રાજકોટ: જિલ્લા મહાનગરપાલિકાની આરોગ્ય અને ફૂડ શાખાએ ખાણીપીણીના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં રામાપીર ચોકડીથી રૈયાધારા વિસ્તારમાં તેમજ શહેરના કાલાવડ રોડ પર 23 વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
બેદરકારી રાખનાર વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો: તમને જણાવી દઈએ કે, ચકાસણી દરમિયાન લાઈસન્સ વિના ખાણીપીણીની ચીજવસ્તુઓ વેંચતા 15 ધંધાર્થીને નોટિસ ફટકારવામાં આવી હતી. જ્યારે 8 ધંધાર્થીઓને ત્યા ચકાસણી કરી પરંતુ ત્યાં આરોગ્ય સાથેના ચેડા મળી આવ્યા ન હતા. આ કાર્યવાહીથી બેદરકારી રાખનાર વેપારીઓ ફફડાટ વ્યાપી ગયો હતો.
19 કિલો વાસી લોટ મળી આવ્યો: રાજકોટના મહાનગરપાલિકના આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ જાણવા મળે છે કે, રાજકોટના કાલાવડ પર વૃંદાવન મેઇન રોડ પર પટેલ ડાઇનીંગ હોલમાં આરોગ્ય અને ફૂડ શાખાએ ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં સંગ્રહ કરવામાં આવેલ પ્રીપેડ ફૂડ અને મેંદાનો 19 કિલો વાસી લોટ મળી આવતા તેનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો. આ ડાઇનીંગ હોલમાં ફૂડનો વાસી જથ્થો મળતા હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ ડિસ્પ્લેમાં રાખવા નોટીસ આપવામાં આવી છે.
8 વેપારીઓને ત્યાં કઈ બેદરકારી નહીં: ઉપરાંત રામપીર ચોકડીથી રૈયાધાર વિસ્તારમાં 23 વેપારીઓને ત્યાં 19 નમુના ચકાસ્યા હતા. જેમાંથી 8 વેપારીઓને ત્યાં કઈ બેદરકારી જોવા મળી ન હતી. જેમાં (1) રાજુ દાળ પકવાન (2) દેવજીવન હોટેલ રેસ્ટોરેન્ટ (3) દ્વારકાધીશ હોટેલ (4) ભગવતી ગાંઠિયા (5) શિવમ માર્ટ (6) કોઠારી માર્ટ (7) શ્રી દ્વારકેશ ફરસાણ (8) આકાશ ડેરી ફાર્મમાં તપાસ કરવામા આવી જ્યાં કોઈ ક્ષતિ જોવા મળી ન હતી.
15 વેપારીઓને નોટિસ: લાઈસન્સ વિના ખાણીપીણીની ચીજવસ્તુઓ મુદ્દે ઉપર દર્શાવેલ 15 વેપારીઓને નોટિસ આપવામાં આવી છે. જેમાં (1) શ્રીજી વડાપાઉં (2) લક્ષ્મી નાસ્તા સેન્ટર (3) ક્રિષ્ના અમુલ પાર્લર (4) ક્રિષ્ના જનરલ સ્ટોર (5) મોહિની ટ્રેડસ (6)સંતોષી બેકરી (7) અમૃત ડેરી ફામ (8) ગજાનંદ સેલ્સ એજન્સી (9) જય જલારામ જનરલ સ્ટોર (10) આર કે પ્રોવિઝન સ્ટોર (11) નકલગ ડેરી ફાર્મ (12) સાગર ડેરી ફામ (13 )શ્રીનાથજી ફાસ્ટફૂડ (14) શ્રીનાથજી કોલ્ડ્રિંક્સ (15) સાંઈકૃપા માર્ટનો સમાવેશ થાય છે.