અમદાવાદ: છેલ્લા ચાર-પાંચ દિવસથી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ છે અને જેના થકી જનજીવન પણ પ્રભાવિત થયું છે. હવામાન વિભાગ દ્વારા આગામી છ દિવસ સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદની અગાહી વ્યક્ત કરવામાં આવી છે સાથે માછીમારોને આજ થી 1 સપ્ટેમ્બર સુધી દરીઓ ન ખેડવા સૂચના પણ આપવામાં આવી છે. નોંધનીય બાબત છે કે પાછલા બે દિવસની સરખામણીએ આજે વરસાદનું જોર ઘટ્યું છે જો કે આજે પણ કેટલાક જિલ્લાઓમાં રેડ તો કેટલાક જિલ્લાઓમાં ઓરેન્જ અને યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યા છે.
- કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- ગીર સોમનાથમાં આજે ઓરેન્જ અલર્ટ સાથે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.
- સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી અને ભાવનગરમાં આજે યેલો અલર્ટ વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં આ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થતા રાજ્યમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે.