ETV Bharat / state

માધાપર હિંડોળા મહોત્સવ: 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિરાંગનાઓની ભૂમિકાની ઝાંખી દર્શાવાઈ - Tribute to women veterans of war

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 8, 2024, 10:32 AM IST

કચ્છ જિલ્લાના માધાપરની વિરાંગનાઓ કે જેમણે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલ બોમ્બમારાથી જે રનવેને ભારે નુકસાની થઈ હતી તેની એરસ્ટ્રિપ માત્ર 72 કલાકની અંદર તૈયાર કરી હતી. ત્યારે તેમની યાદમાં હાલમાં માધાપર ગામના સ્વામિનારાયણ મંદિર ખાતે ચાલી રહેલા હિંડોળા મહોત્સવમાં વિરાંગનાઓને સમર્પિત વિરાંગના હિંડોળા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં યુદ્ધ સમયની પરિસ્થતિ શું હતી? શું દૃશ્ય હતા? તેનું ચિત્ર ઉભુ કરવામાં આવ્યું છે. જાણો. Tribute to women veterans of war

માધાપરના હિંડોળામાં ઊભું કરાયું કાલ્પનિક મોડેલ
માધાપરના હિંડોળામાં ઊભું કરાયું કાલ્પનિક મોડેલ (Etv Bharat Gujarat)
મહિલાઓ આગળ આવીને ચાલુ બોમ્બમારાની વચ્ચે 72 કલાકની અંદર એરસ્ટ્રિપ તૈયાર કરી હતું (Etv Bharat Gujarat)

કચ્છ: પવિત્ર શ્રાવણ માસે માધાપરના જુનાવાસમાં આવેલ પ્રસાદી સ્વામિનારાયણ મંદિરમાં માધાપરના ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરતા હિંડોળા પ્રદર્શનમાં 1971ના યુદ્ધ વખતે ભારત-પાકિસ્તાનના ચાલુ યુદ્ધે બોમ્બમારા વચ્ચે માધાપરની વીરાંગના બહેનોએ જે સાહસ બહાદૂરીથી દેશભાવના બતાવી માધાપરનું નામ ભારતભરમાં રોશન કર્યું હતું, તેમની યાદગીરી રૂપે હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરાંગનાઓની ભૂમિકાની ઝાંખી
1971ના ભારત પાકિસ્તાન યુદ્ધમાં વિરાંગનાઓની ભૂમિકાની ઝાંખી (Etv Bharat Gujarat)

માધાપરની વિરાંગનાઓએ તૈયાર કરેલ રનવે અંગેનું હિંડોળા પ્રદર્શન: વર્ષ 1971ના યુદ્ધ વખતે ચાલુ બોમ્બમારા વચ્ચે મહિલાઓએ રનવે પટ્ટીનું સમારકામ કરી માધાપરને ગૌરવ અપાવ્યું હતું. સ્વામીનારાયણ મંદિર ખાતે આયોજિત હિંડોળામાં રનવે પટ્ટી, 3 વિમાન, કામ કરતા મહિલા-ભાઈઓ, પાવડા, રેતી, કાંકરી, સિમેન્ટ, રનવે પટ્ટી પર પડેલા મોટા ખાડા આબેહૂબ બતાવાયા હતા. શ્રાવણ માસ દરમિયાન આ મંદિરમાં વિવિધ હિંડોળા પ્રદર્શન કરવામાં આવે છે. આજની યુવા પેઢી માધાપરની વીરાંગનાના સાહસને યાદ કરી ગૌરવશાળી ઈતિહાસને ઉજાગર કરે તે જરૂરી છે. જેના માટે આ હિંડોળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાકિસ્તાનની વાયુસેનાએ ભુજના રનવે પર ફેંક્યા હતા બોમ્બ: 3 ડિસેમ્બર 1971ના શુક્રવારના દિવસે સાંજે 5:45 વાગ્યે ભારત-પાકિસ્તાનના યુદ્ધમાં કચ્છ ખાતે પાકિસ્તાન બોર્ડર પર વાયુસેનાએ મોરચો સંભાળ્યો હતો. તેવામાં પાકિસ્તાનના બોમ્બમારામાં ભારતના રનવેને ભારે નુકસાન થયું હતું, આવી પરિસ્થિતિમાં એરસ્ટ્રિપના બાંધકામનો પ્રશ્ન ઊભો થયો હતો. ભુજની એરસ્ટ્રીપ પર પાકિસ્તાનની વાયુસેનાએ ચાર વાર હુમલો કર્યો અને તેના કારણે રનવેના મોટા ભાગના હિસ્સાને નુકશાન થયુ હતુ.

