ષ જૂનું મંદિર છે. જ્યાં ગાયકવાડ દર્શન કરવા આવતા હતા, જેઓ ગણપતિ દાદાના પરમ ભક્ત હતા. અને તેમણે જ ગાર્ડ ઓફ ઓનરની શરૂઆત કરી હતી, અને આ પ્રથા આજે પણ દર વર્ષની જેમ જાળવી રાખીને મહેસાણા પોલીસ દ્વારા ગણપતિ દાદાને ગાર્ડ ઓફ ઓનર અચૂકપણે આપવામાં આવે છે.
દર વર્ષે ઉજવાય છે ગણેશ મહોત્સવ: દર વર્ષે 6 દિવસ ગણેશોત્સવ ધામ ધૂમથી ઉજવાય છે. દર વર્ષે માટીની મોટી પ્રતિમા લાવીને મંદિરમાં જ તેનું પૂજન કરવામાં આવે છે. મંદિર ખાતે 6 દિવસ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે. આજે પ્રથમ દિવસે સાંસદ મયંક નાયક, સાંસદ હરિભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ સહિત અગ્રણીઓએ ઉપસ્થિત રહી ગણપતિ દાદાની પૂજા અર્ચના કરી હતી.
આમ, મહેસાણાના ગાયકવાડ સમયના આ ગણપતિ મંદિરમાં વર્ષોની પરંપરા અનુસાર ગાર્ડ ઓફ ઓનર આપી ગણેશ ઉત્સવમાં ગણપતિ દાદાની પૂજા અર્ચના આરતી કરી મહોત્સવની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.
આ પણ વાંચો: