પોરબંદર: જન્માષ્ટમી નજીક આવી રહી છે. ત્યારે પોરબંદર પ્રાંત અધિકારીના અધ્યક્ષ સ્થાને જન્માષ્ટમી મેળા અંગે મીટીંગ યોજાઈ હતી. પોરબંદર છાયા સંયુકત નગરપાલિકા સાથે રાખી કમિટીની રચના કરવામાં આવી છે. જેમાં ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ચોપાટી મેદાન ખાતે આગામી તારીખ 25 ઓગસ્ટથી તારીખ 29 ઓગસ્ટ સુધી પાંચ દિવસ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન અંગે જાહેર કરવામાં આવ્યું છે.
જિલ્લામાં અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ: હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે. ત્યારે ગત તારીખ 18 જુલાઈથી 25 જુલાઈ સુધી પોરબંદર શહેરમાં વરસાદે કહેર વર્તવ્ય હતો. અંદાજિત 40 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં પોરબંદરમાં પડ્યો છે. ત્યારે અનેક વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. અને અનેક પરિવારોની પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલીમાં છે. માંડ માંડ આ પરિસ્થિતિમાંથી બહાર આવે ત્યારે પોરબંદર જિલ્લા કલેકટરના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીના અધ્યક્ષતામાં એક મીટીંગ યોજાઇ હતી જેમાં આગામી તારીખ 25 ઓગસ્ટથી તારીખ 29 ઓગસ્ટ સુધી પાંચ દિવસ જન્માષ્ટમી લોકમેળાનું આયોજન જાહેર કરવામાં આવ્યું છે. ચોપાટી ગ્રાઉન્ડ ખાતે આ યોજાના છે ત્યારે મેળા કમિટીમાં પોરબંદર છાયા સંયુક્ત નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહી લોકોને ભારે હાલાકી ન થાય અને શાંતિથી મેળો માણી શકે તે માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે.
મેળામાં આગની ઘટનાને ધ્યાને લઈ સેફટી સિક્યુરિટી: પ્રાંત અધિકારી સંદીપ જાદવના જણાવ્યા અનુસાર, જિલ્લા કલેકટર કેડી લાખાણી ના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીને જવાબદારી સોંપવામાં આવી છે અને પ્રાંત અધિકારીની અધ્યક્ષતા હેઠળ એક કમિટી રચવામાં આવી છે જે મેળાનું સંપૂર્ણ સંચાલન કરશે અને આ મેળામાં રાજકોટની આગની ઘટનાને ધ્યાને લઈ સેફટી સિક્યુરિટી અને લોએન ઓર્ડરનું ખાસ ધ્યાન રાખવામાં આવશે આ ઉપરાંત વધુ ભીડ ના થાય તે માટે સ્ટોલની સંખ્યામાં પણ ઘટાડો કરવામાં આવી રહ્યો છે અને રસ્તાઓની પહોળાઈ 50 થી 100 ફૂટ રાખવામાં આવશે આ ઉપરાંત ઈમરજન્સી એક્ઝિટની પણ વ્યવસ્થા કરવામાં આવશે અને આખા ગ્રાઉન્ડમાં છ ગેટ છે જે લોકોની અવરજવર માટે તૂટતા છે આ ઉપરાંત ફાયર સેફ્ટી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવશે જ્યાં જ્યાં સ્ટોલ હોય છે ત્યાં આગ લાગવાની સંભાવના વધુ હોય છે ત્યારે ત્યાં ફાયર સેફ્ટી સાધનો ઉપલબ્ધ રાખવામાં આવશે આ ઉપરાંત ફાઇનલ મેપ તૈયાર થઈ ગયા બાદ સ્ટોલ અને ચગડોળ ની હરાજી ની તૈયારી શરૂ કરવામાં આવશે.
આ કપરી પરિસ્થિતિમાં મેળાનું આયોજન કેટલું યોગ્ય? એક તરફ પોરબંદરમાં વરસાદે કહેર વરસાવ્યો છે. અનેક વિસ્તારોના ઘરોમાં હજુ સુધી પણ પાણી ભરાયા છે ત્યારે અનેક સામાન્ય પરિવારોની હાલત ખરાબ છે અને આર્થિક રીતે પણ નુકસાની થઈ રહ્યું છે. આવા સમયે મેળાનું આયોજન કરવું તે ઉચિત ન ગણતા અનેક લોકોએ પાર્ષનો કર્યા છે. સોશિયલ મીડિયામાં પણ મેળો રદ કરવા અને મેળાનું આયોજન ન કરવાના સૂચનો કરવામાં આવી રહ્યા છે. છતાં આ મેળાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે હવે આ મેળો કયા પ્રકારે થશે તેને લઈને લોકોમાં અનેક ચર્ચા થઈ રહી છે.