ETV Bharat / state

"રીન્યુએબલ એનર્જી સમિટમાં 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું"- કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી - RE INVEST Summit

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2024, 12:49 PM IST

હાલમાં ગાંધીનગર ખાતે ત્રિ-દિવસીય RE-INVEST સમિટનું આયોજન થયું હતું. જેમાં રીન્યુએબલ એનર્જી સમિટમાં 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે. RE INVEST Summit

RE-INVEST સમિટ
RE-INVEST સમિટ (ETV Bharat Gujarat)
કેન્દ્રીય નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશી (ETV Bharat Gujarat)

ગાંધીનગર : તાજેતરમાં ગાંધીનગર ખાતે આયોજિત ત્રિ-દિવસીય RE-INVEST સમિટ અંતર્ગત ‘એનર્જી ટ્રાન્ઝીશન ટૂ વર્ડ્સ 100 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’ માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા.

RE-INVEST સમિટ : ગુજરાત ‘ગેટ વે ટુ ધી ફ્યુચર’ સાથે રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં પણ લીડ લઈ રહ્યું છે. રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે RE-INVEST સમિટ મહત્વપૂર્ણ બનશે. રિન્યુએબલ એનર્જી ટેકનોલોજી સ્થાપવા માટે ગુજરાત સૌથી સ્માર્ટ વિકલ્પ હોવાનું કેન્દ્રીય નવીન અને નવીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું. રીન્યુએબલ એનર્જી સમિટમાં 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું હોવાનો સરકારે દાવો કર્યો છે.

રુ. 179 કરોડના MoU : રાજ્યની 50 હજાર મેગાવોટથી વધુની ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં 54 ટકા હિસ્સો રિન્યુએબલ એનર્જીનો છે. ‘મિશન 100 ગીગાવોટ ઓફ રિન્યુએબલ એનર્જી ઇન ગુજરાત’નું લૉન્ચિંગ તથા ‘ગુજરાત એનર્જી વિઝન 2047’નું વિમોચન કર્યું હતું. કુલ ચાર MoU સાઈન કરવામાં આવ્યા હતા. જેમાં PGCIL અને ગુજરાત સરકાર વચ્ચે રૂ. 5 હજાર કરોડ, GSEC અને GUVNL વચ્ચે રૂ. 59 હજાર કરોડ, ખાવાડા એનર્જી અને GPCL વચ્ચે રૂ. 85 હજાર કરોડ તેમજ જુનીપર ગ્રીન એનર્જી અને GEDA વચ્ચે રૂ. 30 હજાર કરોડના MoU સાઈન થયા છે.

પ્રથમ સોલર વિલેજ મોઢેરા : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં ફોસિલ ફ્યુઅલ પરની નિર્ભરતા ઘટાડીને પર્યાવરણ સંરક્ષણ સાથે ઊર્જા સુરક્ષા અને ગ્રીન એનર્જીના નવતર આયામો આપ્યા છે. દેશનો પહેલો સોલાર પાર્ક તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળમાં ચારણકામાં શરૂ થયો હતો. હવે ગુજરાત દેશના પ્રથમ સોલાર વિલેજ મોઢેરાનું પણ ગૌરવ ધરાવે છે.

રિન્યુએબલ એનર્જીનું મહત્વ : કચ્છના 37 ગીગાવોટ હાઇબ્રિડ એનર્જી પાર્ક, 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ તથા ગુજરાતની સેક્ટર સ્પેસિફિક પોલિસી, ખાસ કરીને રિન્યુએબલ એનર્જી પોલિસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલિસીનો ઉલ્લેખ કરતાં સીએમ પટેલે RE-INVEST સમિટના હિતધારકોને તેનો અભ્યાસ કરવા અને લાભ લેવા અનુરોધ પણ કર્યો હતો. ગુજરાતને સોલાર પેનલ તથા વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરિંગ ઉત્પાદનમાં અગ્રિમ રાખવાના ધ્યેય સાથે સરકાર આગળ વધી રહી છે. રિન્યુએબલ એનર્જી દ્વારા એનર્જી સિક્યુરિટી, ક્લીન એનર્જી અને નેટ ઝીરો-આ ત્રણેય લક્ષ્ય સિદ્ધ કરવા સાથે રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભરતા માટે આ સમિટ મહત્વપૂર્ણ બનશે તેવી અપેક્ષા છે.

32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ : કેન્દ્રીય નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, ગુજરાતમાં આયોજિત RE-INVEST સમિટ ખૂબ સફળ જઈ રહી છે. રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં 32.45 લાખ કરોડનું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. જર્મની અને ડેનમાર્કનું મોટું ડેલિગેશન આવ્યું છે, સાથે અન્ય દેશોએ પણ પોતાનું ડેલિગેશન મોકલ્યું છે. ગઈકાલે 250 સ્પીકર, 250 ઇન્ટરનેશનલ ડેલિગેટ્સ સમિટમાં સહભાગી થયા હતા. આ સમિટમાં 500 B2B મીટીંગ અને 60 B2G મીટીંગો થઇ, સાથે જ 7000થી વધુ રજિસ્ટર્ડ વિઝીટર આવ્યા છે.

રિન્યુએબલ એનર્જીમાં અગ્રેસર ગુજરાત : સમગ્ર વિશ્વ આજે ગુજરાતને દરેક ક્ષેત્રમાં વિશેષ પ્રભાવ સાથે પ્રગતિશીલ રાજ્ય તરીકે ઓળખે છે. દાયકાઓથી ગુજરાત નવીનીકરણીય ઊર્જાના વિકાસમાં અગ્રેસર રહ્યું છે. રિન્યુએબલ એનર્જી પોલિસી બનાવનાર ગુજરાત પ્રથમ રાજ્ય છે. ક્લાયમેટ ચેન્જ માટે અલાયદો વિભાગ બનાવનારું ગુજરાત સમગ્ર વિશ્વનું પ્રથમ રાજ્ય છે. ગુજરાતમાં 300 દિવસ ભરપૂર માત્રામાં સૂર્યપ્રકાશ આવતો હોવાથી, ગુજરાતમાં સોલાર ઊર્જાની ક્ષમતા વધારવાની અનેક શક્યતાઓ રહેલી છે. સાથે જ દેશનો સૌથી લાંબો દરિયાકિનારો હોવાથી પવન ઊર્જામાં પણ ભરપૂર સંભાવનાઓ રહેલી છે.

પીએમ સૂર્ય ઘર યોજના : રાજ્યના ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ RE- INVEST સમિટના બીજા દિવસે પત્રકાર પરિષદને સંબોધન કરતાં કહ્યું કે, રિન્યુએબલ એનર્જીમાં સમગ્ર દેશમાં 200 ગીગાવોટની ક્ષમતામાં ઉત્પાદન થયું, જેમાં ગુજરાતે 30 ગીગાવોટની ક્ષમતામાં એટલે કે, 15 ટકા જેટલું ઉત્પાદન રાજ્યમાં થયું છે. રૂફ્ટોપ યોજના હેઠળ રાજ્યના અંદાજે 5 લાખ ઘર ઉપર સોલાર સિસ્ટમ લગાવવામાં આવી છે. જ્યારે, પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ભારતમાં કુલ 3.56 લાખ ઘરોમાં સોલાર છે. જેમાંથી, ગુજરાતમાં 1.50 લાખ જેટલા ઘરોએ યોજનાનો લાભ લીધો છે.

એક કરોડ ઘરમાં સોલાર સિસ્ટમનું લક્ષ્ય : પીએમ સૂર્ય ઘર યોજના હેઠળ ભારતમાં વધુ એક કરોડ ઘરમાં સોલાર સિસ્ટમ લગાવવાનું લક્ષ્યાંક છે, જેમાં ગુજરાતને 10 લાખનું લક્ષ્યાંક મળ્યું છે. સાથે જ આ સમિટના બે જ દિવસમાં અંદાજે 3,25,000 કરોડથી વધુના રોકાણની પણ શપથપત્રના માધ્યમથી જાહેરાત થઈ ગઈ છે. આ ઉપરાંત 7.41 લાખ કરોડનું રોકાણ વાઇબ્રન્ટ વખતે રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે મળ્યું હતું.

  1. "માત્ર ટોપ પર પહોંચવાનો જ નથી, પણ ટોપ પર ટકી રહેવાનો ઇરાદો" : PM મોદી
  2. હવે મિનિટોમાં જ અમદાવાદથી ગાંધીનગર, PM મોદીના હસ્તે મેટ્રો ટ્રેન સેવાનો પ્રારંભ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.