ETV Bharat / state

પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર - Gandhinagar Kshtriya Samaj

ક્ષત્રિય સમાજ માટેના પરશોત્તમ રુપાલાના નિવેદન અંગેનો મામલો ગાંધીનગરમાં ઉકળતો જોવા મળ્યો હતો. ગાંધીનગર રાજપુત ક્ષત્રિય સમાજની મહિલાઓની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી અને રુપાલા સામે કાયદેસર કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે, રાજપુત સમાજનો હુંકાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 30, 2024, 6:51 PM IST

Updated : Mar 30, 2024, 7:13 PM IST

રાજપુત સમાજે કર્યો હુંકાર

ગાંધીનગર : ગાંધીનગર રાજપુત ક્ષત્રિય સમાજની મહિલાઓની આગેવાનીમાં બેઠક યોજાઈ છે. ત્યારબાદ રેલી સ્વરૂપે ક્ષત્રિય સમાજના લોકો પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ કલેકટરને આવેદનપત્ર પણ આપ્યું હતું. ક્ષત્રિય સમાજે પરશોત્તમ રુપાલાની ટિકિટ રદ કરવાની માંગણી કરી કહ્યું કે સમાધાન માત્ર ભાજપના ક્ષત્રિય આગેવાનો સાથે થયું છે, રાજપૂત સમાજ સાથે નહીં. કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય તો આગામી દિવસોમાં સમગ્ર રાજ્યોના રાજપુત સમાજના આગેવાનોનું સંમેલન બોલાવવામાં આવશે.

ટિકિટ રદ કરવા માગણી : ગુજરાત રાજપૂત સંકલન સમિતિના મહિલા પ્રમુખ તૃપ્તિબા રાઓલેે જણાવ્યું કે કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રુપાલા અમારા રાજપૂત સમાજ પર હલકી ટીપ્પણી કરી છે. તેમણે ચૂંટણીમાં મત મેળવવા માટે સમાજમાં ભાગલા પડાવ્યા છે. તેમની વિરુદ્ધ કાયદાકીય પગલાં લેવાયા જોઈએ. સમગ્ર ગુજરાતનો રાજપૂત સમાજ માંગણી કરે છે કે તેમની ટિકિટ કપાવી જોઈએ. જો તેમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ટૂંક સમયમાં ગુજરાત રાજપુત સમાજનું મહાસંમેલન બોલાવીશુ.

મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી : તૃપ્તિબા રાઓલેે વધુમાં જણાવ્યું કે પપરશોત્તમ રુપાલાએ સમગ્ર ભારતના રજવાડાઓનું અપમાન કર્યું છે. જરૂર પડે તો આખા ભારતના તમામ રજવાડાઓનું સંમેલન કરીશું. તેમણે મતદાનનો બહિષ્કાર કરવાની પણ આપી ચીમકી આપી છે.

રૂપાલાનું સમાધાન ભાજપના ક્ષત્રિયો સાથે, રાજપૂત સમાજ સાથે નહીં : ગોંડલમાં ગઈકાલે રાજપૂત સમાજની બેઠક મળી હતી. બેઠકમાં પૂર્વ એમએલએ જયરાજસિંહ જાડેજા,એમએલએ કિરીટસિંહ રાણા રાજ્યસભા સાંસદ કેસરી દેવસિંહ ઝાલા સહિતના ક્ષત્રિય સમાજના આગેવાનો આવ્યા હતાં. પરંતુ મોટાભાગના આગેવાનો ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા હતા. બેઠકમાં ગુજરાતના રાજપૂત સમાજની સંસ્થાઓ અને સંગઠનના પ્રતિનિધિઓ હાજર ન હતા. સમાજના લાલબાપુની લાગણી દુભાઈ છે. તેમને પણ સમાજને સમજાવવાની વાત કરી છે. પરંતુ પરશોત્તમ રુપાલાનું નિવેદન આખા ભારતના રાજપુત સમાજનું અપમાન છે. જ્યાં સુધી પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન શરૂ રહેશે.

કલેકટર કચેરીમાં આગેવાનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું : ગાંધીનગરમાં કલેકટરને આવેદન પત્ર આપવા માટે મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકો ઉમટી પડ્યા હતાં. કલેકટર કચેરી પાસે પોલીસ અને સમાજના આગેવાનો સાથે ઘર્ષણ થયું હતું. થોડીવારમાં આગેવાન અને પોલીસને સમજાવટ બાદ સમગ્ર મામલો થાણે પડ્યો હતો.

રાજપુત સમાજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું : રાજપૂત સમાજે જિલ્લા કલેકટરને આપેલા આવેદનમાં લખ્યું હતું કે રાજપુત સમાજ ગાંધીનગર તથા કચ્છ - કાઠીયાવાડ રાજપુત સમાજ અને મહીલા પ્રતિનિધિ દ્વારા સોશિયલ મીડીયામા ફરતા લોકસભાના ઉમેદવારના વિડીયોના અનુસંધાનમા લોકસભા 2024ના રાજકોટના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા પર આચાર સહિંતા તથા રાષ્ટ્ર વિરોધી કૃત્ય કરેલ હોય તેની ફરિયાદ કરી ગુનો દાખલ કરવામાં આવે. આવા પ્રકારના નિવેદનથી બે કોમો વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનો પ્રયત્ન થઈ રહ્યા છે. સમાજમા બે કોમો વચ્ચે સુલેહ જોખમાય તેમજ અંદરો અંદર વિખવાદ ફેલાય તેવા શબ્દોનુ ઉચ્ચારણ કરવામા આવેલ છે. પરશોત્તમ રૂપાલા પર નિયમ મુજબ એફઆઈઆર કરી ગુનો દાખલ કરવા અમારી અપીલ છે. ઉમેદવારે પોતે વધુ એક વિડીયો બનાવી સમાજની માફી માંગે છે અને જ્યારે માફી માંગે ત્યારે એ સ્પષ્ટ સાબિત થાય છે કે ગુનો કરેલ છે. જે તમામ બાબત ધ્યાનમાં લઇ નિયમોનુસાર કાયદેસરની કાર્યવાહી કરવા અને અમારી અરજી ધ્યાને લઇ યોગ્ય કાર્યવાહી કરવા મહેરબાની કરશોજી.

  1. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિયોની બે વાર ફરી માફી માંગી પણ વિરોધ યથાવત, કરણી સેનાના વડા રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું - Rupala Controversial Statement
  2. પરસોતમ રુપાલાએ સમગ્ર દેશના ક્ષત્રિયોની હાથ જોડીને માફી માંગી, જીવનમાં પ્રથમવાર નિવેદન બદલ માફી માંગી - Parsotam Rupala Apologized

Last Updated : Mar 30, 2024, 7:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.