બનાસકાંઠા: જિલ્લામાં સોમવારને સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો વાતાવરણમાં પલટો આવતાની સાથે જ ધોધમાર વરસાદ પડ્યો હતો. બનાસકાંઠાના છેવાડાના વિસ્તારમાં વરસાદી માહોલ છવાયો હતો. જો કે બપોરના એક-બે વાગ્યાના આસપાસ ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. વીજળી પણ પડી રહી હતી. પરિણામે વાવ તાલુકાના બાલુંત્રી ગામે બે ભેશો પર આકાશી વીજળી પડતા ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે વાવના કુંડાળિયા ગામે આકાશી વીજળી પડતા બે નંદીઓના ઘટના સ્થળે જ મોત નીપજ્યાં હતા.
બે ભેસોના મોત: વાસ્તવમાં સંપૂર્ણ ઘટના એમ હતી કે, વાવ તાલુકાના બાલુંત્રીના ખેડુત ધેગાભાઈ મોહનભાઈ ગલસરના ખેતરમાં બાંધેલી બે ભેંસો ઉપર આકાશી વીજળી પડતા ભેસોના મોત થયા હતા. જોકે બે ભેસોના મોત થતા ખેડૂતને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આથી આ થયેલા નુકસાનનું સરકાર દ્વારા વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ખેડૂત દ્વારા કરવામાં આવી છે. જોકે ભેંસોના મોત થતાની સાથે જવાબદારી તંત્ર તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યું હતું.
બે નંદીઓના મોત: બનાસકાંઠા જિલ્લાના વાવ થરાદ સુઈગામ તાલુકામાં પણ સવારથી જ વરસાદી માહોલ સર્જાયો હતો. બપોરના સમયે ધીમીધારે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો. જેમાં વાવ તાલુકાના કુંડાળીયા ગામના ભુરાભાઈ ધર્માભાઇ ધાણકના થળિયા ખેતરમાં આકાશી વીજળી પડતા બે નંદીઓના મોત થયા હતા.