ETV Bharat / state

પૂરની સ્થિતિને ધ્યાનમાં લઈ જૂનાગઢ આરોગ્ય વિભાગે 33 સગર્ભા મહિલાઓને સુરક્ષિત સ્થળાંતર કરી - Safe evacuation of pregnant women - SAFE EVACUATION OF PREGNANT WOMEN

ગત સોમવારથી સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે જૂનાગઢનો ઘેડ વિસ્તાર જળબંબાકાર બન્યો છે ત્યારે આવા સમયે સગર્ભા મહિલાઓને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા આરોગ્ય અને વહીવટી તંત્ર દ્વારા સમય રહેતા ઘેડ વિસ્તારની 33 જેટલી સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરવામાં આવી છે. જાણો. Safe evacuation of pregnant women

33 પૈકી 12 જેટલી સગર્ભાઓએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે
33 પૈકી 12 જેટલી સગર્ભાઓએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 29, 2024, 10:52 PM IST

જૂનાગઢ: જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં 26 તારીખ એટલે કે સોમવારથી સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. આજે પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આવી પરિસ્થિતિમાં ખાસ કરીને જૂનાગઢના ઘેડ વિસ્તાર અને ગ્રામ્ય પંથકોમાં તબીબી સમલતો મળી રહે તે માટે આરોગ્ય અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વખતે વિશેષ આયોજન કરાયું હતું. જે પૈકી ઘેડ વિસ્તારની 33 જેટલી સગર્ભા મહિલાઓને 26, 27 અને 28 તારીખ દરમિયાન સંભવિત વરસાદી પુરવાળા વિસ્તારોમાંથી અને વરસાદ પડવાની સ્થિતિમાં ગામનો જમીની સંપર્ક કપાઈ શકે તેવા ગામોમાંથી 33 જેટલી સગર્ભા મહિલાઓને સ્થળાંતરિત કરવામાં આવી છે.

12 મહિલાઓએ આપ્યો બાળકને જન્મ: જિલ્લા વહીવટી તંત્રની દેખરેખ નીચે આરોગ્ય વિભાગ દ્વારા સ્થળાંતરિત કરાયેલી 33 સગર્ભા મહિલાઓ પૈકી 12 જેટલી સગર્ભાઓએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો છે, તો હાલ અન્ય ચાર સગર્ભા બાળકને કોઈપણ સમયે જન્મ આપી શકે છે તેને ધ્યાને રાખીને તેમને હોસ્પિટલમાં સારવાર અર્થે રાખવામાં આવી છે. અન્ય 17 સગર્ભા મહિલાઓ કે જેમનો બાળકને જન્મ આપવાનો સમય હજુ નિર્ધારિત થયો નથી આવી તમામ સગર્ભાઓને વરસાદનું સંકટ ખૂબ ઓછું હોય તેવા વિસ્તારમાં તેમના અન્ય પરિવારજનોના ઘરે સ્થળાંતરિત કરવામાં આવી છે. આમ 33 સગર્ભા મહિલાઓને પૂર સંકટથી બચાવીને સુરક્ષિત માતૃત્વ પૂરું પાડવાની જવાબદારી આરોગ્ય વિભાગ અને જિલ્લા વહીવટી તંત્રએ મુશ્કેલના આ સમયમાં નિભાવી છે.

  1. તંત્રની પૂર વચ્ચે રેસ્ક્યૂ કામગીરી: છેલ્લા 24 કલાકમાં 1785 નાગરિકોનું રેસ્ક્યુ, 13,183 નાગરિકોનું સ્થળાંતર - Rescue operations amid flood
  2. પૂરને પગલે સ્વાથ્યની કાળજી: વડોદરા, મોરબી અને પોરબંદરમાં કુલ 35 મેડિકલ ટીમ તૈનાત - medical team deployed due to flood

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.