ETV Bharat / state

Surat MSMEs: સુરતમાં વિવર્સએ વિકમાં 2 દિવસનો ઉત્પાદન કાપ રાખવાની કેમ અપનાવી રણનીતિ ? - Surat Weavers

MSMEs માટે આવકવેરા વિભાગની જોગવાઈ વિવિંગ ઉદ્યોગ માટે બેકફાયર સાબિત થઈ રહી છે. જેને લઈને વિવર્સએ વિકમાં 2 દિવસનો ઉત્પાદન કાપ રાખવાની રણનીતિ અપનાવી છે. ત્યારે જાણીએ આ વિશે વિસ્તૃત માહિતી આ અહેવાલમાં...

સુરતમાં વિવર્સએ વિકમાં 2 દિવસનો ઉત્પાદન કાપ રાખવાની કેમ અપનાવી રણનીતિ

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 7, 2024, 8:31 PM IST

સુરત : MSMEs માટે આવકવેરા વિભાગની જોગવાઈ વિવિંગ ઉદ્યોગ માટે બેકફાયર સાબિત થઈ રહી છે. વેપારીઓએ નવા ઓર્ડર અટકાવતા વિવર્સએ વિકમાં 2 દિવસનો ઉત્પાદન કાપ રાખવાની રણનીતિ અપનાવી છે.બીજી તરફ કારીગરોને પૂરતું કામ નહી મળતાં હોળી પૂર્વે પાવરલૂમ એક પાળી ચલાવવાની તૈયારીઓ ચાલી રહી છે, એ સ્થિતિમાં કારીગર વતનની વાટ પકડે એવી શક્યતા છે. જો આ વખતે કારીગર વતન જશે તો સીધા લોકસભાની ચૂંટણીનું મતદાન કરીને જ પરત આવશે.

વિવિધ ઉદ્યોગોમાં ચર્ચા અને ચિંતાઃ 2023માં રજૂ કરાયેલી, કલમ 43B(h) નાના વ્યવસાયોને સુરક્ષિત રાખવા માટે 45 દિવસની અંદર ખરીદદારો તરફથી MSME ને સમયસર ચૂકવણી ફરજિયાત કરે છે. જો કે, એસેસમેન્ટ યર (AY) 2024- 2025 માં તેની અસરોએ ચર્ચાને વેગ આપ્યો છે, જેમાં ઉદ્યોગો પર તેની અસર અંગે ચિંતા છે.2023 માં, સરકારે કલમ 43B(h) રજૂ કરી, ખાસ કરીને માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસ (MSMEs) ના સંરક્ષણને લક્ષ્યાંકિત કરીને. આ વિભાગનો હેતુ ભારતીય અર્થવ્યવસ્થામાં આ મહત્વપૂર્ણ યોગદાન આપનારાઓના હિતોનું રક્ષણ કરવાનો છે અને ખરીદદારો પાસેથી ખરીદેલા માલ માટે MSME ને સમયસર ચુકવણી ફરજિયાત છે. જો કે, આ નિયમની અસરો, ખાસ કરીને મૂલ્યાંકન વર્ષ (AY) 2024-2025માં સ્પષ્ટ છે, તેણે વિવિધ ઉદ્યોગોમાં ચર્ચા અને ચિંતાને વેગ આપ્યો છે.

અચાનક ફેરફારોથી ઓર્ડર કેન્સલેશન તરફ જઈ રહ્યાં છે: આ બાબતનું મૂળ એ શરતમાં લખ્યું છે કે ખરીદદારોએ ખરીદીના 45 દિવસની અંદર MSMEs પાસેથી મેળવેલા માલની બાકી રકમની પતાવટ કરવી આવશ્યક છે. વધુમાં, તમામ બાકી ચૂકવણીઓ 31 માર્ચ, 2024 ના રોજ નાણાકીય વર્ષના અંત પહેલા ક્લિયર કરવી આવશ્યક છે. આ જોગવાઈઓનું પાલન કરવામાં નિષ્ફળતાના પરિણામે બાકી ચૂકવણીઓને આવક તરીકે ગણવામાં આવશે, જે કરને આધિન છે. જો કે, જો ફેબ્રુ/માર્ચમાં ખરીદી કરવામાં આવે અને ચુકવણી 45 દિવસમાં કરવામાં આવે તો, આવી ખરીદીને કપાત તરીકે મંજૂરી આપવામાં આવશે. કાપડ ઉદ્યોગ પરંપરાગત રીતે 90 થી 120 દિવસ સુધીની લાંબી ચુકવણીની શરતો માટે ટેવાયેલો છે. અહી અચાનક ફેરફારો ઓર્ડર કેન્સલેશન તરફ જઈ રહ્યાં છે.

ભવિષ્યની પરિસ્થિતિ કફોડી બનવાના એંધાણ: સુરત વિવર્સ એસોસિએશનનાં પ્રમુખ વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે, વિવર્સો માટે ફેબ્રુઆરી મહીનાનો પગાર કરવો પણ મુશ્કેલ બને તેવી સ્થિતી ઊભી થઈ છે. વિવરોમાં લાંબા વેકેશનનો ગણગણાંટ શરૂ થયો છે. ઓટો વિવિંગ ઈન્ડસ્ટ્રીઝમાં આજથી કારખાના 24 કલાકની રજા શરૂ થઈ છે. સાદા અને ફટકા લુમ્સ ચલાવનાર વીકમાં બે દિવસ બંધ રાખી રહ્યાં છે. થોડા સમય બાદ કારખાના એક પાળી કરવાની ફરજ પડશે, ગ્રે-કાપડના ગોડાઉનોમાં માલનો ભરાવો છે. ત્યારે વિવર્સોએ પ્રોડક્શન કાપનું હથિયાર ઉગામવું પડશે. ભવિષ્યની પરિસ્થિતિ કફોડી બનવાના એધાંણ જણાઈ રહ્યાં છે. અમે પોતાની મુશ્કેલીઓ અંગે સરકારને લેખિતમાં જણાવ્યું છે અને માંગ કરી છે કે નિકાલ કરવામાં આવે.

  1. International Women's Day 2024: સાબરમતી આશ્રમમાં ચરખાની મહાનુભાવોને ટ્રેનિંગ આપતા લતાબેન
  2. Valsad Hafus Mango : વલસાડની હાફૂસ કેરીની માર્કેટમાં એન્ટ્રી, જાણો કેરીનું ઉત્પાદન અને ભાવની વિગત...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.