ETV Bharat / state

પાછલા 89 વર્ષથી જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં ઠારે છે આંતરડી - FREE BUTTERMILK DISTRIBUTION - FREE BUTTERMILK DISTRIBUTION

જૂનાગઢ શહેરમાં પાછલા 89 વર્ષથી ઉનાળાના ત્રણ મહિના દરમિયાન ગરીબ પરિવારને છાશ મળી રહે તે માટેનું છાશ કેન્દ્ર શરૂ થયુ હતુ. પાંચ રૂપિયાના લોકફાળાથી શરૂ થયેલું સાર્વજનિક છાસ કેન્દ્ર પ્રાથમિક દિવસોમાં ગણ્યા ગાંઠયા પરિવારો લાભ લેતા હતા. પરંતુ આજે 89 વર્ષ બાદ જૂનાગઢ શહેરના 500 જેટલા પરિવારો છાસ કેન્દ્ર થકી દિવસમાં એક વખત એક લીટર છાશ વિનામૂલ્યે મેળવી રહ્યા છે.FREE BUTTERMILK DISTRIBUTION

જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં આંતરડી  ઠારે છે
જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં આંતરડી ઠારે છે (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 22, 2024, 10:27 AM IST

વિનામૂલ્યે 1 લીટર છાસ આપવામાં આવે છે. (etv bharat gujarat)

જૂનાગઢ:પાછલા 89 વર્ષથી જૂનાગઢમાં સતત કાર્યરત સાર્વજનિક છાસ કેન્દ્ર ગરમીમાં સમયમાં 500 પરિવારોને વિનામૂલ્યે છાસ વિતરણ કરીને આંતરડી ઠારી રહી છે. 5 રૂપિયાના લોક ફાળાથી શરૂ થયેલું આ મહાઅભિયાન આજે જૂનાગઢ શહેરના 500 પરિવારો સુધી પહોંચ્યું છે જેને વિનામૂલ્યે 1 લીટર છાસ આપવામાં આવે છે.

3 મહિના દરમિયાન 1 લાખ કરતા પણ વધારે છાસની થેલીનું વિતરણ
3 મહિના દરમિયાન 1 લાખ કરતા પણ વધારે છાસની થેલીનું વિતરણ (etv bharat gujarat)

જૂનાગઢનું સાર્વજનિક છાશ કેન્દ્ર: જૂનાગઢ શહેરમાં પાછલા 89 વર્ષથી ઉનાળાના ત્રણ મહિના દરમિયાન ગરીબ પરિવારને છાશ મળી રહે તે માટેનું છાશ કેન્દ્ર શરૂ થયુ હતુ પાંચ રૂપિયાના લોકફાળાથી શરૂ થયેલું સાર્વજનિક છાસ કેન્દ્ર પ્રાથમિક દિવસોમાં ગણ્યા ગાંઠયા પરિવારો લાભ લેતા હતા. પરંતુ આજે 89 વર્ષ બાદ જૂનાગઢ શહેરના 500 જેટલા પરિવારો છાસ કેન્દ્ર થકી દિવસમાં એક વખત એક લીટર છાશ વિનામૂલ્યે મેળવી રહ્યા છે. ઉનાળાની આ બળબળતી ગરમીમાં પ્રત્યેક વ્યક્તિને ઠંડકનો અહેસાસ છાશ કરાવે છે ત્યારે આજે પણ ગરમીના દિવસો દરમિયાન છાસ કેન્દ્ર પર છાશ લેવા માટે વહેલી સવારથી જ લોકો આવી જતા હોય છે.

જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં ઠારે છે આંતરડી
જૂનાગઢનું સાર્વજનિક છાસ કેન્દ્ર 500 પરિવારની ગરમીમાં ઠારે છે આંતરડી (etv bharat gujarat)

ટોકન પદ્ધતિથી અપાય છે છાશ: સાર્વજનિક છાસ કેન્દ્ર લાભાર્થીઓને વિના મૂલ્ય 1 લીટર છાશ પૂરી પાડે છે જેના વિતરણની વ્યવસ્થા પણ ટોકન મારફતે થાય છે જેથી એકનો એક પરિવાર ફરી વખત છાશ લેવા ના આવે અને અન્યનો લાભ ઓછો ન થાય તે માટેની વ્યવસ્થા છાસ કેન્દ્ર દ્વારા ઊભી કરવામાં આવી છે. છાસનું વિતરણ સાર્વજનિક છાશ કેન્દ્રના પદાધિકારીઓ અને દાતાઓ દ્વારા કરવામાં આવતુ હોય છે. સામાન્ય રીતે છાશ કેન્દ્રનો લાભ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો વિશેષ પ્રમાણમાં લેતા હોય છે ત્રણ મહિના દરમિયાન પ્રતિદિન એક હજાર થેલી છાશનું વિતરણ કરવામાં આવે છે જેના ખર્ચ અને વિતરણની સંપૂર્ણ વ્યવસ્થા સાર્વજનિક છાસ કેન્દ્ર દ્વારા કરાય છે.

3 મહિનામાં 1 લાખ છાસની થેલીનું વિતરણ: સામાન્ય અંદાજ મુજબ ઉનાળાના 3 મહિના દરમિયાન 1 લાખ કરતા પણ વધારે છાસની થેલીનું વિતરણ કરવામાં આવે છે. અત્યારે જ્યારે ખૂબ જ આકરી ગરમી પડી રહી છે ત્યારે આ છાશ પ્રત્યેક ગરીબ અને મધ્યમ વર્ગની આંતરડીને ઠારે છે અને માનવસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશય ને સાર્થક કરવા માટે પણ આ સેવા પાછલા 89 વર્ષથી ઉનાળાના ત્રણ મહિના દરમિયાન સતત અને અવિરત ચાલતી જોવા મળે છે.

  1. અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી ઝડપાયેલા ISISના 4 આતંકીઓ 14 દિવસના રિમાન્ડ પર, જાણો શું હતો પ્લાન ? - 4 ISIS Terrorists
  2. યુપીના બારાબંકીમાં રાહુલ ગાંધીની રેલી અચાનક રદ થવાના કારણે વિવાદ, સામસામી આક્ષેપબાજી થઈ - Rahul Gandhi

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.