ETV Bharat / state

ગાંધીનગર જલ ભવન બહાર વિરોધ પ્રદર્શન, પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના કર્મચારીઓનું હલ્લાબોલ - Gandhinagar Gujarat Water Supply - GANDHINAGAR GUJARAT WATER SUPPLY

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કાર્યરત જિલ્લા અને તાલુકા પ્રયોગશાળામાં કામ કરતાં કર્મચારીઓએ ગાંધીનગર જલ ભવન બહાર વિરોધ પ્રદર્શન કર્યુ હતું. મોટી સંખ્યામાં કર્મચારીઓ એકત્રિત થયા અને સરકાર વિરોધી નારેબાજી કરી હતી. વાંચો કઈ માંગણીઓને લઈને થયું વિરોધ પ્રદર્શન વિસ્તારપૂર્વક. Gandhinagar Gujarat Water Supply Sewerage Board Laboratory Employees Protested Jal Bhawan

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 15, 2024, 9:57 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ગાંધીનગરઃ જલ ભવન બહાર ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ દ્વારા કાર્યરત જિલ્લા અને તાલુકા પ્રયોગશાળામાં કામ કરતાં કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સંદર્ભે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમનું કહેવું છે કે, જીજેટીઆઈ તરફથી કર્મચારીઓને અનેક સગવડો અને હકોથી વંચિત રાખવામાં આવ્યા છે. ટેન્ડરમાં કર્મચારીઓનો પગાર પગાર રૂ. 26,000 થી 30,000 સુધીનો દર્શાવવામાં આવ્યો છે પરંતુ કર્મચારીઓને 12 થી 15 હજાર જ પગાર ચૂકવવામાં આવે છે. ઓછો પગાર પણ છેલ્લા 3 માસથી મળ્યો નથી.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

પ્રાઈવેટ કંપનીને ટેન્ડરઃ જિલ્લા પ્રયોગશાળા ભરૂચમાં ફરજ બજાવતા વીરેનસિંહ રાજે જણાવ્યું હતું કે, અમે છેલ્લા 10-15 વર્ષથી વિવિધ જિલ્લા અને તાલુકાની પ્રયોગશાળાઓમાં નોકરી કરી રહ્યા છીએ. છેલ્લા સપ્ટેમ્બર માસથી જીજેટીઆઈની લેબોરેટરીમાં ડીટોક્ષ કોર્પોરેશન પ્રાઈવેટ લિમિટેડ કંપનીને ટેન્ડર આપવામાં આવ્યું છે. કંપની દ્વારા છેલ્લા 4-5 મહિનાથી સમયસર પગાર કરવામાં નથી આવતો. લેબમાં કામ કરતા મોટાભાગના કર્મચારીઓ ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારના છે. કંપની દ્વારા જે પ્રમાણે કામ કરવામાં આવે છે. તે પ્રમાણે સમયસર વેતન આપવામાં આવી રહ્યું નથી.

3થી વધુ નોટિસઃ વીરેનસિંહ રાજે વધુમાં જણાવ્યું હતું કે,8 માસ પહેલા આવેલી ખાનગી એજન્સી ડીટોક્ષની કામગીરી અસંતોષકારક હોવાને કારણે 4-5 નોટિસ આપવામાં આવી છે. ટેન્ડરના નિયમ અનુસાર 3 નોટિસ મળ્યા બાદ એજન્સીને ડીસ્કોલીફાઈડ કરી શકાય છે. 4-5 નોટિસ મળવા છતાં હજી સુધી એજન્સીને ડીસમિસ નથી કરાઈ. આ એજન્સી કોની રહેમ નજર હેઠળ ચાલી રહી છે તે તપાસનો વિષય છે. પોર્ટલ પર અમારી જે પોસ્ટ દર્શાવવામાં આવેલી છે તેને હાલના ટેન્ડરમાં નાબૂદ કરી દેવામાં આવી છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

કર્મચારીઓનું શોષણઃ મોરબી લેબોરેટરીમાં છેલ્લા 7 વર્ષથી ડિસ્ટ્રિક્ટ કોર્ડીનેટરની ફરજ બજાવતા સની બાવળવાએ જણાવ્યું હતું કે, આજે ગાંધીનગર ખાતે ગુજરાતની તમામ જિલ્લા અને તાલુકા લેબોરેટરીનો સ્ટાફ વિરોધ પ્રદર્શન કરવા માટે આવ્યો છે. દરેક લેબોરેટરીનો તમામ સ્ટાફ એમએસસી અને બીએસસી ક્વોલિફાઈડ હોવા છતાં માત્ર 11થી 15 હજાર જેટલું મામૂલી વેતન ચૂકવવામાં આવે છે. છેલ્લા 2-3 મહિનાથી અમને વેતન ચૂકવવામાં આવ્યું નથી. કર્મચારીઓનો ભરપૂર શોષણ કરવામાં આવે છે. એજન્સી દ્વારા કર્મચારીઓને ટર્મિનેટ કરવાની ધમકી આપવામાં આવે છે. અમે અનેક વાર ટેન્ડરની કોપી માંગી છે પરંતુ અમને ટેન્ડર કોપી બતાવવામાં આવતી નથી. અમે સરકારને અનુરોધ કરીએ છીએ કે ટૂંક સમયમાં આ સમસ્યાનો સુખદ નિરાકરણ લાવવામાં આવે. સરકાર અમારો સાંભળશે નહીં તો અમે ભૂખ હડતાલ કરીશું.

  1. રાજકોટ સિટી બસના કર્મચારીઓએ શા માટે કરી હડતાળ ? વાંચો વિગતવાર - Rajkot News
  2. SVP હોસ્પિટલના કર્મચારીઓ કાયમી કરવાની માંગણી મુદ્દે હડતાળ પર, કૉંગ્રેસ ઉમેદવાર ભરત મકવાણાનું સમર્થન - Ahmedabad SVP Hospital

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.