બનાસકાંઠા: વર્ષ 1971માં ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધમાં પાકિસ્તાનથી શરણાર્થી બની ભારત આવેલા 500 પરિવાર ગુજરાત સહિત રાજસ્થાનના અલગ અલગ વિસ્તારમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠામાં સરહદી વિસ્તાર થરાદના શિવનગર વિસ્તારમાં પણ 2 હજાર કરતા વધુ પરિવાર વસવાટ કરે છે. આ તમામ શરણાર્થી પરિવાર પોતાની વર્ષો જૂની કલા આજે પણ આ જાળવી રહ્યા છે.
![મોજડી જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_54.jpg)
![40 વર્ષથી બનાવે છે આ વ્યક્તિ અવનવી ડીસાઇનવાળા મોજડી-બુટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_472.jpg)
વર્ષો જૂની કલાને જાળવી રહ્યા છે: 1971માં થયેલા યુદ્ધમાં પાકિસ્તાનથી અનેક પરિવારો બનાસકાંઠા જિલ્લાના થરાદના શિવનગરમાં શરણાર્થી તરીકે આવ્યા હતા. આ તમામ પરિવારો અત્યારે પોતાની વર્ષો જૂની કલાને જાળવી રહ્યા છે, તેવી જ રીતે દાનાભાઈ માનસિંગજી ભાટી પણ પોતાની જાતે શીખેલી કળાને જાળવી રહ્યા છે.
![40 વર્ષથી બનાવે છે આ વ્યક્તિ અવનવી ડીસાઇનવાળા મોજડી-બુટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_940.jpg)
કોણ છે દાનાભાઈ માનસિંગજી ભાટી: દાનાભાઈ માનસિંગજી ભાટીની ઉંમર 66 વર્ષના છે. તેમણે પાકિસ્તાનમાં ધોરણ પાંચ સુધી અભ્યાસ કરેલો છે. તેમનો પરિવાર પાકિસ્તાનમાં ખેતીના વ્યવસાય સાથે જોડાયેલો હતો. પરંતુ 1971 માં થયેલા યુદ્ધમાં આ પરિવાર બનાસકાંઠાના થરાદના શિવનગર ખાતે આવી વસવાટ કરવા લાગ્યો. તે બાદ દાનાભાઈ ભાટીએ ચામડામાંથી અલગ અલગ મોજડી બનાવવાની કારીગરી શીખી અને પોતાના હાથની કળાથી અવનવી મોજડી બનાવવાની શરૂઆત કરી હતી.
![દાનાભાઈ માનસિંગજી ભાટીની ઉંમર 66 વર્ષ છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_775.jpg)
40 વર્ષથી અવનવી ડિઝાઈન વાળી મોજડી અને બુટ બનાવે છે: થરાદના શિવનગર વિસ્તારમાં પાકિસ્તાનથી શરણાર્થી આવેલા 2000 થી 2500 જેટલા લોકો વસવાટ કરે છે. જેમાં દાનાભાઈ માનસિંગજી ભાટી છેલ્લા 40 વર્ષથી ચામડામાંથી અવનવી ડિઝાઇનવાળા બુટ અને મોજડી બનાવવાનું કાર્ય કરે છે. દાનાભાઈ ભાટી અવનવી ડિઝાઈનવાળી 25 પ્રકારની મોજડીઓ બનાવે છે તેમજ 10 થી 12 પ્રકારના ચામડામાંથી બુટ પણ બનાવવાનું કાર્ય કરે છે. દાનાભાઈ દ્વારા બનાવવામાં આવતી એક મોજડી અથવા બુટ બનાવવા માટે બે થી ત્રણ દિવસ લાગે છે. તેમજ તેઓ દિવ્યાંગ લોકો માટે પણ અવનવી ડિઝાઈનવાળા બુટ બનાવવાનું કાર્ય કરે છે. દાનાભાઈએ એક ઇંચથી લઈ 17 ઇંચ સુધીના દિવ્યાંગ લોકો માટે બુટ બનાવ્યા છે.
![દાનાભાઈએ અપંગ વ્યક્તિઓ માટે 17 ઇંચનું બુટ બનાવવાની આગવી શૈલીથી બુટ બનાવે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_152.jpg)
ઊંચા ભાવે વેચાય છે મોજડી અને બુટ: શિવનગરના દાનાભાઈ ભાટી છેલ્લા 40 વર્ષથી પોતાની હાથની કળાથી સામાન્ય માણસ માટે તેમજ દિવ્યાંગ લોકો માટે 25થી વધુ અવનવી ડિઝાઈનવાળી મોજડી તેમજ 10 થી 12 પ્રકારના બુટ બનાવવાનું કાર્ય કરે છે. આ મોજડી અને બુટ 500 રૂપિયાથી લઈ 6000 સુધીના તેઓ બુટ અથવા મોજડી અવનવી ડિઝાઇન વાળી બનાવી આપે છે. સાથે જ ચામડામાંથી મોબાઈલ કવર પણ બનાવે છે. જેના 500 રૂપિયા છે. દાનાભાઈ ભાટી દ્વારા ચામડામાંથી બનાવવામાં આવતા અવનવી ડિઝાઈનવાળા બુટ અને મોજડીની ખરીદી માટે ગુજરાત સહિત રાજસ્થાનમાથી લોકો ખરીદી કરવા માટે આવે છે.
![25થી વધુ અવનવી ડિઝાઈનવાળી મોજડી તેમજ 10 થી 12 પ્રકારના બુટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/08-08-2024/gj-bk-tharad-mozdi-pkg_07082024232147_0708f_1723053107_398.jpg)
23 ઇંચ લાંબી આઠ ઇંચ પહોળી મોજડી આકર્ષક બની: દાનાભાઈએ અપંગ વ્યક્તિઓ માટે 17 ઇંચનું બુટ બનાવવાની આગવી શૈલીથી બુટ બનાવે છે. તાજેતરમાં તેમણે 23 ઇંચ લાંબી અને આઠ ઇંચ પહોળી આકર્ષક મોજડી બનાવી છે. આ મોજડી જોઈ સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા હતા.