ETV Bharat / state

કચ્છ મોરબી લોકસભા બેઠકમાં 43049 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના શું છે મિજાજ જૂઓ - FIRST TIME VOTERS

પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારો મતદાન કરવા માટે આગળ આવે તે માટે જનજાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે. તો કચ્છ મોરબી લોકસભા બેઠક પર 43,049 જેટલા યુવા મતદારો છે. તેથી અહીંના યુવા મતદારો શું માને છે તે ખૂબ મહત્વનું છે. ત્યારે કચ્છ મોરબી લોકસભા બેઠક પર પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સાથે ખાસ વાતચીત કરી હતી

કચ્છ મોરબી લોકસભા બેઠકમાં 43049 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના શું છે મિજાજ જૂઓ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 13, 2024, 3:34 PM IST

પ્રથમવારના મતદાતાના મિજાજ

કચ્છ : લોકસભા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ઉપડી રહ્યાં છે. પ્રચારકાર્ય તેજીમાં જોવા મળે છે ત્યારે તેમાં તમામની નજર યુવા મતદારો પર છે. યુવાનો ક્યાં ક્યાં મુદ્દાઓ ને ધ્યાનમાં રાખીને મતદાન કરવા જઈ રહ્યા છે, તે બાબતે પણ રાજકીય પક્ષોની નજર રહેશે. કચ્છ લોકસભા બેઠકની વાત કરવામાં આવે તો કચ્છ મોરબી લોકસભાની બેઠક પર 43049 યુવા મતદારો છે.જેઓ પ્રથમ વખતના મતદાતાઓ છે.જે પૈકી 37680 જેટલા મતદારો કચ્છની 6 વિધાનસભા બેઠક પરના મતદારો છે.

યુવા મતદારોમાં પણ ઉત્સાહ : યુવા મતદારોની સંખ્યા કચ્છ મોરબી લોકસભા બેઠક માટે પ્રથમ વખત મતદાન કરનાર યુવા મતદારોની સંખ્યા 43000ને પાર થઈ ગઈ છે.યુવા મતદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો યુવા મતદારો પણ મતદાન કરવા આગળ આવે તે માટે ચૂંટણી પંચ દ્વારા નવા મતદારો અંગે જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યું છે.

લોકસભા બેઠક વિસ્તારના પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆતો : હું 18 વર્ષની છું. હું આ વખતે પ્રથમ વખત મતદાન કરવાની છું જેના માટે ખૂબ ઉત્સાહ છે.મારા માતા પિતા અને પરિવારના લોકો મતદાન કરતા હોય છે ત્યારે મને એમ હતું હું ક્યારે મતદાન કરીશ ત્યારે આ વર્ષે હું પહેલી વાર મતદાન કરીશ. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ખાસ કરીને સાંસદના કામોની વાત કરીએ તો તેમને સંસદમાં તેમની લોકસભા બેઠક વિસ્તારના પ્રશ્નો અંગે યોગ્ય રજૂઆતો કરવાની હોય છે તેમજ સુવિધાઓ મળે તેમજ વિકાસના કમો થાય તેના માટે પ્રયત્નો કરવાના હોય છે તેમજ કેન્દ્ર સરકારની યોજનાઓના લાભ જનતા સુધી પહોંચે તેના માટે પણ પ્રયાસો કરવાના હોય છે.

મતદાન કરવું તે આપણી નૈતિક ફરજ : હું એવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કરીશ કે જે યુવાનો દેશનું ભવિષ્ય છે તો યુવાનો માટે જે કામ કરે રોજગારી ઊભી કરે, મહિલા સશક્તિકરણ પ્રત્યે ધ્યાન આપે, infrastructure development કરે, આજે યુવાનોને દેશથી બહાર ભણવા જવું પડે છે તો તેવી જ સુવિધાઓ સ્થાનિકે ઊભી કરવામાં આવે , આમ તો કોઈ પાર્ટી કે વ્યક્તિને જોઈને નહીં પરંતુ મુદ્દાને જોઈને મતદાન કરવું જોઈએ અને મતદાન કરવું તે આપણી નૈતિક ફરજ છે અને હું મારી ઉંમરના જે કોઈ પણ મતદારો છે જે પ્રથમ વખત મતદાન કરવાના છે તેને અવશ્ય મતદાન કરવું જોઈએ તેવી અપીલ કરું છું.

