ભાવનગર: સામાન્ય રીતે ઘર અને દુકાનો તેમજ અન્ય એવા સ્થળો ઉપર ઉંદર નિકળતા હોય છે. જેને પકડવા માટે પણ પિંજરાઓ મૂકવામાં આવતા હોય છે. પરંતુ ઘણા સમયથી ઉંદરને પકડવાને પગલે નવી આવેલી પદ્ધતિને કારણે ઉંદરોના ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને પગલે રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત ઉંદરની પીડા અને વેદનાને લઈને પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
પ્રાણી કલ્યાણ બોર્ડેએ પ્રતિબંધ મૂક્યો: સામાન્ય રીતે દુકાનો ગોડાઉન અને ઘરોમાં નીકળતા ઉંદરને કારણે તેના રહેણાંકના સ્થાનિક લોકો પરેશાન હોય છે. જેથી કરીને ઉંદરને પકડવા માટે જૂની પદ્ધતિ પ્રમાણે નાના પિંજરા મુકવામાં આવતા હતા. ત્યારબાદ ઉંદરને બહાર જઈને છોડી મૂકવામાં આવતા હતા. પરંતુ આજના ટેકનોલોજીના યુગમાં ઉંદરને પકડવાનો પગલે મારવાના ઉભા થયેલા ચીલાને પગલે લોકો ઉંદર ચીપકી જાય તેવી આવેલી પદ્ધતિને લઈને પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શું છે ગ્લુ ટ્રેપ અને કેમ મૂકાયો પ્રતિબંધ: રાજ્યના પશુપાલન નિયામક દ્વારા ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ અંતર્ગત હાઇકોર્ટમાં થયેલી પિટિશનને આધારે ઉંદર પકડવાની જાળ ગ્લુ ટ્રેપના ઉત્પાદન, વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય જણાવ્યું છે. પરંતુ ગ્લુ ટ્રેપને કારણે જે રીતે ઉંદરનું મૃત્યુ થવાની ઘટના છે તે ક્રૂરતાવાળી હોવાને કારણે સરકારે ગ્લુ ટ્રેપ અથવા સ્ટીકી ટ્રેપ ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો છે. ગ્લુ ટ્રેપમાં ગુંદર જેવો ચીકણો પદાર્થ આવતો હોય જેમાં ઉંદર ચિપકી જાય છે અને ત્યારબાદ તરફડિયા મારીને મૃત્યુ પામે છે. આથી ક્રૂરતાપૂર્વક થતા મૃત્યુને કારણે હાઇકોર્ટમાં પિટિશન બાદ આવેલા નિર્ણયને આધારે ગ્લુટ્રેપના ઉત્પાદન,વેચાણ, અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે.
પશુપાલન વિભાગે સજા અને દંડ વિશે આપી માહિતી: રાજ્યના પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા ફરમાવવામાં આવેલા ઉંદર મારવાના ગ્લુટ્રેપ પ્રતિબંધને પગલે ભાવનગર જિલ્લા પંચાયતના પશુપાલન વિભાગના અધિકારી ડો કલ્પેશ બારૈયાએ જણાવ્યું હતું કે, ગ્લુ ટ્રેપ ઉપર ઉંદર ચાલતા જ તે ચીપકી જાય છે અને ત્યારબાદ તેને હાઇડ્રેશન, ભૂખમરો અને ગુગળામણના કારણે તરફડીયા મારીને મૃત્યુ પામે છે, જેને પગલે ગ્લુ ટ્રેપ કે સ્ટીકી ટ્રેપના ઉત્પાદન,વેચાણ અને ઉપયોગ ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવ્યો છે. જો કે પ્રાણી ક્રૂરતા અધિનિયમ 1960 ની કલમ 11 મુજબ શિક્ષાત્મક કાર્યવાહીમાં 100 દંડ અને જો બે કે વધુ વખત કોઈ ઝડપાય તો 1 થી 3 માસ સુધીની જેલની સજાની જોગવાઈ છે.