માધાપરની મહિલાઓએ 72 કલાકમાં તૈયાર કરી એર સ્ટ્રીપ: રનવેને નુકસાન પહોંચતા રનવે વિના ફાયટર પ્લેનને ઉડવું મુશ્કેલ થઇ ગયું હતું. અને તેવા સમયે એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સમયસુચકતા વાપરીને સ્થાનિક લોકોની મદદ લેવાનું વિચાર્યું, અને ભુજમાં કલેકટરનો સંપર્ક કર્યો હતો. જેમાં કલેકટરે માધાપર ગામના સરપંચને વાત કરી અને ગણતરીની મીનીટોમાં મહિલાઓ મદદે આવી ગઈ હતી. રનવે રીપેરીંગનું કામ મહિલાઓને સોંપવામાં આવતા માધાપરની મહિલાઓ આગળ આવીને ચાલુ બોમ્બમારાની વચ્ચે 72 કલાકની અંદર એરસ્ટ્રિપ તૈયાર કરી હતું અને ત્યાર બાદ વાયુસેનાએ મોરચો સંભાળી લીધો હતો અને પાકિસ્તાનને મુહતોડ જવાબ આપ્યો હતો.

300 જેટલી મહિલાઓ જોડાઈ હતી: કલેકટરના કહેવાથી તે સમયના માધાપરના સરપંચ જાદવજી હીરાણીએ બેઠક યોજી હતી. ગામના અગ્રણી વી.કે. પટેલના સહયોગ દ્વારા એરસ્ટ્રીપના બાંધકામનું શ્રમ કાર્યની જવાબદારી સુંદરબાઈ જેઠા પટેલને સોંપી હતી. માધાપર ગામની અંદાજિત 300 જેટલી મહિલાઓ આ એરસ્ટ્રિપના સમારકામ માટે જોડાઈ હતી.

વિરાંગનાએ જણાવી કહાની: આ વિરાંગનાઓ પૈકીના માધાપરના 78 વર્ષીય મહિલા કાનબાઈ હીરાણી 1971ના ભુજના એરપોર્ટ માટે રનવે તૈયાર કરનારા મહિલાઓ પૈકીના એક છે .જેમને જણાવ્યું હતું કે, યુદ્ધના પ્રથમ દિવસે તો કઈ ખાવાનું પણ મળ્યું ન હતું, રિપેરીંગનુ કામ રાત્રે તો થઈ ન શકે એટલે દિવસના અજવાળે અમે કામ કરતા હતા. તેથી ગરમ પાણી પીને પણ સતત એરસ્ટ્રિપનું કામ કરતા હતા. સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી અમે બધા એજ કામ કરતા હતા. કંઇ ખાધા વગર મહિલાઓ કામ કરી રહી છે તેની જાણ ભુજ સ્વામિનારાયણ મંદિરના સંતોને થઈ હતી ત્યારે આવા કપરા સમયે ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા સુખડી અને ફળ પહોંચાડવામાં આવ્યા અને તેને અમે સાડી અને રૂમાલમાં છેડે બાંધી રાખીને અમારી જોડે રાખતા હતા અને પાલવમાં જ રાખીને ખાતા હતા.

  1. સાયરન વાગે એટલે સંતાઈ જતાં: યુદ્ધ વખતે અમને એરફોર્સ કમાન્ડર વિજય કર્ણિકે સૂચના આપી હતી કે, જ્યારે પણ સાયરન વાગે ત્યારે બાવળના ઝાડ પાછળ તથા બંકરમાં છુપાઈ જવું. યુદ્ધના આવા માહોલમાં મોતનો સતત ભય તોળાઈ રહ્યો હતો. સમારકામ દરમિયાન ગમે ત્યારે જોખમ ઊભું થતું અને સાયરન વાગવા લાગતું અને જેવું જ સાયરન બંધ થાય કે ફરીથી રીપેરીંગ કામે વળગી જતાં હતાં. આ ઉપરાંત અમે લીલા રંગની સાડી પહેરી રાખતા જેથી ઝાડ સાથે તેનો રંગ મિક્સ થઈ જાય. આજે આ વિરાંગનાઓની યાદમાં હિંડોળા દર્શન કરવામાં આવ્યા છે, તે ખૂબ સારું છે અને વિરાંગનાઓને પણ આ જોઈને ખૂબ આનંદ અને ગૌરવ થઈ રહ્યું હશે.
  1. રાજ્યમાં 50 લાખથી વધુ તિરંગા ફરકાવવામાં આવશે, 74માં સ્વતંત્ર પર્વની જાણો રૂપરેખા - Independence Day 2024
  2. રાજકોટમાં 10મીએ રાજકોટથી 'હર ઘર તિરંગા' યાત્રા, મુખ્યમંત્રી કરાવશે પ્રસ્થાન - 15th August 2024

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.