ભાવનગર: વિઘ્નહર્તા ગણેશજીને ભક્તો પોતાના ઘરમાં લાવીને ઘરમાં સુખ સમૃદ્ધિ મળે તેવી પ્રાર્થના કરતા હોય છે અને તેમને અતિપ્રિય મોદકનો ભોગ ચડાવતા હોય છે. ત્યારે ગણેશજીને પ્રિય મોદક અને લાડુની બજાર પણ ગરમ છે. ETV BHARAT એ મીઠાઈની દુકાનમાં તપાસ કરી ત્યારે લાડુ અને મોદકની ફલેવરનો ઢગલો કરી દેવામાં આવ્યો છે.
લાડું અને મોદકના ભાવ: ભાવનગરના પ્રખ્યાત મીઠાઈની દુકાનમાં ચાલુ વર્ષે વિવિધ લાડુ અને મોદક બનાવવામાં આવ્યા છે, ત્યારે મીઠાઈના વ્યાપારી કિશનભાઈએ જણાવ્યું હતું કે, ગણેશ મહોત્સવની લોકોમાં દિનપ્રતિદિન લોકચાહના વધતી જાય છે. તહેવાર અને ભગવાન પ્રત્યેનો અલગ પ્રકારનો થનગાટ લોકોના હ્રદયમાં હોય છે. એમાં ગણેશ ઉત્સવનો માહોલ દર વર્ષે વધતો જાય છે અને પરંપરાગત રીતે અમે પણ વેરાયટીઓ વધારતા જઈએ છીએ. જેમ કે આ વર્ષે અનન્ય પ્રકારના મોદક તૈયાર કર્યા છે. તેમજ વ્યાજબી ભાવે 280થી 600 રુપિયા કિલો ભાવે વહેંચીએ છીએ.
લાડુના પ્રકાર અને વેરાઇટીઓ: મીઠાઈના વ્યાપારી કિશનભાઈએ જણાવ્યું હતું કે અમે પરંપરાગત રીતે લાડુ બનાવીએ છીએ. અહી અનેક પ્રકારના લાડુ છે. ભગવાનને 56 ભોગ ધરાવવા માટે અમે આ વેરાઇટીઓ તૈયાર કરી છે. કાજુ ફ્લેવર, ડ્રાયફ્રુટ, સ્ટોબેરી, બ્લુબેરી, રોઝ, ગુલકંદ, વેનીલા,ઓરેન્જ વગેરે વેરાઇટીઓના મોદક પણ છે. અમે 250 ગ્રામથી 1 કિલો સુધીના મોદક પણ બનાવીએ છીએ. આ સાથે મોતીચુર લાડુ, ચૂરમાના લાડુ, ગોળના ચૂરમાના લાડુ, મગજના લાડુ પણ તૈયાર કર્યા છે.
લોકોએ વિવિધ વેરાયટી પસંદ કરી: મોદક કે લાડુ લેવા આવતા લોકોને વિવિધ વેરાયટીઓ પસંદ પડી રહી છે. ત્યારે મોદક લેવા આવેલા ધાર્મિક બારૈયાએ જણાવ્યું હતું કે, 8 વેરાઇટીના લાડુ અહી ઉપલબ્ધ છે. કેસર, પિસ્તા, કાજુ, ચોકલેટ જેવી અનેક વેરાયટીઓ છે. ગણેશ ઉત્સવ છે, ત્યારે ઘણા બધા અલગ અલગ ફ્લેવરના લાડુ અહીથી ગ્રાહકો ખરીદીને લઇ જાય છે.
આ પણ વાંચો: