ETV Bharat / state

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો બનાવવો પડ્યો ભારે, ગુજરાત પોલીસે નોંધી FIR - Deepfake videos - DEEPFAKE VIDEOS

હાલમાં જ કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો. જોકે આ મામલે ગુજરાત પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આ કૃત્ય કરનાર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. મળતી માહિતી અનુસાર આ વીડિયો ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી પોસ્ટ થયો હતો.

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો
કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 10, 2024, 11:29 AM IST

Updated : Jul 10, 2024, 11:43 AM IST

કેન્દ્રીય નાણાપ્રધાનનો ડીપ ફેક વીડિયો (ETV Bharat Reporter)

અમદાવાદ : GST મુદ્દે કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણનો ડિપ ફેક વિડીયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થયો હતો. આ મામલે અમદાવાદમાં ફરિયાદ નોંધાઈ છે. નાણામંત્રી નિર્મલા સીતારમણની સ્પીચનો આધાર લઈને ડિપ ફેક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતો. ચિરાગ પટેલ નામના વ્યક્તિના સોશિયલ એકાઉન્ટમાંથી આ વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો હતો.

  • ડિપ ફેક વીડિયો ફેલાવવો ભ્રામક કૃત્ય : ગૃહ રાજ્યમંત્રી

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, નાગરિકોને ગેરમાર્ગે દોરવા માટે ડીપ ફેક વીડિયો ફેલાવવો, તે ભ્રામક કૃત્ય છે. હર્ષ સંઘવીએ ટ્વિટ કરીને જણાવ્યું કે, ‘ગુજરાત પોલીસે આ ડીપ ફેક વીડિયો વાયરલ કરનાર વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરી છે.

ગુજરાત પોલીસે નોંધી FIR : ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ફરિયાદ દાખલ કરવા આદેશ આપ્યા બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ચિરાગ પટેલ નામના શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી કાર્યવાહી કરી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણનો આ ડીપ ફેક વિડીયો 8 જુલાઈના રોજ આ ચિરાગ પટેલ નામના શખ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો છે. જેમાં નાણામંત્રી કહી રહ્યા છે કે, સરકારને જીએસટીથી કેટલી આવક થઈ છે એ ન પૂછો.

કોણ છે ચિરાગ પટેલ : વીડિયો ક્લિપમાં સીતારામન મીડિયા સાથે વાત કરતા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સને ગોપનીય માહિતી ટેક્સ કહેતા જોવા મળે છે. ચિરાગ પટેલ નામના વ્યક્તિએ તેના એક્સ હેન્ડલ પર આ વીડિયો શેર કર્યો હતો. તેની X (અગાઉનું ટ્વિટર) પ્રોફાઈલ મુજબ ચિરાગ પટેલ અમેરિકામાં રહે છે. તેના વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા, 2023 કલમ 336(4), 356, 353 (B) તથા આઈટી એક્ટ કલમ 66-D મુજબ ગુનો નોંધ્યો છે.

  1. પીએમ મોદીએ ' ડીપફેક ' ને સમસ્યા કહી જનજાગૃતિ માટે મીડિયાને અપીલ કરી, દિલ્હીમાં વધુ શું કહ્યું જૂઓ
  2. રશ્મિકા મંદાનાના ડીપફેક વીડિયો કેસમાં પોલીસે બિહારના યુવકને ઝડપી લીધો, જાણો શું કહ્યું આરોપીએ

Last Updated : Jul 10, 2024, 11:43 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.