ETV Bharat / state

સાવધાન ! પોલીસનો ડર બતાવી રુપિયા ખંખેરતા ઠગોએ જાળ પાથરી, સુરત પોલીસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર - Surat Cyber ​​Fraud

સુરતમાં પોલીસના નામે લોકોને ઈ મેમોના ડર બતાવી છેતરપિંડી થયા હોવાનો ઓડિયો વાઈરલ થયો છે. આવી જ રીતે સાઇબર ક્રાઇમ કરતા આરોપીઓ વાહનચાલકોને કોલ કરીને ઓનલાઇન દંડ રૂપે રૂપિયા ખંખેરી રહ્યા હોવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. આ મામલે હવે સુરત પોલીસ પબ્લિક પડખે આવી છે.

પોલીસનો ડર બતાવી રુપિયા ખંખેરતા ઠગોએ જાળ પાથરી
પોલીસનો ડર બતાવી રુપિયા ખંખેરતા ઠગોએ જાળ પાથરી (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 22, 2024, 5:14 PM IST

સુરત : સાયબર ક્રાઈમ કરતા ઠગ અવનવી રીતે લોકોને ઓનલાઈન છેતરતા રહેતા હોય છે. હાલમાં જ સુરતમાં પોલીસનો ડર બતાવી સાયબર ઠગ લોકો પાસેથી પૈસા ખંખેરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે. સુરત શહેર ટ્રાફિક પોલીસે છેલ્લા એક મહિનાથી ટ્રાફિક નિયમ બાબતે કમર કસી છે. બીજી તરફ સુરતીઓ પણ નિયમોનું પાલન કરી પોલીસને સહકાર આપી રહ્યા છે.

સાવધાન ! સાયબર ઠગોએ જાળ પાથરી, સુરત પોલીસે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર (ETV Bharat Reporter)

ટ્રાફિક પોલીસની ઝુંબેશ : જોકે, કેટલાક વાહનચાલકો સુધરવાનું નામ જ લેતા ન હોય તેમ વારંવાર ટ્રાફિક નિયમોનો ભંગ કરી રહ્યા છે. રોંગ સાઈડમાં વાહન હંકારવા, વાહન ચલાવતા મોબાઇલમાં વાતચીત કરવી, સીટબેલ્ટ વગર કાર ડ્રાઈવિંગ અને સિગ્નલ ભંગ સહિતના નિયમોનો એક-બે વખત નહિ પણ 100થી વધુ વાર ભંગ કરનારા વાહનચાલકોની સંખ્યા નોંધપાત્ર છે. આવ વાહનચાલકોને સબક શીખવવા પોલીસે લાયસન્સ રદ્દ કરવા સુધીની ચીમકી આપી છે.

પોલીસના નામે ચરી ખાતા ઠગ : બીજી તરફ લાંબા સમયથી ટ્રાફિક નિયમ ભંગ બદલ ઈ-મેમો ન ભરનારા લોકોને ઈ-ચલણ રજિસ્ટર્ડ એડ્રેસ પર ઇસ્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન ટ્રાફિક પોલીસની આ કામગીરી વચ્ચે ઠગબાજોને લોકોને ખંખેરવાનો નવો રસ્તો મળી ગયો છે.

પોલીસનો ડર બતાવી છેતરપિંડી : સાયબર આરોપીઓ લોકોને ઈ-મેમોના નામે કોલ કરી પોલીસની માફક વાહન નંબર સાથે જે-તે વિસ્તારમાં ટ્રાફિક નિયમો તોડવાની માહિતી આપી ડરાવી રહ્યા છે. ઉપરાંત 4 થી 5 મેમો પેન્ડિંગ હોવાનું કહી તાકીદે દંડ નહિ ભરશો તો લાઇસન્સ રદ અને કોર્ટ કેસ થશે એવો ડર બતાવાય છે. બાદમાં ગૂગલ પે કે પેટીએમથી ઓનલાઈન ઈ-મેમો ભરવા દબાણ કરવામાં આવે છે.

સુરત પોલીસની જનતા જોગ અપીલ : આ બાબતે સુરત ટ્રાફિક પોલીસ DCP અમિતા વાનાણીએ જણાવ્યું કે, સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા ક્યારેય પણ કોઈપણ વાહનચાલકોને ઇ-ચલણ દંડ ભરવા માટે ફોન કરવામાં આવતો નથી. જ્યારે પણ કોઈ પણ વાહનચાલકનું ઈ-ચલણ જનરેટ થાય છે, ત્યારે તેમને વેબસાઈટ પરથી ટેક્સ મેસેજ કરવામાં આવે છે. તે ટેક્સ મેસેજના લિંક પર જઈ કોઈપણ વાહનચાલક દંડની ભરપાઈ કરી શકે છે. ઈ-ચલણ ભરવા માટે બે સિસ્ટમ છે, જેમાં ઓનલાઈન અને ઓફલાઈન રીતે દંડ ભરી શકાય છે.

આવી રીતે ભરો દંડ : ઓફલાઈન સિસ્ટમ માટે આપણે સુરતના ગમે તે ટ્રાફિક ACP ઓફિસ અથવા સુરત પોલીસ કમિશનર કચેરીએ આવેલી ઇ-ચલણની ઓફિસે ભરી શકાય છે. જેથી આવા કોઈ પણ પ્રકારના ફ્રોડ કોલ આવે કે, અમે સુરત ટ્રાફિક પોલીસમાંથી બોલી રહ્યા છીએ, તમારું ઈ-ચલણ આ નંબરનું છે, તમારે દંડની રકમ અમારા દ્વારા આપવામાં આવેલા ક્યુઆર કોડ પર સ્કેન કરો. તમારે ક્યારેય પણ તે ક્યુઆર કોડ સ્કેન કરવાની જરૂર નથી.

સુરત પોલીસ હેલ્પલાઈન નંબર : આવા ફેક ઓડિયોના કારણે તમારી સાથે સાયબર ફ્રોડ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિને આ રીતે ફોન આવે તો તે વ્યક્તિએ તાત્કાલિક 100 નંબર ઉપર ફોન કરવો. તે ઉપરાંત અમારા સુરત શહેર ટ્રાફિક હેલ્પલાઇન નંબર 7434095555 ઉપર ફરિયાદ નોંધાવી શકે છે. જે નંબરથી ફોન આવ્યો તે નંબર આપી ફરિયાદ નોંધાવી શકે છે.

  1. સુરત પોલીસની ખાસ ઝુંબેશની અસર જોરદાર, ઈ-મેમો અને ચલણ ભરવા લાંબી કતાર લાગી
  2. સુરત શહેરના રાંદેર PIની અશ્રુભીની આંખે વિદાય આપવામાં આવી...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.