વલસાડ: જિલ્લાના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ શહેર નજીકથી વહેતી ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે. નદીની સપાટી ભયજનક ઉપર પહોંચી છે. જેને પગલે નદીની આસપાસના વિસ્તારમાં તેમજ વલસાડ શહેરના નિચાણવાળા ક્ષેત્રમાં નદીનું પાણી ઘૂસવાનું શરૂ થઈ ગયું છે, જેને પગલે વહીવટી તંત્ર એલર્ટ બની છે અને કોઈ માલ મિલકત અને જાનહાનીને નુકસાન ન થાય તે માટે લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરાઈ છે.
નીચાણ વાળા વિસ્તારોમાં ભરાયા પાણી: ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના નિચાણવાળા કેટલાક ક્ષેત્રો જેવા કે વલસાડના બરૂડિયાવાળા, કાશ્મીરનગર અને નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાનું શરૂ થયું હતું. જેને પગલે અનેક ઘરોમાં ગોઠણ સુધીના પાણી ભરાઈ ગયા હતા અને પાણીનું જળસ્તર નદીનું પાણીનું જળસર સાથે વધી રહ્યું હતું. જેને પગલે નીચાણવાળા ક્ષેત્રમાં રહેતા લોકોને તાત્કાલિક સ્થળાંતર કરાવવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી હતી.
સંભવિત અસરગ્રસ્ત વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડયા: વહીવટી તંત્રએ ઓરંગા નદીના જડસરમાં વધારો થવાની અને ઘોડાપૂર આવવાની દહેશતને પગલે કોઈ જાનમાલને નુકસાન ન થાય તે માટે અગોતરું આયોજન કરી નીચાણવાળા ખેતરમાં રહેતા લોકોને સ્થળાંતરિત કરવાની કામગીરી શરૂ કરી છે. અનેક લોકોને શેલ્ટર હોમમાં ખસેડવાની કામગીરી શરૂ કરાવી દેવામાં આવી છે.
ભગડા ખુર્દ વિસ્તારમાં નદીના પાણી ઘૂસ્યા: ઔરંગા નદીમાં આવેલા પૂરને પગલે પૂરના પાણી ભાગડા ખૂન વિસ્તારમાં નદીના પાણી ફરી વળ્યા છે. અનેક રોડ રસ્તાઓ પર પાણી ફરી વળતા ભાગડા ખુદ તરફ જતા અનેક રોડ બંધ થઈ ગયા છે. જેને પગલે પાલિકાની ટીમ એનડીઆરએફની ટીમ તેમ જ વહીવટી તંત્રની ટીમ તમામ કામે લાગી છે. તેમજ નીચાણવાળા ક્ષેત્રમાંથી લોકોને સહી સલામત સ્થળે ખસેડી લેવા કામગીરી હાથ ધરાઈ છે.
સોમવાર તારીખ 5ના રોજ રજા જાહેર: વલસાડમાં ધરમપુર, કપરાડામાં શાળા, કોલેજ અને આઈ.ટી.આઈમાં સોમવારે રજા જાહેર: વલસાડ જિલ્લા ટીડીઓએ એક્સ હેન્ડલ પર મેસેજ મૂકી જણાવ્યું કે, હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે વલસાડ તાલુકા ધરમપુર કપરાડામાં આવેલી શૈક્ષણિક સંસ્થાઓ શાળા, કોલેજ અને આઈ.ટી.આઈમાં સોમવાર તારીખ 5ના રોજ રજા જાહેર કરવામાં આવી છે.
રામલલાના મંદિરમાં શેલ્ટર હોમ બનાવાયુ: વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા ક્ષેત્રોમાંથી 125 થી વધુ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છ અને આ તમામ લોકોને સુરક્ષિત જગ્યા રામલલ્લા મંદિર ખાતે બનાવવામાં આવેલા શેલ્ટર હોમમાં મૂકવામાં આવ્યા છે. હાલમાં સ્થાનિક સંસ્થાઓના સહયોગથી આ તમામ લોકોના ભોજન માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આમ વલસાડ શહેરમાં નીચાણવાળા ક્ષેત્રમાંથી લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. જોકે હજુ પણ હવામાન વિભાગે રેડ એલર્ટ જારી કર્યું છે જેને પગલે તકેદારીના ભાગરૂપે વહીવટી તંત્ર દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે સજજ બન્યું છે.