ઉમેદવારને ચૂંટવામાં મારો ફાળો : મને હાલમાં જ 18 વર્ષ પૂર્ણ થયા છે. હું પહેલીવાર વોટ આપવા જઈ રહી છું જેનું મને ગૌરવ છે. હું તેને જ વોટ આપીશ જે કચ્છના આ સરહદી વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યની સુવિધાઓ વિકસાવે તેવા ઉમેદવારને હું વોટ આપીશ. મત આપવું એ આપણી સમાજ પ્રત્યેની જવાબદારી છે જે હું અનુભવું છે અને સારા ઉમેદવારને ચૂંટવામાં મારો ફાળો રહેશે તેનું ગૌરવ છે.

હું આ વર્ષે પ્રથમ વખત મતદાન કરવાની છું અને પ્રથમ વખત મત આપવાની છું એના માટે ખૂબ ઉત્સાહ છે.હાલમાં કચ્છ લોકસભા બેઠક પર સાંસદ તરીકે વિનોદભાઈ ચાવડા છે જે 2 ટર્મથી ચૂંટાઈ આવ્યા છે.સાંસદને મળતી ગ્રાન્ટમાંથી તે વિકાસના કાર્યો કરે અને લોકોને પૂરતી સુવિધાઓ મળી રહે તે જરૂરી છે.નાગરિકોના વિકાસ માટે કેવા કાર્યો થયા છે તે જોઈને હું મતદાન કરીશ... નંદિની વૈદ્ય (પ્રથમવારના મતદાર)

કોઈ પણ પ્રકારના ફ્રોડ ના કરે તેવા ઉમેદવારને મત : હું 18 વર્ષનો છું અને પહેલીવાર વોટ કરવા જઈ રહ્યો છું. હું એવા રાજકીય પક્ષને મત આપીશ જે કચ્છના વિકાસના કામો કરે અને અમે આપેલા મતને સંતોષકારક કરે અને કોઈ પણ પ્રકારના ફ્રોડ ના કરે. પ્રથમ વખત મતદાન કરવાનો છું જેના માટે ખૂબ ઉત્સાહ છે.

મને હાલમાં જ 18 વર્ષ પૂર્ણ થયા છે હું પહેલી વાર વોટિંગ કરવાની છું જેના માટે મને ખૂબ ઉત્સાહ છે. હું એવા ઉમેદવારને મત આપીશ જે રેલ અને એર કનેક્ટિવિટીની સુવિધા વધારે તેમજ કચ્છમાં જે રીતે પ્રવાસન ક્ષેત્રે વિકાસ થઈ રહ્યો છે ત્યારે ધોળાવીરા જેવી વૈશ્વિક ધરોહરને પણ હજી વધારે વિકસિત કરે...રાજવી શાહ, ( પ્રથમવારના મતદાર )

કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે : હું 18 વર્ષનો થઈ ગયો છું અને હું પ્રથમ વખત મતદાન કરવાનો છું જેના માટે એક્સાઇટેડ છું. જો મને સાંસદ સભ્યને મળવાની તક મળે તો હું એક એ રજૂઆત કરીશ કે કચ્છમાં એન.આર.આઇ. લોકોની સંખ્યા વધારે છેત. ત્યારે વિદેશ જાવા માટે કનેક્ટેડ ફ્લાઈટ લેવી પડે છે તો કચ્છને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળે તે બાબતે રજૂઆત કરીશ કારણ કે ગુજરાતનું ભવિષ્ય કચ્છ છે.

  1. સુરત લોકસભા બેઠકમાં 18થી 19 વર્ષની વયના કુલ 84,476 નવા મતદારો, પ્રથમવારના મતદાતાના મિજાજ જૂઓ - First Time Voters
  2. Lok Sabha 2024: મહેસાણા જિલ્લામાં 1760738 મતદારો ચૂંટણીમાં કરશે, 45720 નવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.