નવસારી: જિલ્લામાં પૂર્ણ નદીએ રોદ્રરૂપ ધારણ કરતા નવસારીના નીચાણ વાળા વિસ્તારોમાં પૂર્ણના પાણી ફરી વળતા હજારો લોકો પ્રભાવિત થયા છે. ખાસ કરીને શહેરના શાંતાદેવી રોડની સ્થિતિ કફોડી બની હતી. 7 થી 8 ફૂટ જેટલા પૂરના પાણી ચઢી જતા દુકાનદારો સહિત આ વિસ્તારમાં સાડી ભરત તેમજ હીરા કારખાને દારોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. દોઢ મહિનામાં ચાર વાર પુર આવતા મશીનરી સાચવવા સાથે જ તેને શરૂ કરવામાં સમય વીતતો હોય છે ત્યારે લાખો રૂપિયાની નુકસાની વેઠી રહેલા વેપારીઓ હવે પૂર ન આવે એવી પ્રાર્થના કરી રહ્યા છે.
બીજી તરફ રત્ન કલાકારો તેમજ કારીગર વર્ગને પણ બે થી ત્રણ દિવસની રજાઓ થઈ જતા મહિનાનું બજેટ ખરવાયું છે. કારણ રજાઓ પડતા પગારમાં કાપ થાય છે, હીરા ઉદ્યોગમાં એમ પણ મંદી છે અને નવસારીનું હીરા હબ ગણાતું શાંતાદેવી રોડ વિસ્તાર પૂર્વમાં પ્રભાવિત થતા કારખાનેદારો સાથે હજારો રત્નકલાકારો આર્થિક સંકળામણમાં મુકાયા છે.
વિજ પુરવઠાને લઈને મુશ્કેલીઃ નવસારીના શાંતાદેવી રોડ ઉપર પૂરના પાણી વચ્ચે વિશાળ ઝાડ ધરાશાયી થયું હતું. ઝાડ વીજ લાઈન ઉપર પડતા વીજ લાઈન પણ ઝાડ સાથે તૂટી પડી હતી. જોકે વીજ પુરવઠો બંધ હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ ઝાડ પડતા વીજ પુરવઠો ખોરવાતા વિસ્તારના લોકોને મોટી મુશ્કેલી વેઠવી પડી હતી. હાલ ઝાડને કાપીને દૂર કરવા માટે તંત્ર વહેલું આવે એવી લોકોની આશા વ્યક્ત કરી રહ્યા છે. વીજળીની લાઈન જ્યાં તૂટીને પડી છે, ત્યાંથી ઝાડ નીચેથી લોકો અવર-જવર કરી રહ્યા છે. હજુ પણ પૂરના પાણી ઘૂંટણ સમા રહેતા દુકાનદારો મૂંઝવણમાં મુકાયા છે.
છતા ઘરે રાત અન્ય સ્થાને વિતાવીઃ સ્થાનિક જુવાન દીપક ચૌધરી જણાવી રહ્યા છે કે, હાલ જે પ્રમાણે નવસારીમાં ચોથીવાર પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઇને અમારી નોકરીઓમાં ગેપ પડવાના કારણે અમને ઘણું નુકસાન થાય છે. કારણ કે, પૂરની પરિસ્થિતિ વચ્ચે અમે અમારા કામે ધંધે જઈ શકતા નથી. હાલ અમારા ઘરમાં રાત્રિ દરમિયાન પાણી આવતા અમે સુરક્ષિત જગ્યાએ રાત વિતાવી છે અને ફરી અમારા ઘરે આવ્યા છે, પરંતુ હજુ પણ અમારા ઘરમાં પાણી યથાવત છે.
શ્રીજીની મૂર્તિઓને લઈને મુશ્કેલીઃ નવસારીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે પૂર્ણ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ બની હતી ગણેશ મહોત્સવ નજીક છે. ત્યારે નવસારીના નિશાળ વાળા વિસ્તારોમાં પણ શ્રીજી ભક્તો વાજતે ગાજતેે વિઘ્નહર્તાની પ્રતિમાઓ લાવ્યા હતા, પરંતુ શાંતાદેવી રોડ વિસ્તારમાં પાણી ભરાતા સ્થળાંતર કરાવવાની ફરજ પડી અને ભગવાન ગણેશે શહેરના સાંઢ કુવા સ્થિત ફાયર સ્ટેશનમાં આશરો લેવા પડ્યો હોય. એવી સ્થિતિ સામે આવી છે જોકે ભગવાનની પ્રતિમા સ્ટેશનમાં સુરક્ષિત મૂકવામાં આવી હતી પરંતુ વરસાદને કારણે શ્રીજી ભક્તોની આસ્થાને પરંતુ વરસાદને કારણે ભક્તો સાથે ભગવાનની પ્રતિમાઓ પણ મુશ્કેલીમાં મુકાઈ છે.
પાણીથી વાહનો બચાવવા પાર્કિંગની મુશ્કેલીઃ કુદરતી હોનારતો લોકોના જાન માલને મોટા પાયે નુકસાન કરતી હોય છે, ત્યારે નવસારીના શહેરીજનો સાવધાની રાખી રહ્યા છે. નવસારી શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં આવેલા પૂરના કારણે નવસારી શહેરના મુખ્ય માર્ગો પર પોતાના વાહનો પાર્ક કરી દીધા છે. દર વર્ષે આવતા પૂરના કારણે ગાડીઓ પૂરના પાણીમાં ડૂબી જતી હોય છે. લોકોએ સાવધાનીના ભાગરૂપે 1 km લાંબા માર્ગ પર રોડ સાઈડમાં ગાડીઓ પાર્ક કરી દીધી છે જેનાથી પોતાની ગાડીને સુરક્ષિત રાખી શકાય.
તંત્ર નિંદ્રાધીન અને મુશ્કેલીઓઃ પૂરની સ્થિતિ વચ્ચે વચ્ચે નવસારી જિલ્લા વહીવટી તંત્ર નિંદ્રાધીન બન્યું હતું. બીલીમોરા શહેરથી પસાર થતી અંબિકા નદીમાં પૂરની પરિસ્થિતિ વચ્ચે 20 થી વધુ લોકો જીવના જોખમે અંબિકા નદીના પટ્ટમાં ઉતર્યા હતા. ગઈ કાલે પુરના પાણીમાં તણાઇ ગયેલી ટ્રકને કાઢવા 20 થી વધુ લોકો અંબિકા નદીના પૂરના પાણી ઉતર્યા હજુ આજે પણ અંબિકા નદી પોતાની ભયજનક સપાટી 28 ફૂટ છે. હજુ પણ નદી 28 ફૂટની ભયજનક પર વહી રહી છે ત્યારે આ પરિસ્થિતિમાં નદીના પટમાં જવું કેટલું યોગ્ય છે હાલ તો આ મુદ્દે તંત્ર નિંદ્રાધીન હોય તેવું જણાઈ આવ્યું છે.
- નવસારીમાં હજુ પણ અવિરત વરસાદ અને પૂરની સ્થિતિ વચ્ચે શું જરૂર હતી ટ્રક કાઢવાની ?
- લોકો ક્યાં સુધી પોતાના જીવ જોખમે મૂકશે?
- શું આવા દૃશ્યો તંત્રને નથી ધ્યાને આવતા ?
નવસારી જિલ્લાના વહીવટી તંત્રે પૂરના પાણી ઉતર્યા બાદ હવે નુકસાની અંગે સર્વે કરવાની કામગીરી શરૂ કરી છે. સ્થળાંતરિત થયેલા લોકોને કેસડોલ સહિત અન્ય મદદ પહોંચાડવા માટે પણ તૈયારી કરી છે. આ પુરને કારણે જનજીવન પર પડેલા અસરને ધ્યાનમાં લઈને સરકારી તંત્ર દ્વારા રાહત કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. આ ઘટનાને કારણે થયેલા નુકસાનની સર્વે કરવામાં આવશે અને પ્રભાવિત લોકોને મદદ પહોંચાડવામાં આવશે.
પૂર પછી નવસારી જિલ્લાના જનજીવન પર નોંધપાત્ર અસર પડી છે. પૂરના કારણે હજારો લોકોને તેમના ઘરોમાંથી સ્થળાંતરિત થવું પડ્યું હતું, તંત્ર દ્વારા તેમના માટે ભોજનની વ્યવસ્થા કરી હતી. આજે જ્યારે પાણી ઓસરી રહ્યા છે ત્યારે સ્થળાંતરિત લોકો પણ પોતાના ઘર પહોંચી રહ્યા છે. સ્થિતિ સામાન્ય થતા નગરપાલિકાની ટીમ સાફ સફાઈ તેમજ આરોગ્યની ટીમ પણ રોગચાળા નિયંત્રણ માટે કામે લાગી છે.